SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર તે યમક પર્વતો એક હજાર યોજન ઊંચા છે, અઢીસો યોજન જમીનમાં ઊંડા છે. તે મૂળમાં એક હજાર યોજન, મધ્યમાં સાતસો પચાસ યોજના અને ઉપર પાંચસો યોજન લાંબા-પહોળા ગોળાઈમાં છે. તેની પરિધિ મૂળમાં સાધિક ૩,૧૨(ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન, મધ્યમાં સાધિક ૨,૩૭ર (બે હજાર, ત્રણસો બોતેર) યોજન અને ઉપર સાધિક ૧,૫૮૧(એક હજાર પાંચસો એક્યાસી) યોજનની છે. તે મૂળમાં પહોળા, મધ્યમાં સાંકડા, ઉપર પાતળા ગોપુચ્છ સંસ્થાનવાળા છે. તે સર્વ સુવર્ણમય, સ્વચ્છ અને સ્નિગ્ધ છે યાવતુ મનોહર છે. તે બંને પર્વતોની ચારે બાજુ એક-એક પદ્મવરવેદિકા અને વનખંડ છે. તે પાવરવેદિકા બે ગાઉ ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે. આ રીતે પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १४९ तेसिंणंजमगपव्वयाणं उप्पि बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते, वण्णओ जाव पच्चणुब्भवमाणा विहरति । तेसिंणंबहुसमरमणिज्जाणंभूमभागाणंबहुमज्झदेसभाए पत्तेयंपत्तेयंपासायवर्डसगा पण्णत्ता । तेणं पासायवर्डसगा बावढेि जोयणाई अद्धजोयणंच उड्डेउच्चत्तेणं एकत्तीसं जोयणाइकोसय विक्खभेण अब्भुग्गयमूसिय पहसिया, वण्णओ। उल्लोए भूमिभागो, मणिपेढियाया दोजोयणाईवरसीहासणा सपरिवारा जावजमगा चिट्ठति। ભાવાર્થ:- તે યમક પર્વતોની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવતુ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ અને દેવીઓ પુણ્યફળનો અનુભવ કરતાં વિચરે છે. તે બંને યમક પર્વત ઉપરના અતિ સમરમણીય ભૂમિભાગોની મધ્યમાં એક-એક પ્રાસાદાવતંસક છે. તે પ્રાસાદાવતસક સાડા બાસઠ યોજન ઊંચા અને સવા એકત્રીસ યોજન લાંબા-પહોળા છે. તે ગગનચુંબી છે. તે પોતાની કાંતિથી હસતા હોય તેવું પ્રતીત થાય છે, વગેરે વર્ણન કરવું જોઈએ. તેના ભૂમિભાગો ઉલ્લોકનીય-ચળકાટ યુક્ત(આકર્ષક) છે. ત્યાં બે યોજનાની મણિપીઠિકા છે અને તેના ઉપર શ્રેષ્ઠસિંહાસન છે. તે સિંહાસન સપરિવાર છે અર્થાત્ સામાનિક આદિ દેવોના ભદ્રાસનોથી તે યુક્ત છે યાવત તેના પર યમક દેવ બેસે છે. १५० से केणटेणं भंते ! एवं वुच्चइ जमगा पव्वया जमगा पव्वया ? गोयमा ! जमगेसु पव्वएसु तत्थ-तत्थ देसे तहिं-तहिं बहुईओ खुड्डाखुड्डियाओ वावीओ जावबिलपंतियाओ, तासुणंखुड्डाखुडियासु जावबिलतियासुबहूई उप्पलाई जावसहस्सपत्ताइजमगप्पभाइजमगागाराइजमगवण्णाइजमगवण्णाभाङ्गजमगाय एत्थदो देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवति । तेणं तत्थ पत्तेयं-पत्तेयं चउण्हं सामाणियसाहस्सीणं जावज़मगाणं पव्वयाणं, जमगाण य रायहाणीणं, अण्णेसिंच बहूणं वाणमंतराणंदेवाणंयदेवीणय आहेवच्चं जावपालेमाणा विहरति । सेतेणद्वेणं गोयमा! एवं वुच्चइ-जमग पव्वया,जमग पव्वया । अदुत्तरं च णं गोयमा ! जावणिच्चा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યમકપર્વતને યમક પર્વત કહેનું શું કારણ છે?
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy