SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ સમુદ્રમાં, કાલોદધિસમુદ્રમાં કે ૩૦ અકર્મભૂમિમાં તેની ઉત્પત્તિ તથા પ્રકારના સ્વભાવે થતી નથી. ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક કે મહામાંડલિકના સ્કંધાવારોમાં(સૈનિકની છાવણીઓમાં), તે સિવાય ગ્રામથી લઈને રાજધાનીની નીચેની ભૂમિમાં તેની ઉત્પત્તિ થાય છે. સૂત્રકારે આસાલિકના ઉત્પત્તિકાલને બે પ્રકારે સમજાવ્યો છે– (૧) આસાલિકની ઉત્પત્તિના અયોગ્યકાલને વ્યાઘાતકાલ કહે છે અને (૨) આસાલિકની ઉત્પત્તિના યોગ્યકાલને નિર્વાઘાતકાલ કહે છે. આસાલિકની ઉત્પત્તિ યુગલિકક્ષેત્રમાં અને યુગલિક કાલમાં થતી નથી. ભરત અને ઐરવતક્ષેત્રમાં પહેલો, બીજો આરો અને ત્રીજા આરાના પ્રારંભના બે ભાગમાં તેની ઉત્પત્તિ થતી નથી. યુગલિક કાલપૂર્ણ થયા પછી ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગમાં, ચોથા અને પાંચમાં આરામાં તેની ઉત્પત્તિ થાય છે. છઠ્ઠા આરામાં પણ તેની ઉત્પત્તિ થતી નથી. આ રીતે ભરત અને ઐરાવતક્ષેત્રમાં વ્યાઘાતકાલ હોય ત્યારે પંચ મહાવિદેહક્ષેત્રમાં તેની ઉત્પત્તિ થાય છે. વ્યાઘાતકાલ ન હોય ત્યારે તેની ઉત્પત્તિ નિર્વાઘાતપણે પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં થાય છે. જ્યારે ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આદિના અંધાવારોનો કે ગ્રામાદિનો નાશ થવાનો હોય ત્યારે તે ક્ષેત્રની નીચે તે ઉત્પન્ન થાય છે. તે ૪૮ ગાઉની માટી ગળી જાય છે. તેટલા ભાગમાં ખાડો પડી જાય છે અને તેમાં આખી નગરીનો નાશ થાય છે. આસાલિકની અવગાહના જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ બાર યોજનાની હોય છે. તેનું આયુષ્ય માત્ર અંતર્મુહૂતનું જ હોય છે. તે અસંશી, મિથ્યાષ્ટિ, અજ્ઞાની અને સંમૂર્છાિમ હોય છે. (૪) મહોર મહોરગ – તે એક અંગુલની અવગાહનાથી લઈ એક હજાર યોજન સુધીની અવગાહનાવાળા હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે અને જળમાં અને સ્થળમાં વિચરણ કરી શકે છે. તે અઢીદ્વીપની બહારના દ્વીપો અને સમુદ્રોમાં ઉત્પન્ન થાય છે. મુથરિલM-ભુજપરિસર્પ–ભુના પરિલનિતીતિ મુસિ ભુજપરિસર્પ, ભુજાઓથી સરકનારા, ચાલનારા પંચેન્દ્રિય તિર્યંચોને ભુજપરિસર્પ પંચેન્દ્રિય-સ્થળચર તિર્યંચયોનિક કહે છે. જેમ કે- ઉંદર, નોળીયો, ચંદનઘો, કાકીડો, ઢેઢ ગરોળી, ખિસકોલી આદિ. હદયર – ખેચર ખે = આકાશમાં વિચરનારા, પક્ષીઓની જાતને ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તેના ચાર ભેદ છે– (૧) ચર્મપક્ષી– જેની પાંખ ચામડાની હોય તેને ચર્મપક્ષી કહે છે, જેમ કેચામાચીડિયા, ભારંડપક્ષી, સમુદ્રી વાયસ આદિ. (૨) રોમપક્ષી- સુંવાળા પીંછાની પાંખવાળા પક્ષી. જેમકે- ચક્રવાલ, હંસ, રાજહંસ, મોર, કોયલ, મેના, પોપટ, કબૂતર આદિ. (૩) સમુગપક્ષી– ઊડતી વખતે જેની પાંખ ડબ્બા-પેટીની જેમ બંધ રહે તેવા પક્ષી. તે અઢીદ્વીપની બહાર હોય છે. (૪)વિતતપક્ષીજેની પાંખ પહોળી અને ખુલ્લી જ રહે તેવા પક્ષી. આ પક્ષી પણ અઢીદ્વીપની બહાર જ હોય છે. ઉપરોક્ત પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયના સંમૂર્છાિમ અને ગર્ભજ, એવા બે-બે ભેદ થાય છે. ઉરપરિસર્પમાં આસાલિક જાતિના જીવ સંમૂર્છાિમ જ હોય છે, તે જીવો ગર્ભજ હોતા નથી. તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત, તેમ બે-બે ભેદ છે.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy