SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જીવના પર્યાય તો અધ્યવસાય પુરતા જ સીમિત છે, તોપણ તેમાં કર્મવર્ગણાના, પુદ્ગલો પણ સાથે જોડાયેલા છે. આ રીતે પુલ પર્યાય જીવના અંતરંગ જગતથી લઈને દેહાદિ ક્ષેત્રમાં અને ત્યારબાદ જડ જગતમાં પુદ્ગલરૂપે વ્યાપક પરિવર્તન ધરાવે છે. પાંચમા પદનું ‘જીવ-અજીવ પર્યાય વર્ણન' તે એક વિલક્ષણ ભાવોને પ્રદર્શિત કરે છે તત્વની અનુક્ત રીતે ઝાંખી કરાવે છે. આ છે પ્રજ્ઞવર્ણા–પ્રજ્ઞાપના સૂત્રની વિલક્ષણશૈલી. અસ્તુ.... પ્રસ્તુત શાસ્ત્રના બધા ભાવો અને વ્યવસ્થિત અનુવાદ સ્વયં લેખક-સંપાદક દ્વારા થવાનો છે એટલે અહીં તે બાબતનો વધારે ઉલ્લેખ કર્યો નથી. પ્રજ્ઞવર્ણાપ્રજ્ઞાપના'ના પાંચ પદને આવરી લેતું આ પ્રકાશન પણ ઘણું જ વિશાળ છે અને તેમાં જે જ્ઞાનશ્રમ” કરવામાં આવ્યો છે, તે પણ અતુલ્ય છે. એટલે અહીં લેખક-સંપાદક છંદ માટે કશું ન કહેતાં, ફક્ત નતમસ્તક થઈ જવાય છે. તેઓ મનોમન લાખ-લાખ અભિનંદનના પાત્ર બની રહે છે. જૈન આગમોનો આ જ્ઞાનભંડાર સમુચિત રીતે આધુનિક શૈલીમાં ગોઠવીને સાધાર અર્થાતુ શાસ્ત્રોનો આધાર લઈ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે, તે કેવળ ભારતના નહીં, સમગ્ર વિશ્વના જનસમુદાયને પ્રભાવિત કરી શકે તેમ છે. એટલું જ નહીં પરંતુ એક નવી પ્રેરણા આપી શકે છે અને ભૂતકાળના આધ્યાત્મિક, દાર્શનિક, વિચારાત્મક સૂક્ષ્મ ઐતિહાસિક ભાવોને પ્રગટ કરે છે. - વર્તમાન વિજ્ઞાન વિશ્વના ઉદય સંબંધી જે ધારણા ધરાવે છે. તે કોઈ એક કલ્પિત બિંદુથી શરૂ કરે છે પરંતુ તે બિંદુ દ્વારા વિશ્વનો વિકાસ કયા કારણથી સાકાર થયો છે, તેનો કોઈ પ્રત્યુત્તર નથી. જ્યારે જૈનાગમોમાં વિશ્વસંપત્તિ રૂપી મૂળ દ્રવ્યોના પરિણમનરૂપ સ્વાભાવિક પર્યાય ક્રમનો ઉલ્લેખ કરીને કાર્ય કારણની એક એવી સાંકળ પ્રદર્શિત કરી છે કે જેમાં અનંતકાળનો ઇતિહાસ પ્રતિભાસિત થાય છે. અમારા આ કથનનું પ્રજ્ઞવર્ણા-પ્રજ્ઞાપના સૂત્રના એક એક પદ અનુમોદન કરી રહ્યા છે અર્થાત્ કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન વામ્ય વિજ્ઞાનથી ઉપર, અતિ વિજ્ઞાનનો સ્પર્શ કરી, વિશ્વની મૌલિક ક્રિયાઓને પ્રફુટિત કરે છે. અહીં આપણે પ્રજ્ઞવર્ણા-પ્રજ્ઞાપના સૂત્રની અતિવિજ્ઞાન આધારશિલાને પ્રસ્તુત કરી વિરમશું; તે પહેલાં એટલું જ કહેશું કે આ સમગ્ર શાસ્ત્ર સ્યાદ્વાદશૈલીથી આલેખાયેલું છે અને ઠેકઠેકાણે સિય શબ્દ આવે છે. જેમ કે ભગવાન કહે છે. સિય વરને, સિય અવરને આ રીતે અપેક્ષાવાદનો પણ આમાં પૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ટૂંકમાં કહેવાનું એ છે કે સમગ્ર જૈન તત્ત્વજ્ઞાન સાપેક્ષ ભાવોથી ભરેલું છે. $( 26 )
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy