SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર (પશ્ચિમમાં) સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. ચંદ્રોની રાજધાનીઓ પોત-પોતાના ચંદ્ર દ્વીપોથી પૂર્વદિશામાં અસંખ્ય દ્વીપ પછી પોત-પોતાના સમાન નામવાળા અન્ય દ્વીપમાં છે. સૂર્યોની રાજધાનીઓ પોત-પોતાના સૂર્યદ્વીપોથી પશ્ચિમ દિશામાં અસંખ્ય દ્વીપ પછી પોત-પોતાના સમાન નામવાળા અન્ય દ્વીપમાં છે. શેષ સમુદ્રોમાં રહેલા ચંદ્રોના ચંદ્રન્દ્વીપ પોત-પોતાના સમુદ્રની બાહ્ય પૂર્વ વેદિકાંતથી પશ્ચિમ દિશામાં સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. સૂર્યોના સૂર્યદ્વીપ પોત-પોતાના સમુદ્રના બાહ્ય પશ્ચિમી વેદિકાંતથી પૂર્વ દિશામાં સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. ચંદ્રોની રાજધાનીઓ પોત-પોતાના સમુદ્રોની પૂર્વદિશામાં અસંખ્ય સમુદ્રો પછી પોતાના નામવાળા અન્ય સમુદ્રોમાં છે. સૂર્યોની રાજધાનીઓ પોત-પોતાના સમુદ્રોની પશ્ચિમ દિશામાં પોતાના સમાન નામવાળા અન્ય સમુદ્રોમાં છે. ४८ इमे णामा अणुगंतव्वा जंबुद्दीवे लवणे, घायइ कालोद पुक्खरे वरुणे । खीर घय इक्खुवरो य, गंदी अरुणवरे कुंडले रुयगे ॥ १ ॥ आभरण वत्थ गंधे, उप्पल तिलए य पुढवि णिहि रयणे । वासहर दह णईओ, विजयावक्खार कप्पिंदा ॥२॥ पुर मंदरमावासा, कूडा णक्खत्त चंद सूरा य। एवं भाणियव्वं । ભાવાર્થ :- અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોમાંથી કેટલાક દ્વીપો અને સમુદ્રોના નામ આ પ્રમાણે છે— જંબુદ્રીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદ સમુદ્ર, પુષ્કરવરદ્વીપ, પુષ્કરવ૨સમુદ્ર, વરુણવર દ્વીપ, વરુણવરસમુદ્ર, ક્ષીરવરદ્વીપ, ક્ષીરવરસમુદ્ર, દ્યુતવરદ્વીપ દ્યુતવરસમુદ્ર, ઇક્ષુવરદ્વીપ, ઇક્ષુવર સમુદ્ર, નંદીશ્વરદ્વીપ નંદીશ્વરસમુદ્ર, અરુણવરદ્વીપ, અરુણવરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકીપ રુચકસમુદ્ર આભરણદ્વીપ, આભરણસમુદ્ર, વસ્ત્રદ્વીપ, વસ્ત્રસમુદ્ર, ગંધદ્વીપ, ગંધસમુદ્ર, ઉત્પલદ્વીપ, ઉત્પલસમુદ્ર, તિલકદ્વીપ, તિલકસમુદ્ર, પૃથ્વીદ્વીપ, પૃથ્વીસમુદ્ર, નિધિદ્વીપ, નિધિસમુદ્ર, રત્નદ્વીપ, રત્નસમુદ્ર, વર્ષધરદ્વીપ, વર્ષધરસમુદ્ર, દ્રહદ્વીપ, દ્રહસમુદ્ર, નદીદ્વીપ, નદીસમુદ્ર, વિજયદ્વીપ, વિજયસમુદ્ર, વક્ષસ્કારદ્વીપ, વક્ષસ્કારસમુદ્ર, કપિદ્વીપ કપિસમુદ્ર, ઇન્દ્રદ્વીપ, ઇન્દ્રસમુદ્ર, પુરદ્વીપ, પુરસમુદ્ર, મંદરદ્વીપ, મંદરસમુદ્ર, આવાસદ્વીપ, આવાસસમુદ્ર, કૂટદ્વીપ, ફૂટસમુદ્ર, નક્ષત્રદ્વીપ, નક્ષત્રસમુદ્ર, ચંદ્રઢીપ, ચંદ્રસમુદ્ર, સૂર્યદ્વીપ, સૂર્યસમુદ્ર વગેરે અનેક નામવાળા દ્વીપ અને સમુદ્ર છે. ४९ कहि णं भंते! देवद्दीवगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता ? गोयमा ! देवदीवस्स पुरत्थिममिल्लाओ वेइयंताओ देवोद समुद्द बारस जोयणसहस्साइं ओगाहित्ता एत्थणं देव दीवगाणं चंदाणं चंद दीवा णामं दीवा पण्णत्ता, सच्चेव वत्तव्वया जाव अट्ठो। रायहाणीओ सगाणं दीवाणं पच्चत्थिमेणं देवद्दीवं असंखेज्जाई जोयणसहस्साइं ओगाहित्ता एत्थ णं देवदीवयाणं चंदाणं चंदाओ णामं रायहाणीओ पण्णत्ताओ। सेसं तं चेव । एवं सूराणं वि, णवरं - पच्चत्थिमिल्लाओ वेइयंताओ देवोदं समुद्द बारस जोयण सहस्साई ओगाहित्ता, एत्थणं देवदीवाणं सूराणं सूरदीवा णामं दीवा पण्णत्ता । सच्चेव
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy