SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પદ : સ્થાન ૧૪૭ असुरकुमाराणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं कुव्वमाणे विहरइ । ભાવાર્થ :- અહીં ઉત્તરદિશાના અસુરકુમાર દેવોના ઇન્દ્ર વૈરોચનેન્દ્ર બલીન્દ્ર નિવાસ કરે છે, તેનો વર્ણ કૃષ્ણ મહાનીલ સદશ છે, ઇત્યાદિ સમગ્ર વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ તે દશે દિશાઓને પ્રકાશિત, સુશોભિત કરતાં વિચરે છે. તે ત્યાં ત્રીસ લાખ ભવનાવાસોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયસ્વિંશક દેવોનું, ચાર લોકપાલોનું, સપરિવાર પાંચ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ દેવોનું, ચાર સાઠ હજાર અર્થાત્ બે લાખ ચાલીશ હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણાં ઉત્તર દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય અગ્રેસરત્વ આદિ કરતાં વિચરણ કરે છે. ३७ कहि णं भंते ! णागकुमाराणं देवाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते ! णागकुमारा देवा परिवसंति ? गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयण- सयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जिऊण मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं णागकुमाराणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं चुलसीइ भवणावाससयसहस्सा हवंतीति मक्खायं । णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा जाव पडिरूवा । तत्थ णं णागकुमाराणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ बहवे णागकुमारा देवा परिवसंति- महिड्डिया महाजुइया, सेसं जहा ओहियाणं जाव विहरंति । धरण-भूयाणंदा य इत्थ दुवे णागकुमारिंदा णागकुमाररायाणो परिवसंति महिड्डिया, सेसं जहा ओहियाणं जाव विहरंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવોનાં સ્થાન ક્યાં છે ? દેવો ક્યાં નિવાસ કરે છે ? નાગકુમાર ઉત્તર– હે ગૌતમ ! એક લાખ એંશી હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીની ઉપરના એક હજાર યોજન અને નીચેના એક હજાર યોજન ક્ષેત્રને છોડીને, મધ્યના એક લાખ અઠ્યોતેર હજાર યોજનના ક્ષેત્રમાં, પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવોના ચોર્યાશી લાખ ભવનાવાસ કહેલ છે, તે ભવન બહારથી ગોળ અને અંદરથી સમચોરસ છે યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવોના સ્થાન છે. તેના ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન તે ત્રણે ય લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા નાગકુમારદેવો નિવાસ કરે છે. તેઓ મહર્દિક, મહાદ્યુતિવાન છે, શેષ વર્ણન પૂર્વવત્ સમુચ્ચય ભવનપતિ દેવોની સમાન જાણવું. ત્યાં બે નાગકુમારેન્દ્ર નાગકુમા૨ાજ– ધરણેન્દ્ર અને ભૂતાનંન્દેન્દ્ર નિવાસ કરે છે. તેઓ મહર્દિક છે; શેષ વર્ણન સમુચ્ચય ભવનવાસીદેવોની સમાન જાણવું યાવત્ ત્યાં તે દેવો રહે છે. | ३८ कहि णं भंते ! दाहिणिल्लाणं णागकुमाराणं देवाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते ! दाहिणिल्ला णागकुमारा देवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy