SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૪૫૧ ] ઉત્તર દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવત ત્યાં સિદ્ધાયતન છે. આપા તે જંબુસુદર્શનવૃક્ષના પશ્ચિમવર્તી ભવનની ઉત્તરમાં અને ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવતસકની દક્ષિણ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવત ત્યાં સિદ્ધાયતન છે. Iઘા તે જંબુ સુદર્શનવૃક્ષના ઉત્તર દિશાવર્તી ભવનની પશ્ચિમ દિશામાં અને ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવતસકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવત્ ત્યાં સિદ્ધાયતન છે. તે જંબૂસુદર્શન વૃક્ષના ઉત્તર દિશાવર્તી ભવનની પૂર્વ દિશામાં અને ઉત્તર-પૂર્વી પ્રાસાદાવતસકની પશ્ચિમ દિશામાં એક મહાન કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ છે યાવતું ત્યાં સિદ્ધાયતન છે.ટા १७४ जंबूणंसुदसणा अण्णेहिं बहूहिं तिलएहिं लउएहिं जावरायरुक्खेहिं हिंगुरुक्खेहि जावसव्वओ समता सपरिक्खित्ता । जबूए ण सुदसणाए उवरि बहवे अट्ठट्ठमगलगा पण्णत्ता तंजहा-सोत्थिय सिरिवच्छ किण्हा चामरज्झया जावछत्ताइछत्ता। ભાવાર્થ :- તે જબસદર્શનવક્ષ અન્ય અનેક તિલકવણો. લકટ વક્ષો વાવત રાયવક્ષો અને હિંગવક્ષોથી ઘેરાયેલ છે. જંબુસુદર્શનવક્ષની ઉપર આઠ-આઠ મંગલો છે. જેમ કે- સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે તથા કૃષ્ણ ચામર, ધ્વજ યાવત્ છત્રાતિછત્ર છે, તે સર્વનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १७५ जंबूए णंसुदंसणाए दुवालसणामधेज्जा पण्णत्ता,तंजहा सुदसणा अमोहा य, सुप्पबुद्धा जसोधरा । विदेह जंबूसोमणसा,णियया णिच्चमडिया ॥१॥ सुभद्दाय विसाला य,सुजाया सुमणा विय। सुदसणाए जंबूए, णामधेज्जा दुवालस ॥२॥ ભાવાર્થ – જંબુ સુદર્શનવૃક્ષના બાર નામ છે– (૧) સુદર્શન (૨) અમોઘ (૩) સુપ્રતિબુદ્ધ, (૪) યશોધર, (૫) વિદેહ જંબુ, (૬) સોમનસ, (૭) નિયત, (૮) નિત્યમંડિત, (૯) સુભદ્ર, (૧૦) વિશાલ, (૧૧) સુજાત, (૧૨) સુમન. १७६ से केणट्ठणं भंते ! एवं वुच्चइ- जंबू सुदंसणा, जंबू सुदंसणा? गोयमा ! जंबूए णं सुदसणाए जंबूदीवाहिवई अणाढिए णामं देवे महिड्डिए जाव पलिओवमट्टिईए परिवसइ । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीण जावसोलस्स आयरक्खदेवसाहस्सीणं, जंबूदीवस्स जंबूए सुदसणाए, अणाढियाए य रायहाणीए जाव विहरइ । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-जंबुसुंदसणा, जंबु सुंदसणा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જંબૂ સુદર્શનવૃક્ષને જંબુસુદર્શનવૃક્ષ કહેવાનું શું કારણ છે. ઉત્તર- હે ગૌતમ! જંબુસુદર્શનવૃક્ષ ઉપર જંબૂદ્વીપના અધિપતિ અનાદત નામના મહદ્ધિક દેવ રહે છે યાવત તેની એક પલ્યોપમની સ્થિતિ છે. તે પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવત ૧૬000 આત્મરક્ષકદેવોનું તથા જંબુદ્વીપના જંબુસુદર્શનવૃક્ષ અને અનાદતા રાજધાનીનું વાવતું આધિપત્યાદિ કરતાં ત્યાં રહે છે. તેથી હે ગૌતમ ! તે વૃક્ષને જંબૂસુદર્શન વૃક્ષ કહે છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy