SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩ર | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | ३१ तेसिणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं पत्तेयं तोरणा पण्णत्ता । तेसिणं तोरणाणं इमे एयारूवेवण्णावासे पण्णत्ते,तंजहा-तोरणा णाणामणिमयाणाणामणिमएसु थंभेउवणिविट्ठसण्णिविट्ठा, विविहमुत्तंतररूवोवचिया विविहतारारूवोवचिया ईहामिय उसमतुरगणस्मगविहगवालगकिंणरुरुसरभचमस्कुंजस्वणलयपउमलय भत्तिचित्ता खंभुग्गयवइरवेइया-परिगयाभिरामा विज्जाहस्जमलजुयल-जंतजुत्ताविव अच्चीसहस्स मालणीया रूवगसहस्सकलिया भिसमाणा भिब्भिसमाणाचक्खुल्लोयणलेसासुहफासा सस्सिरीयरूवा जावपडिरूवा। ભાવાર્થ:- તે ત્રણે સુંદર ત્રિસોપાન શ્રેણીઓની આગળ તોરણો છે. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે છે- તે તોરણો વિવિધ પ્રકારના મણિઓથી બનેલા, વિવિધ પ્રકારના મણિમય સ્તંભો ઉપર ગોઠવેલા હોવાથી તે નિશ્ચલ છે, તે વિવિધ પ્રકારના મોતીઓથી યુક્ત રચનાવાળા છે. તે અનેક પ્રકારના તારાઓના આકારથી સુશોભિત છે. તે તોરણોમાં વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેના ચિત્રો છે. સ્તંભગત વજરત્નમય વેદિકાથી તે રમણીય લાગે છે; તે તોરણોમાં યંત્રથી સંચાલિત સમશ્રેણીએ સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી યુગલોના પૂતળાઓ ફરતા દેખાય છે. તે તોરણો રત્નોના હજારો કિરણોથી સૂર્યની જેમ ઝગારા મારે છે. હજારો ચિત્રોથી ઉપશોભિત છે, દેદીપ્યમાન, અતિ દેદીપ્યમાન, ઉડીને આંખે વળગે તેવા તેજવાળા, અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી પ્રાસાદીય, દર્શનીય, સુંદર અને મનોહર રૂપાકૃતિવાળા છે. | ३२ तेसिंणंतोरणाणंउप्पिं बहवेअटुटुमंगलगापण्णत्ता-सोत्थिय सिरिवच्छ णंदियावत्त वद्धमाण-भद्दासण कलसमच्छ दप्पणासव्वरयणामयाअच्छा जावपडिरूवा। तेसिंणं तोरणाणं उप्पि किण्हचामरज्झया णीलचामरज्झया लोहियचामरज्झया हालिद्दचामरज्झयासुक्किलचामरज्झया अच्छा सहारुप्पपडा वरदंडाजलयामलगंधीया सुरूवा पासाइया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। तेसिंणंतोरणाणं उप्पिं बहवे छत्ताइछत्ता पडागाइपडागाघंटाजुयलचामरजुयला उप्पलहत्थयापउमणलिण जावसहस्सपत्तहत्थगासव्वरयणामया अच्छाजाव पडिरूवा। ભાવાર્થ:- તે તોરણોની ઉપરના ભાગમાં આઠ-આઠ મંગલો છે. તે આઠ મંગલોના નામ આ પ્રમાણે છે(૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદાવર્ત (૪) વર્ધમાન (૫) ભદ્રાસન (૬) કલશ (૭) મત્સ્ય (૮) દર્પણ. આ સર્વ મંગલો સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ભાવતુ અતિસુંદર ઘાટીલા છે. તે તોરણોની ઉપરના ભાગમાં વજના દંડવાળી કાળા ચામરોની ધ્વજાઓ, નીલ ચામરોની ધ્વજાઓ, લાલ ચામરોની ધ્વજાઓ, પીળા ચામરોની ધ્વજાઓ અને સફેદ ચામરોની ધ્વજાઓ છે. તે ધ્વજાઓ સ્વચ્છ, કોમળ, પ્યમય પટ્ટથી સુશોભિત, કમળ જેવી સુગંધથી સુગંધિત, સુરમ્ય, સુંદર, પ્રાસાદીય, દર્શનીય, મનોજ્ઞ અને મનોહર છે. તે તોરણોના ઉપર છત્રાતિછત્ર–ઉપરાઉપર છત્ર હોય તેવા અનેક છત્રો; પતાકાતિપતાકાઓપતાકા ઉપર પતાકા હોય, તેવી અનેક પતાકાઓ, અનેક ઘંટા યુગલો, અનેક ચામર યુગલો, અનેક
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy