SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ [ પરર ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ – પુષ્કરવરદ્વીપના બરાબર મધ્યભાગમાં માનુષોત્તર નામનો પર્વત છે. તે ગોળ અને વલયાકાર છે. તે પર્વત પુષ્કરવરદ્વીપને બે ભાગમાં વિભાજિત કરે છે– (૧) આત્યંતર પુષ્કરાર્ધ અને (૨) બાહ્ય પુષ્ઠરાર્ધ. | ३० अभितरपुक्खरद्धेणंभंते ! केवइयं चक्कवालविक्खंभेणं? केवइयंपरिक्खेवेणं पण्णत्ते? गोयमा !अट्ठजोयण सयसहस्साइचक्कवालविक्खभेण कोडी बायालीसा,तीसंदोण्णि यसया एगुणपण्णा। पुक्खरअद्धपरिरओ, एवंचमणुस्सखेत्तस्स ॥१॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આત્યંતર પુષ્કરાર્ધનો ચક્રવાલ વિખંભ કેટલો છે અને તેની પરિધિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! તેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. ગાથાર્થ તેની પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ) યોજન છે. મનુષ્ય ક્ષેત્રની પરિધિ પણ તેટલી જ છે.. ૧ ३१ सेकेणतुणं भंते ! एवं वुच्चइ-अभितरपुक्खरद्धे, अभितरपुक्खरद्धे य? गोयमा ! अभितरपुक्खरद्धेणं माणुसुत्तरेणं पव्वएणंसव्वओसमंता संपरिक्खित्ते। से एएणटेणंगोयमा ! अभितरपुक्खरद्धे । अदुत्तरंच णं जावणिच्चे। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આત્યંતર પુષ્કરાઈને આવ્યંતર પુષ્કરાર્ધ કહેવાનું શું કારણ છે? ઉત્તર– હે ગૌતમ ! આભ્યતર પુષ્કરાર્ધ ચારે બાજુથી માનુષોત્તર પર્વતથી ઘેરાયેલો છે, તેથી તે આત્યંતર પુષ્કરાર્ધ કહેવાય છે અથવા તે નામ નિત્ય છે. | ३२ अभितरपुक्खरद्धे णं भंते ! केवइया चंदा पभासिसुवा पुच्छा? गोयमा ! बावत्तरिंचचंदा, बावत्तरिमेव दिणकरा दित्ता। पुक्खरवरदीवड्डे, चरति एते पभासेता ॥१॥ तिण्णि सया छत्तीसा, छच्च सहस्सा महग्गहाणंतु। णक्खत्ताणतु भवे,सोलाइदुवेसहस्साइ ॥२॥ अडयाल सयसहस्सा, बावीसंखलु भवेसहस्साई। दोसय पुक्खरद्धे,तारागण कोडिकोडीणं ॥३॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આત્યંતર પુષ્કરાર્ધમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ !(ગાથાથી બોતેર ચંદ્ર અને બોતેર સૂર્ય આત્યંતર પુષ્કરાદ્ધ દ્વીપને પ્રકાશિત કરતા હતા, પ્રકાશિત કરે છે અને કરશે ૧૫૬૩૩૬(છ હજાર, ત્રણસો છત્રીસ) મહાગ્રહો અને ૨,૦૧૬(બે હજાર સોળ) નક્ષત્રો ભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે રા ૪૮,૨૨,૨૦૦(અડતાલીસ લાખ, બાવીસ હજાર, બસો) ક્રોડાકોડ તારાઓ ત્યાં શોભતા હતા, શોભે છે અને શોભશે. Iક વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં આત્યંતર પુષ્કર દ્વીપનું નિરૂપણ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy