SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર [ ૩૯૧ ] मंडवा अद्धतेरसजोयणाईआयामेणं जावदोजोयणाइंउड्डे उच्चत्तेणं जावमणीणं फासो। ભાવાર્થ:- તે પ્રત્યેક દ્વારની સામે મુખ મંડપ(પ્રવેશ મંડ૫) છે. તે મુખ મંડપો સાડા બાર યોજન લાંબા, છ યોજન અને એક ગાઉ(સવા છ યોજન) પહોળા અને સાધિક બે યોજન ઊંચા છે. તે મુખ મંડપો સેંકડો સ્તંભો પર સ્થિત છે યાવતું ચમકીલા છે. ભૂમિભાગનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે પ્રત્યેક મુખ મંડપોની ઉપર આઠ આઠ મંગલો છે. તે જ રીતે ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. તે પ્રત્યેક મુખ મંડપની સામે પ્રેક્ષાઘર મંડપ છે. તે પ્રક્ષાગૃહ મંડપો સાડાબાર યોજન લાંબા, છ યોજન એક ગાઉ (સવા છ યોજન) પહોળા અને સાધિક બે યોજન ઊંચા છે, તે પ્રેક્ષાગૃહના ભૂમિભાગનું મણિઓના સ્પર્શ સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. | ९३ तेसिं णं पेच्छाघरमंडवाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं वइरामयअक्खाडगा पण्णत्ता। तेसिंणं वइरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं मणिपेढिया पण्णत्ता । ताओ णं मणिपेढियाओजोयणमेगंआयाम विक्खंभेणं, अद्धजोयणंबाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ । तासि णं मणिपेढियाणं उप्पिं पत्तेयंपत्तेयं सीहासणा पण्णत्ता,सीहासणवण्णओ जावदामा परिवारो । तेसिंणं पेच्छाघरमंडवाणं I,યા, છતાછત્તા / तेसिं णं पेच्छाघरमंडवाणं पुरओ तिदिसिं तओ मणिपेढीयाओ पण्णत्ताओ। ताओ णं मणिपेढियाओ दो-दो जोयणाई आयामविक्खंभेणं जोयणं बाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ। ભાવાર્થ :- તે પ્રત્યેક પ્રેક્ષાઘરના બરાબર મધ્યભાગમાં વજમય (અખાડા)ચોક છે. તે વજમય પ્રત્યેક ચોકના મધ્યભાગમાં મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી પહોળી, અર્ધા યોજન જાડી છે. તે સર્વ મણિઓની બનેલી, સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. તે પ્રત્યેક મણિપીઠિકાઓની ઉપર સિંહાસન છે. સિંહાસન, માળાઓ અને પરિવારનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે પ્રેક્ષાઘર મંડપોની ઉપર આઠ- આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ બે યોજન લાંબી-પહોળી અને એક યોજન જાડી છે. તે સંપૂર્ણતઃ મણિમયસ્વચ્છ વાવત પ્રતિરૂપ છે. ९४ तासिंणं मणिपेढियाणं उप्पि पत्तेयं पत्तेयं चेइयथूभा पण्णत्ता । तेणं चेइयथूभा दो जोयणाई आयाम विक्खंभेणं साइरेगाइदोजोयणाई उड्ढउच्चत्तेणं, सेया संखक कुंददगरय-अमयमहियफेण-पुंजसण्णिकासा सव्वरयणामया अच्छा जावपडिरूवा। तेसिणं चेइयथूभाणं उप्पिं अट्ठमंगलगा बहु किण्ह चामरझया, छत्ताइछत्ता। ભાવાર્થ :- પ્રત્યેક મણિપીઠિકાની ઉપર ચૈત્યસૂપ છે. તે ચૈત્યસ્તુપ બે યોજન લાંબા પહોળા અને સાધિક બે યોજન ઊંચા છે. તે(ચેત્યસૂપ) શંખ, અંકરન, મોગરાના ફૂલ, જલકણ, મથિત ક્ષીરસમુદ્રના ફીણના પુંજ સમાન સફેદ, સંપૂર્ણરત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy