SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ । ४४ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે જંબૂપીઠની ચારેબાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તે બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે જંબુપીઠની ચારેય દિશામાં એક-એક સોપાન શ્રેણી (પગથિયાઓની પંક્તિ) છે. તેના તોરણો અને છત્રાતિછત્રો સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १६४ तस्स णं जंबूपेढस्स उप्पि बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरे इ वा जावमणीणं फासो। तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थणंएगा महंमणिपेढिया पण्णत्ता-अट्ठजोयणाई आयाम विक्खंभेण, चत्तारि जोयणाईबाहल्लेणं,मणिमई अच्छा जावपडिरूवा। तीसेणं मणिपेढियाइ उवरिं एत्थ णं महं जंबूसुदसणा पण्णत्ता- अट्ठजोयणाइंउड्ढे उच्चत्तेणं अद्धजोयणं उव्वेहेणं, दो जोयणाईखंधे, अट्ठजोयणाई विक्खभेण, छ जोयणाई विडिमा, बहुमज्झदेसभाए अट्ठजोयणाई विक्खंभेणं, साइरेगाइं अट्ठजोयणाईसव्वग्गेणं पण्णत्ता; वइरामयमूला, रययसुपइट्ठियविडिमा एवं चेइयरुक्खवण्णओ जावपडिरूवा। ભાવાર્થ - તે જંબુપીઠની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તે સમાન અને સમતલ છે વગેરે મણીઓના સ્પર્શ સુધી કથન પૂર્વવત્ જાણવું જોઈએ. તે બહુસમ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક વિશાળ મણિપીઠિકા છે. તે આઠ યોજનની લાંબી, પહોળી અને ચાર યોજનની જાડી, મણિમય, સ્વચ્છ ભાવ મનોહર છે. તે મણિપીઠિકાની ઉપર વિશાળ જંબૂ સુદર્શન નામનું વૃક્ષ છે. તે જંબૂવૃક્ષ આઠ યોજન ઊંચું છે, અર્ધા યોજન જમીનમાં ઊંડું છે. તેનું થડ બે યોજન ઊંચું છે, તેની પહોળાઈ આઠ યોજન છે. તેની શાખાઓ છ યોજન સુધી ફેલાયેલી છે. તે મધ્યભાગમાં આઠ યોજન પહોળું છે. તે સમગ્રપણે અર્થાતુ અંદરની ઊંડાઈ અને બહારની ઊંચાઈ મળીને આઠ યોજનથી અધિક અર્થાત્ સાડા આઠ યોજન ઊંચું છે. તેના મૂળ વજરત્વના છે. તેની શાખાઓ રજત (ચાંદી)ની ઊંચી અને બહાર નીકળેલી છે. આ પ્રમાણે ચૈત્યવૃક્ષના વર્ણનની સમાન જંબૂવૃક્ષનું વર્ણન જાણવું જોઈએ. १६५ जंबूएणंसुदसणाए चउद्दिसि चत्तारि साला पण्णत्ता,तंजहा-पुरस्थिमेणंदक्खिणेणं पच्चत्थिमेण उत्तरेण । तत्थ णं जे से पुरथिमिल्ले साले एत्थ णं एगे महं भवणे पण्णत्ते, एगंकोस आयामेणं, अद्धकोसं विक्खंभेणं देसूर्ण कोसं उड्ढं उच्चत्तेणं, अणेगखंभसण्णिविठे वण्णओ जावभवणस्सदारंतंचेव । पमाणं पंचधणुसयाइंउड्ढउच्चत्तेणं, अड्डाइज्जाई धणुसयाई विक्खंभेणं जाववणमालाओ भूमिभागा उल्लोया मणिपेढिया पंचधणुसइया देवसयणिज्जं भाणियव्वं। तत्थणंजे से दाहिणिल्ले साले एत्थ णंएगे महं पासायवर्डसए पण्णत्ते-कोसं च उड्ढउच्चत्तेणं, अद्धकोसंआयामविक्खभेणं, अब्भूगयमूसिय पहसिया अंतो बहुसम
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy