SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ | દ્વિતીય પદઃ સ્થાન [ ૧૪૧ ] ગાથાર્થ– (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુત્યુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદઘિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્વનિત કુમાર. આ નામ- વાળા દશ પ્રકારના ભવનવાસી દેવો છે. | ૫ | તેઓના મુકુટ અથવા આભૂષણોમાં અંકિત ચિહ્નો ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ચૂડામણિ, (૨) નાગની ફેણ, (૩) ગરૂડ, (૪) વજ, (૫) પૂર્ણકળશ, (૬) સિંહ, (૭) મકર, (૮) હસ્તિ, (૯) શ્રેષ્ઠ અશ્વ અને (૧૦) વર્ધમાનક (શરાવસપુટ) વગેરે વિવિધ ચિહ્નોથી યુક્ત, સુંદર, મહર્ધિક, મહાધુતિયુક્ત, મહાન બળશાળી, મહાયશસ્વી, મહાન પ્રભાવયુક્ત, મહાન સુખસંપન્ન, હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, કડા અને બાજુબંધથી તંભિત ભુજાવાળા, ગાલ(કપોલ)ને સુશોભિત કરતા અંગદ, કુંડળ અને કર્ણપીઠના ઘારક, હાથમાં ધારણ કરેલ વિવિધ આભૂષણવાળા, રંગબેરંગી પુષ્પમાળા તથા મસ્તક પર મુકુટ ધારણ કરનારા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો ધારણ કરનારા, મંગલકારી શ્રેષ્ઠમાળા અને વિલેપનના ધારક, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળાને ધારણ કરનારા, દિવ્યવર્ણથી, દિવ્ય ગંધથી, દિવ્ય સ્પર્શથી, દિવ્ય સંહનનથી, દિવ્યસંસ્થાનથી, દિવ્ય ઋદ્ધિથી, દિવ્યધુતિથી, દિવ્ય ભવન સંબંધી પ્રભાથી, દિવ્યછાયાથી, દિવ્ય આભરણોની જ્યોતિથી, દિવ્યતેજથી અને શરીરના વર્ણ સંબંધી દિવ્ય લેશ્યાથી દશે દિશાઓને પ્રકાશિત કરતા, સુશોભિત કરતા, તે ભવનવાસી દેવો ત્યાં પોતપોતાના લાખો ભવનાવાસોનું, હજારો સામાનિક દેવોનું, ત્રાયસ્વિંશક દેવોનું, લોકપાલ દેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદાઓનું, સૈન્યોનું, સેનાધિપતિઓનું, આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા ભવનવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય, સ્વામીત્વ, ભર્તૃત્વ-પોષકત્વ, મહત્તરત્વ, આશૈશ્વરત્વ- આજ્ઞાનું પાલન કરાવવાનું પ્રભુત્વ તથા સેનાપતિત્વ કરતાં, કરાવતાં, પાલન કરતાં-કરાવતાં, કુશલ પુરુષો દ્વારા વ્યાઘાત રહિત અર્થાત્ નિરંતર નૃત્ય, ગીત, વાદિત અને તંત્રી, તલ, કાંસ્ય, ત્રુટિત અને ઘનમૃદંગ આદિ વાજિંત્રોના દિવ્યધ્વનિ સાથે દિવ્ય ભોગોપભોગોને ભોગવતા ભવનવાસી દેવો વિચરે છે. ३१ कहिणं भंते ! असुरकुमाराणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते ! असुरकुमारा देवा परिवसंति ? गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयण-सयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता-हेट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठहत्तरे जोयणसय-सहस्से, एत्थणं असुरकुमाराणं देवाणं चोवर्टि भवणावास-सयसहस्सा हवंतीति मक्खाय।। तेणंभवणा बाहिं वट्टा अंतो चउरंसा अहे पुक्खरकण्णियासंठाणसंठिया उक्किण्णंतर विउलगंभीरखायपरिहा पागारट्टालयकवाङतोरणपडिदुवास्देसभागा जंत सयग्धिमुसल मुसुंढिपरिवारिया अओज्झा सयाजया सयागुत्ता अडयालकोट्ठगरइया अडयाल कयवणमाला खेमा सिवा किंकरामरदंडोवरक्खिया लाउल्लोइयमहिया गोसीससरसरत्तचंदणदद्दरदिण्णपंचंगुलितला उवचिकचंदणकलसा चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागा आसत्तोसत्तविउलवट्टवग्घारिय-मल्लदामकलावा पंचवण्णसरससुरभिमुक्कपुप्फपुंजोवयारकलिया कालागरु-पवरकुंदुरुक्क तुरुक्कधूवमघमघतगंधुधुयाभिरामा सुगंधवरगंधगंधिया गंधवट्टि भूया अच्छरगणसंघसंविगिण्णा दिव्वतुडियसहसंपणइया सव्वरयणामया । अच्छा सण्हा लण्हा
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy