SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૬ ] શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- તોરણોની આગળ બે-બે મનોગુલિકાઓ(પીઠિકા-ઓટલાઓ) છે. તે ઓટલા વૈર્યરત્નમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે ઓટલાઓમાં ઘણા જ સોના ચાંદીના પાટિયા છે. સોના ચાંદીના તે પાટિયાઓમાં વજ રત્નમય ખીંટીઓ છે. વાવ તે ખીંટીઓ મોટા ગજદંત જેવી છે. તે વજમય ખીંટીઓ ઉપર લટકતા રજતમય શીકા છે, તે શીકાઓ ઉપર કાળા, નીલા, રાતા,પીળા, ધોળા, સૂતરની જાળી ઢાંકેલા, પવનથી ભરેલા અર્થાત્ જળરહિત, કોરા ખાલી ઘડાઓ છે. બધા ઘડાઓ વિર્યમય સુંદર યાવત મનોહર છે. |६३ तेसिणंतोरणाणंपुरओ दोदो चित्ता रयणकरंडगा पण्णत्ता-से जहाणामए रण्णो चाउरंतचक्कवट्टिस्स चित्ते रयणकरंडए वेरुलियमणि-फलिहपडल-पच्चोयडे साए पहाए तेपएसेसव्वओसमंता ओभासेइ उज्जोवेइ तावेइ पभासेइ, एवामेवते वि चित्ता रयण करंडगा साए पभाएतेपएसे सव्वओ समंता ओभासेंति, उज्जोर्वेति, तति, पभार्सेति। ભાવાર્થ:- તે તોરણોની આગળ રંગીન બે-બે રત્નના કરડિયા છે. જેમ કોઈ ચક્રવર્તી રાજાના વૈર્યમણિથી નિર્મિત, સ્ફટિક મણિના ઢાંકણથી આચ્છાદિત, રત્નકરંડક–પટારા પોતાની પ્રભાથી આસપાસના ચોતરફના પ્રદેશને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત, પ્રભાસિત કરે છે, તેમ આ રત્નના કરંડિયા પણ પોતાની પ્રભા(કાંતિ)થી સમીપવર્ત પ્રદેશને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત, પ્રભાસિત કરે છે. |६४ तेसिंणंतोरणाणंपुरओदोदोहयकंठागयकठानरकंठा किण्णरकंठा किंपुरिसकंठा महोरगकंठा गंधव्वकंठा उसभकंठगा पण्णत्ता सव्वरयणामया अच्छा जावपडिरूवा । तेसु ण हयकठएसु जावउसभकठएसुदो दोपुप्फचगेरीओ, एवं मल्लगधचुण्ण वत्थाभरणचंगेरीओ सिद्धत्थचंगेरीओलोमहत्थचंगेरीओसव्वरयणामयाइंअच्छाई जावपडिरूवाई। ભાવાર્થ :- તોરણોની આગળ બે-બે રત્નમય, સુંદર અશ્વકંઠક(કંઠ સુધીની ઘોડાની આકૃતિવાળા ઘોડલાઓ) છે. તેમજ ગજકંઠક, નરકંઠક કિન્નરકંઠક, કિંમ્પરિસકંઠક, મહોરગકંઠક, ગંધર્વકંઠક યાવત વૃષભકંઠક છે. તે સ્વચ્છ ભાવ પ્રતિરુપ છે. તે હયકંઠક યાવત વૃષભકંઠકની ઉપર રત્નમય બે-બે ફૂલોની છાબડીઓ છે. તે જ રીતે માળાઓ. ગંધ, ચૂર્ણ, વસ્ત્ર, આભૂષણની બે-બે છાબડીઓ, સરસવ અને મોરપીંછની બે-બે છાબડીઓ છે તે સર્વરત્નમય સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. | ६५ तेसिंणंतोरणाणंपुरओ दो दोपुप्फपडलाइं जावलोमहत्थपडलाइंसव्वरयणामयाई जावपडिरूवाई। ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે પુષ્પપટલ યાવિત લોમહસ્તક પટલ છે, તે સર્વરત્નમય થાવત્ પ્રતિરૂપ છે. ६६ तेसिं णं तोरणाणं पुरओ दो-दो सीहासणाइं पण्णत्ताइ । तेसिंणं सीहासणाणं अयमेयारूवेवण्णावासेपण्णत्तेतहेव जाव पडिरूवाई। ભાવાર્થ-તે તોરણોની આગળ બે-બે સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવત્ તે પ્રતિરૂપ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy