________________
કરે છે. અમારા આ ભગીરથ કાર્યમાં પાયાના પત્થર સમા, મૂક સેવા ભાવી, અડગ નિશ્ચયી આગમ મનીષી પૂ. ત્રિલોક મુનિ મ.સા.નું માર્ગદર્શન તથા અનંત ઉપકારી, અપ્રમત્ત યોગિની, સંયમની સાક્ષાત્ પ્રતિમા સમા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈમ. અમારા પુરુષાર્થમાં પ્રાણ પૂરે છે, તે પ્રાણના આધારે જ અમારું સંપાદન કાર્ય જીવંત બને છે.
મૂક ભાવે અમારા કાર્યને સર્વાંગી સહકાર આપતા ગુરુણીમૈયા પૂ. વીરમતીબાઈ મ. વાટને સમારી જ્યોતને તેજ બનાવવાની જેમ અમારા પુરુષાર્થને સમયે-સમયે ઉત્સાહિત-પ્રોત્સાહિત કરતા રહે છે. ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ રત્નાધિકો તથા અનુજ સતિવૃંદની સદ્ભાવનાનો સથવારો અમારી સાથે છે. પ્રાંતે અમારા અનંત ઉપકારી માતા-પિતાને સમરી તેમની સંયમ અનુજ્ઞા જ આ સંપાદન પુરુષાર્થની અનુમોદના છે.
આગમ સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય, તો પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધે મિચ્છામિદુક્કડં સાથે ક્ષમાયાચના.....
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ ! સદા ૠણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
59