SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેની ચારે દિશામાં ચાર અંજનગિરિ પર્વત છે. તે ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. તેના શિખરના મધ્યભાગમાં સિદ્ધાયતન(તેના અધિષ્ઠાયક દેવનું ભવન) છે. પ્રત્યેક અંજનપર્વતની ચારે દિશામાં ચાર-ચાર નંદા નામની પુષ્કરિણી (વાવડીઓ) છે. તે વાવડીઓની વચ્ચે એક-એક દધિમુખ પર્વત છે. નંદીશ્વર દ્વીપની ચારે વિદિશામાં એક-એક રતિકર પર્વત છે; તેમ કુલ ચાર રતિકર પર્વત છે. નંદીશ્વરદ્વીપમાં ચારે જાતિના દેવો તીર્થકરોના જન્માદિ સમયે તેમજ સંવત્સરી આદિ મહાપર્વોના દિવસે આવે છે. ત્યાં આવીને અણહ્નિકા મહોત્સવ ઉજવે છે અને આનંદ-પ્રમોદ કરે છે. આ રીતે અસંખ્ય દ્વીપોમાં નંદીશ્વર દ્વીપનું સ્થાન વિશિષ્ટ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy