SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૮ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ રહિત, નિર્મળ, નિષ્પક, નિરાવરણ, કાંતિથી યુક્ત, પ્રભામય, શ્રીસંપન્ન, ઉદ્યોતમય, પ્રસન્નતાજનક, દર્શનીય, મનોરમ્ય અને મનોહર છે. આ વિમાનોની બરોબર મધ્યમાં પાંચ અવતંસક છે. તે આ પ્રમાણે છે– (૧) અંકાવાંસક, (૨) સ્ફટિકાવતંસક, (૩) રત્નાવલંસક, (૪) જાતરૂપાવતંસક અને ચારેની મધ્યમાં (૫) અય્યતાવતુંસક છે. આ અવતંસક સર્વ રત્નમય છે યાવતુ પ્રતિરૂપ છે. તેમાં આરણ અને અશ્રુત દેવોના પર્યાપ્ત તથા અપર્યાપ્ત દેવોના સ્થાન છે. આ દેવો ઉપડાતાદિ ત્રણેય અપેક્ષાથી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. તે વિમાનોમાં ઘણા આરણ અને અય્યત દેવો યાવત્ વિચરણ કરે છે. આ જ અય્યતાવતસકમાં દેવેન્દ્ર દેવરાજ અય્યતેન્દ્ર નિવાસ કરે છે. તેનું સમગ્ર વર્ણન પ્રાણતેની સમાન જાણવું યાવત વિચરણ કરે છે. વિશેષતા એ છે કે અય્યતેન્દ્ર ત્રણસો વિમાનાવાસોનું, દશ હજાર સામાનિક દેવોનું તથા ચાલીસ હજાર આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતાં વિચરણ કરે છે. ગાથાર્થ– (૧) બત્રીસ લાખ (૨) અઠ્યાવીશ લાખ (૩) બાર લાખ (૪) આઠ લાખ (૫) ચાર લાખ (૬) પચાસ હજાર (૭) ચાલીસ હજાર (૮) સહસાર કલ્પમાં છ હજારો રો (૯-૧૦) આણત-પ્રાણત કલ્પોમાં ચારસો, (૧૧-૧૨) આરણ-અમ્રુત કલ્પોમાં ત્રણસો વિમાન હોય છે. અંતિમ આ ચાર કલ્પોમાં (કુલ મળીને ૪૦૦+૩00 = ૭૦૦) સાતસો વિમાન હોય છે. તે ૨૩ . (૧) ચોર્યાશી હજાર, (૨) એંશી હજાર, (૩) બોત્તેર હજાર (૪) સિત્તેર હજાર, (૫) સાઠ હજાર, (૬) પચાસ હજાર, (૭) ચાલીસ હજાર, (૮) ત્રીસ હજાર, (૯-૧૦) વીશ હજાર, (૧૧-૧૨) આરણ-અર્ચ્યુતમાં દશ હજાર ક્રમશઃ સામાનિક દેવો છે. ૨૪ | આ બારે દેવલોકમાં આત્મરક્ષક દેવો સામાનિક દેવોથી ચાર-ચાર ગુણા હોય છે. ६८ कहि णं भंते ! हेट्ठिमगेवेज्जगदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! हेट्ठिमगेवेज्जगा देवा परिवसंति ? गोयमा! आरणअच्चुयाणं कप्पाणं उपिं जाव उठं दूरं उप्पइत्ता एत्थ णं हेट्ठिमा गेवेज्जगाणं देवाणं तओ गेवेज्जगविमाणपत्थडा पण्णत्ता- पाईण-पडीणायया उदीणदाहिणवित्थिण्णा पडिपुण्णचंदसंठाणसंठिया अच्चिमाली-भासरासिवण्णाभा सेसंजहा बंभलोए जाव पडिरूवा । तत्थ णं हेट्ठिमगेवेज्जगाणं देवाणं एक्कारसुत्तरे विमाणावाससए हवंतीति मक्खायं । तेणं विमाणा सव्वरयणामया जावपडिरूवा । एत्थणं हेट्ठिमगेवेज्जगाणंदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखिज्जइभागे । तत्थ णं बहवे हेट्ठिमगेवेज्जगा देवा परिवसंति सव्वे समिड्डिया सव्वे समज्जुइया सव्वे समजसा सव्वे समबला सव्वे समाणुभावा महासोक्खा अर्णिदा अप्पेस्सा अपुरोहिया अहमिदा णामं ते देवगणा पण्णत्ता समणाउसो !। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત અધસ્તન રૈવેયક દેવોના સ્થાન ક્યાં છે? હે ભગવન્! અધસ્તન રૈવેયક દેવો ક્યાં નિવાસ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! આરણ અને અશ્રુત કલ્પોથી અનેક કોટાકોટિ યોજન ઉપર અધસ્તન (નીચલી) રૈવેયક દેવોના ત્રણ ગ્રેવેયક વિમાન પ્રતટ છે; તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. તે (વિમાનો) પરિપૂર્ણ ચંદ્રના આકારે સંસ્થિત છે, સૂર્યની તેજોરાશિના વર્ણ જેવી પ્રભા યુક્ત છે, શેષ વર્ણન બ્રહ્મલોક કલ્પની સમાન છે યાવતુ પ્રતિરૂપ છે. તેમાં અધતન રૈવેયક દેવોના એકસો
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy