SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નંદીશ્વર દ્વીપની ચારે બાજુ, તેનાથી બમણા વિસ્તારવાળો નંદીશ્વર સમુદ્ર છે. તેનું પાણી ઇક્ષુરસ જેવું છે. અરુણ આદિ દ્વીપ–સમુદ્રો ६९ दीसरोद समुद अरुणे णामं दीवे वट्टे वलयागार जाव चिट्ठ संखेज्जाई जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेण संखेज्जाई जोयणसयसहस्साइं परिक्खेवेणं पण्णत्ते। પડમવરવા, નળસડ, વારા, વારતા, પણ્ડા, ગૌવા, તહેવ સર્વાં નાવ અડ્ડો, વાવીઓ खोदोदग-पडिहत्थाओ, उप्पायपव्वयगा सव्ववइामया अच्छा; असोगवीतसोगा य एत्थ दुवे देवा महिड्डिया जाव परिवसंति । से तेणट्टेणं जाव संखेज्जं जोइसं । પર -- ભાવાર્થ :- અરુણ નામનો દ્વીપ નંદીશ્વર નામના સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકારે સ્થિત છે. તેનો ચક્રવાલ વિધ્યુંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન, પદ્મવરવેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાન્તર પ્રદેશ સ્પર્શના અને જીવોની ઉત્પત્તિ વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. અહીં વાવડીઓ શેરડીના રસ જેવા પાણીથી ભરેલી છે. તેમાં ઉત્પાત પર્વત છે. તે સંપૂર્ણ વજમય અને સ્વચ્છ છે. અહીં અશોક અને વીતશોક નામના બે મહર્દિક દેવ રહે છે તેથી તેનું નામ અરુણદ્વીપ છે. અહીં ચંદ્ર-સૂર્ય આદિ સંખ્યાત જ્યોતિષી દેવોના વિમાનો છે. ७० अरुणं णं दीवं अरुणोदे णामं समुद्दे, तस्सवि तहेव परिक्खेवो अट्ठो, खोदोदगे, वरिं सुभद्दसुमणभद्दा एत्थ दुवे देवा महिड्डिया सेसं तहेव । अरुणोदगं समुदं अरुणवरे णामं दीवे वट्टे वलयागारसंठाणसंठिए तहेव संखेज्जगं सव्वं जाव अट्ठो खोदोदगपडिहत्थाओ, उप्पायपव्वया सव्ववइरामया अच्छा । अरुणवरभद अरुणवरमहाभद्द एत्थ दो देवा महिड्डिया । एवं अरुणवरोदे वि समुद्दे जाव देवा अरुणवर- अरुणमहावरा य एत्थ दो देवा, सेसं तहेव । अरुणवरोदं णं समुद्दं अरुणवरावभासे णामं दीवे वट्टे जाव देवा अरुणवराव - भासभद्द-अरुणवरावभासमहाभद्दा य एत्थ दो देवा । एवं अरुणवरावभासे समुद्दे । णवरं देवा - अरुणवरावभासवर - अरुणवरावभास- महावरा एत्थ दो देवा । ભાવાર્થ:- અરુણોદ નામનો સમુદ્ર અરુણદ્વીપને ચારેબાજુ ઘેરીને રહેલો છે. તેનો વિસ્તાર, પરિધિ વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે તેનું પાણી શેરડીના રસ જેવું છે અને ત્યાં સુભદ્ર અને સુમનભદ્ર નામના બે મહર્દિક દેવ રહે છે. તે અરુણોદક નામના સમુદ્રની ચારેબાજુ અરુણવર નામનો દ્વીપ છે. તે ગોળ વલયાકાર સંસ્થાનયુક્ત છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે યાવત્ ત્યાંની વાવડી આદિજલાશયમાં શેરડીના રસ જેવું પાણી છે. ત્યાંના ઉત્પાત પર્વતો સંપૂર્ણ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં અરુણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર નામના બે દેવ રહે છે. તેને ફરતો અરુણવરોદક નામનો સમુદ્ર છે. ત્યાં અરુણવર અને અરુણમહાવર નામના બે દેવ રહે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. અરુણવરોદક સમુદ્રની ચારેબાજુ અરુણવરાવભાસ નામનો દ્વીપ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy