SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૫ सव्वेस पुढविकाल जावसहमणिगोदस्स पुढविकालो। अपज्जत्तगाणं सव्वेसिं जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्त; एवं पज्जत्तगाण वि सव्वेसिं जहणणेण वि उक्कोसेण वि अंतोमुहुतं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ જીવો સૂક્ષ્મ રૂપે કેટલો સમય રહે છે ? ! ૬૫૩ ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. આ અસંખ્યાત કાળ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલરૂપ છે તથા અસંખ્યેય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય, તેજસકાય, વાયુકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય અને સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ પૃથ્વી કાલ પ્રમાણ અર્થાત્ અસંખ્યાતકાલ છે. સર્વ અપર્યાપ્ત સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. તે જ રીતે સર્વ પર્યાપ્ત સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિનું કથન છે. પર્યાપ્ત કે અપર્યાપ્તની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય સૂક્ષ્મજીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે. તે અસંખ્યાતકાલ પૃથ્વીકાલ પ્રમાણ છે. સૂક્ષ્મ જીવોની એક ભવની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે પરંતુ તે જીવ વારંવાર સૂક્ષ્મપણે જ જન્મમરણ કરે તો અસંખ્યકાલ વ્યતીત થાય છે ત્યાર પછી તે જીવ અવશ્ય બાદરપણું પ્રાપ્ત કરે છે, તે અસંખ્યકાલપુઢવીકાલ પ્રમાણ છે. આ રીતે સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને નિગોદ-શરીરની કાયસ્થિતિ અસંખ્યકાલ–પુઢવીકાલ પ્રમાણ છે. એક નિગોદ શરીરના અનંત જીવોમાંથી પ્રત્યેક સમયે એક અસંખ્યાતમા ભાગ જેટલા જીવો મરે છે અને અન્ય જીવો તે જ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. આમ જીવોના જન્મ-મરણરૂપ પરિવર્તન થવા છતાં નિર્ગોદશરીર તે જ રહી શકે છે તેથી જ નિગોદશરીરની કાયસ્થિતિ અસંખ્યકાલની કહેવામાં આવી છે. સર્વ પ્રકારના સૂક્ષ્મ અપર્યાપ્તા કે પર્યાપ્તાની કાસ્થિતિ અંતર્મુહૂર્ત જ છે, પરંતુ પર્યાપ્ત કે અપર્યાપ્તપણે જન્મ-મરણ કરતાં કુલ મળીને સૂક્ષ્મપણે અસંખ્યકાલ પર્યંત રહી શકે છે, તેથી તેની કાયસ્થિતિ અસંખ્યકાલની છે. સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ ઃ જીવ પ્રકાર જયન્ય ઉત્કૃષ્ટ કારણ આ સમુચ્ચય સૂક્ષ્મ જીવ, અંતર્મુહૂર્ત અસંખ્યાતકાલ, પઢવીકાલ સૂક્ષ્મ અપર્યાપ્તા અને સૂક્ષ્મ પર્યાપ્તા આ બંને | | સૂક્ષ્મ પૃથ્વી,અપુ,તેંડ ક્ષેત્રથી અસંખ્ય લોકના અવસ્થાની ગણના કરતાં સૂક્ષ્મ જીવ વાયુ,વનસ્પતિ અને અસંખ્યાતકાલ સુધી સૂક્ષ્મપણે રહે છે. સૂક્ષ્મ નિગોદ(શરીર) આકાશપ્રદેશ પ્રમાણ. સૂક્ષ્મ જીવ, સૂક્ષ્મ પૃથ્વી અંતમુત આદિના અપર્યાપ્તા તથા પર્યાપ્તા અંતમુહૂત સૂક્ષ્મ અપર્યાપ્તા કે સૂક્ષ્મ પર્યાપ્તા કોઈપણ એક અવસ્થામાં જીવ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy