SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર ૫૪૧ ] માનુષોત્તર પર્વત નામહેતુ :- આ પર્વત મનુષ્યક્ષેત્રની મર્યાદા કરે છે. માનુષોત્તર પર્વત સુધી જ મનુષ્યો રહે છે. કદાચ સંહરણ અને લબ્ધિની અપેક્ષાએ કોઈ મનુષ્ય માનુષોત્તર પર્વતથી બહાર જાય તે નગણ્ય છે, તેથી તેને માનુષોત્તર પર્વત કહે છે અથવા આ નામ શાશ્વત છે. અવનવકિપડાણ સપિક-માનુષોત્તર પર્વત અર્ધાજવ રાશિના આકારે સંસ્થિત છે. જવમાં ઊભો છેદ કરી તેના બે વિભાગ કરવામાં આવે, તો અર્ધ જવ છેદ કર્યો હોય તે અંદરની બાજુએ સીધો અને જવની બહારની બાજુએ ઢાળવાળો દેખાય છે. તેમ માનુષોત્તર પર્વત અંદરની તરફ અર્થાત્ આત્યંતર પુષ્કર દ્વીપની દિશામાં સમાન ભીંત જેવો એક સરખો ઊંચો છે અને પાછળના ભાગમાં એક-એક પ્રદેશની હાની વડે ક્રમશઃ ઉત્તરતા ઢાળવાળો છે. મનુષ્યક્ષેત્રની વિશિષ્ટતા - મનુષ્યક્ષેત્રમાં મનુષ્યો હોય છે અને ત્યાં જ મનુષ્યોના વસવાટ રૂપ ગામ, નગર, રાજધાની, સંનિવેશ, ઘર, દુકાન આદિ હોય છે, મનુષ્ય ક્ષેત્રમાં જ અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચતુર્વિધ સંઘ આદિ હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યો જ ન હોવાથી ગામ, નગરાદિ કે અરિહંતાદિ નથી. મનુષ્યક્ષેત્રમાં તથા પ્રકારના યોગ્ય પગલોના સંયોગથી બાદર અગ્નિ હોય છે, ચંદ્ર-સૂર્ય આદિ ગતિશીલ જ્યોતિષી દેવો હોય છે અને તેની ગતિના આધારે સૂર્ય-ચંદ્રના તાપમાં હાનિ-વૃદ્ધિ, ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ વગેરે અનેક અવસ્થાઓ થાય છે. સૂર્યના તાપની તીવ્રતાથી વાદળા બંધાય છે, પરિણામે વર્ષા, વીજળી, ઈન્દ્રધનુષ, મેઘ ગર્જના વગેરે થાય છે. વરસાદના કારણે નદી, નાળા, તળાવ વગેરે ભરાઈ જાય છે. (આ કથન સમુચ્ચય અઢીદ્વીપની અપેક્ષા છે તેમ છતાં વચ્ચે કાલોદધિ સમુદ્રમાં સર્વ બીના થતી નથી. અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો સ્થિર છે, તેમાં ગતિનો અભાવ છે. ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ મિશ્રિત થતો હોવાથી સૂર્યના તાપમાં અત્યંત ઉષ્ણતા કે ચંદ્રના તાપના અત્યંત શીતલતા હોતી નથી, તેથી ઉપરોક્ત વર્ષા આદિ અવસ્થાઓ હોતી નથી. મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્યાદિની ગતિશીલતાના કારણે વ્યવહાર કાલનું- સમયથી સાગરોપમ પર્વતના કાલનું પ્રવર્તન થાય છે. સૂત્રકારે કાલના વિવિધ એકમોનો સંકેત કર્યો છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, યથા (૧) કાલનો અવિભાજ્ય અંશ તે સમય. (૧૧) ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ (૨) અસંખ્યાત સમય = ૧ આવલિકા (૧૨) ૨ પક્ષ = ૧ માસ (૩) સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છવાસ (૧૩) ૨ માસ = ૧ ઋતુ (૪) સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ (૧૪) ૩ ઋતુ = ૧ અયન (૫) ૧ ઉચ્છવાસ નિઃશ્વાસ = ૧ પ્રાણ (૧૫) ૨ અયન = ૧ સંવત્સર = વર્ષ (૬) ૭ પ્રાણ = ૧ સ્ટોક (૧) ૫ વર્ષ = ૧ યુગ (૭) ૭ સ્તોક = ૧ લવ (૧૭) ૨૦ યુગ = ૧૦૦ વર્ષ (૮) ૭૭ લવ = ૧ મુહૂર્ત (૧૮) ૧૦ સો વર્ષ = ૧, ૦૦૦ વર્ષ (૯) અથવા ૩, ૭૭૩ શ્વાસોશ્વાસ = ૧ મુહૂર્ત (૧૯) ૧૦૦ સો હજાર વર્ષ = ૧ લાખ વર્ષ (૧૦) ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર (૨૦) ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ (ર૧) ૮૪ પૂર્વાગ – ૧ પૂર્વ આ રીતે ૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની રાશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમ આ પ્રમાણે
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy