SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પદ : પ્રશાપના ૧૦૩ તે તે અવસ્થાની પ્રાપ્તિનો પ્રથમ સમય. જેમ કે અગિયારમા ગુણસ્થાનની પ્રાપ્તિના પ્રથમ સમયવતી જીવ પ્રથમ સમય ઉપશાંતકક્ષાય વીતરાગ દર્શનાર્ય કહેવાય. તે રીતે દરેક સ્થાને પ્રથમ સમયનો અર્થ સમજવો. તેને અવસ્થાની પ્રાપ્તિના પ્રથમ સમયને છોડીને રોષ સર્વ સમય અપ્રથમ સમય કહેવાય છે. જેમ– ઉપશાંત કે ક્ષીણકષાય વીતરાગ થયાને બે સમય કે તેથી અધિક સમય થયા હોય, તો તે અપ્રથમ સમય કાય વીતરાગ દર્શનાર્ય કહેવાય છે. તે-તે અવસ્થાનો ચરમ-અંતિમ સમય. જેમ કે ૧૧મા ગુણસ્થાનના અંતિમ સમયવર્તી વો ચરમ સમય ઉપશાંત કપાય વીતરાગ દર્શનાર્થે કહેવાય છે. તે-તે અવસ્થાના અંતિમ સમયને છોડીને શેષ સર્વ સમય અર્થાત પ્રથમ સમયથી લઈ દ્વિચરમ સુધીના સમયને અચરમ સમય કહે છે. જેમ કે અગિયારમા ગુણસ્થાનવર્તી જીવો પ્રથમ સમયથી દ્વિચરમ સમય પર્યંત અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય કહેવાય છે. સમ્યક્ ચારિત્રયુક્ત હોય તેને ચારિત્રઆર્ય કહે છે. તેના પણ બે ભેદ છે. સરાગ ચારિત્રાર્ય અને વીતરાગ ચારિત્રાર્ય. રાગસહિત પુરુષનું ચારિત્ર સરાગ ચારિત્ર છે અથવા જે ચારિત્રમાં રાગાદિ કષાયોનો સદ્ભાવ હોય તેવા, ૬ થી ૧૦મા ગુણસ્થાન સુધીના ચારિત્રવાન સાધકને સરાગ ચારિત્રાર્ય કહે છે. તેના બે પ્રકાર છે—(૧) સૂક્ષ્મ કાય(સંજવલન લોભ⟩યુક્ત દશમા ગુણસ્થાનવર્તી જીવોનું ચારિત્ર સૂક્ષ્મ સંપરાય ચારિત્ર છે. (૨) સ્થૂળ કાયયુક્ત ચારિત્રને અર્થાત્ છઠ્ઠાથી નવમા ગુણસ્થાનવી જીવોનું ચારિત્ર બાદર સંપરાય ચારિત્ર છે. તેના ભેદ પ્રભેદ ભાવાર્થથી સ્પષ્ટ છે. આ બંને ચારિત્રના ત્રણ ત્રણ પ્રકારે બે ભેદ છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્રના ત્રણ પ્રકારે બે ભેદ આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમય-અપ્રથમ સમય, (૨) ચરમ-અચરમ સમય અને (૩) સંકિલશ્યમાન અર્થાત્ શ્રેણીથી ઉતરતા જીવોનું ચારિત્ર અને વિશુદ્ધયમાન અર્થાત્ શ્રેણી ચઢતા જીવોનું ચારિત્ર. બાદર સંપરાય ચારિત્રના ત્રણ પ્રકારે બે ભેદ આ પ્રમાણે છે– (૧) પ્રથમ-અપ્રથમ સમય, (૨) ચરમ-અચરમ સમય અને (૩) પ્રતિપાતિ (ઉપશમશ્રેણિગત ચારિત્ર) અને અપ્રતિપાતિ(ક્ષપકશ્રેણિગત ચારિત્ર). તેના બે પ્રકાર છે– (૧) ઉપશાંત કષાય વીતરાગ ચારિત્ર (૧૧મા ગુણસ્થાનવર્તીનું ચારિત્ર) અને (ર) ક્ષીણ કષાય વીતરાગ ચારિત્ર(૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનવર્તી જીવોનું ચારિત્ર), ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રના પુનઃ બે ભેદ છે– (૧) બારમા ગુણસ્થાનવી જીવોનું છદ્મસ્થ શીણકષાય વીતરાગ ચારિત્ર અને (૨) ૧૩, ૧૪ ગુણસ્થાનવર્તી જીવોનું કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્ર છે. કેવળી શીણકષાય વીતરાગ ચારિત્રના બે પ્રકાર છે– (૧) સૌગીકેવળી વીતરાગ ચારિત્ર- તેરમા ગુણસ્થાનવર્તી કેવળી ભગવાનનું ચારિત્ર (૨) અયોગી કેવળી વીતરાગ ચારિત્ર- ચૌદમા ગુણસ્થાનવર્તી કેવળી ભગવાનનું ચારિત્ર. તેના પણ પ્રથમ અપ્રથમ સમય, ચરમ-અચરમ સમયરૂપ બે-બે ભેદ થાય છે. સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રની અપેક્ષાએ ચારિત્રાર્યના પાંચ પ્રકાર છે– (૧) સામાયિક ચારિત્રને ધારણ કરનાર સામાયિક ચારિત્રાર્ય છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્રને ધારણ કરનારા છેદોપસ્યાપનીય ચારિત્રાર્ય છે. (૩, ૪,૫) આ જ રીતે પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપાય અને યથાખ્યાત ચારિત્રને ધારણ કરનાર તે તે ચારિત્રાર્ય કહેવાય છે. પાંચ ચારિત્રના વિશેષ વર્ણન માટે જુઓ— શ્રી ભગવતી સૂત્ર : શતક-૨૫, ઉદ્દેશક-૭.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy