SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬] શ્રી પન્નવણા સુa: ભાગ-૧ હોય છે, શત્રુઓ દ્વારા અયોધ્ય, સદા જયશીલ, સદાગુખ-સુરક્ષિત, અડતાલીશ ઓરડાઓથી રચિત, અડતાલીશ વનમાળાઓથી સુસજ્જિત, પરકૃત ઉપદ્રવરહિત, કલ્યાણમય અને કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે, અત્યધિક ચમકતા હોવાના કારણે સુશોભિત છે. તેના પર ગોશીષચંદન અને સરસ ભીના રક્તચંદનથી, પાંચે ય આંગળીઓ દેખાય તેવા, હાથના થાપા લાગેલા હોય છે. પ્રતિદ્વાર–બારીના અમુક ભાગોમાં ચંદનના કળશોના તોરણો સુંદર-વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય છે. ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, સઘન તથા ગોળાકાર ઝુમખા યુક્ત પુષ્પમાળાઓના સમૂહથી યુક્ત હોય છે. પાંચ વર્ણના સરસ, સુગંધિત પુષ્પગુંજોથી સુશોભિત છે. તે કાલાગુરુ, સુંદરુક્ક, ઉત્તમ લોબાન, ગુગળ આદિના ધૂપની સુગંધથી મઘમઘાયમાન રમણીય તથા સુગંધિત વસ્તુઓની ઉત્તમ ગંધથી સુગંધિત હોવાથી સુગંધગુટિકા સમાન લાગે છે. અપ્સરાગણના સમૂહથી વ્યાપ્ત, દિવ્યવાદ્યોના ધ્વનિથી ગુંજિત, ધ્વજા-પતાકાઓની પંક્તિથી મનોહર, સર્વરત્નમય, સ્ફટિકમય, સ્વચ્છ, સ્નિગ્ધ, કોમળ, ઘસેલા, સાફ કરેલા, રજરહિત, નિર્મળ, નિષ્પક, આવરણ રહિત કાંતિવાળા, પ્રભાયુક્ત, કિરણોયુક્ત, ઉદ્યોતયુક્ત, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. આ નગરાવાસોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા વાણવ્યંતરોનાં સ્થાન છે. તે ઉપપાતાદિ ત્રણેય અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા વાણવ્યંતરદેવો નિવાસ કરે છે. તે આ પ્રમાણે છે– (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) ડિંપુરુષ, (૭) મહાકાય, ભુજંગપતિ (૮) નિપુણ ગંધર્વ-ગીતોમાં અનુરક્ત ગંધર્વગણો. ૯) અણપર્ણિક (૧૦) પણ પર્ણિક (૧૧) ઋષિવાદિત (૧૨) ભૂતવાદિત (૧૩) કદિત (૧૪) મહાજંદિત (૧૫) કૂષ્માણ્ડ- (કોહંડ) અને (૧૬) પતંગદેવ. તે દેવો ચંચળ અને અત્યંત ચપળ ચિત્તવાળા, ક્રીડા અને હાસ્ય પ્રિય; ગંભીર, હાસ્ય, ગીત અને નૃત્યમાં અનુરક્ત; વનમાળા, કલગી મુકુટ, કુંડળ તથા ઇચ્છાનુસાર વિદુર્વેલા સુંદર આભૂષણો ધારણ કરનારા; સર્વ ઋતુઓના સુગંધિત પુષ્પોથી સુરચિત, લાંબી, શોભનીય, સુંદર, ખીલેલી અનેક પ્રકારની વિચિત્ર વનમાળાને વક્ષ:સ્થળમાં ધારણ કરનારા; ઇચ્છાનુસાર કામભોગોનું સેવન કરનારા; ઇચ્છાનુસાર રૂપ અને દેહને ધારણ કરનારા; અનેક પ્રકારનાં રંગયુક્ત, શ્રેષ્ઠ, અદ્ભુત, વિચિત્ર, ચમકતાં વસ્ત્રોને પહેરનારા; વિવિધ દેશોની વેશભૂષાને ધારણ કરનારા; પ્રસન્ન, કંદર્પ-કલહપ્રિય, કેલિ અને કોલાહલપ્રિય, હાસ્ય તથા વિવાદ પ્રિય, હાથમાં ખગ, મુગર, શક્તિ અને ભાલા રાખનારા; અનેક મણિઓ અને રત્નોયુક્ત વિવિધ ચિહ્નવાળા; મહર્દિક, મહાદ્યુતિમાન, મહાયશસ્વી, મહાબલી (મહાન સામર્થ્યશાળી), મહાસુખી, હારથી સુશોભિત વક્ષ:સ્થળવાળા, કડા, બાજુબંધથી ખંભિત ભુજાઓવાળા; કપોલપ્રદેશ (ગાલ)નો સ્પર્શ કરનાર અંગદ, કુંડળને કર્ણપીઠમાં ધારણ કરનાર; હાથમાં વિચિત્ર આભૂષણો અને મસ્તકમાં વિચિત્ર માળાઓ ધારણ કરનાર; કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરેલા, કલ્યાણકારી માળા અને વિલેપન ધારણ કરનાર, અત્યંત દેદીપ્યમાન શરીર સંપન્ન, લાંબી લટકતી વનમાળા ધારણ કરનાર, દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંહનન, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય ધુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા (કાંતિ), દિવ્ય અર્ચિ (કિરણો), દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યા (શરીરાદિના વર્ણ સૌંદર્ય)થી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા વાણવ્યંતર દેવો ત્યાં પૂર્વોક્ત સ્થાનોમાં પોત-પોતાના લાખો ભૌમેય નગરાવાસોનું, હજારો સામાનિક દેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદોનું, સૈન્યનું, સેનાધિપતિઓનું, હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા વાણવ્યંતર દેવોનું આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરત્વ (વડિલપણું), આશૈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં-કરાવતાં તથા તેનું પાલન કરતાં-કરાવતાં નિરંતર નૃત્ય, ગીત અને કુશળ વાદકો દ્વારા વીણા, તલ, તાલ (કાંસ્ય) ત્રુટિત, ઘનમૃદંગ આદિ વાદ્યોના મહાધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગોને ભોગવતા રહે છે.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy