SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અછા- આકાશ અને સ્ફટિકની સમાન અત્યંત સ્વચ્છ છે. - ચીકણા તંતુઓથી બનેલા વસ્ત્રની જેમ સ્નિગ્ધ પુદ્ગલ સ્કંધોની બનેલી છે. તા- મુલાયમ વસ્ત્રની જેમ સુંવાળી છે. ઘઊં- ખરસાણથી ઘસેલા પત્થરની પ્રતિમાની જેમ લીસી છે. મા- સુકોમળ શાનથી(પત્થરનો પ્રકાર) ઘસેલી પ્રતિમાની જેમ અત્યંત લીસી છે. ખારવા- સ્વાભાવિક રીતે જ રજ રહિત હોવાથી નીરજ છે. નિર્મલ- આગંતુકમલના અભાવથી નિર્મલ છે. તે સ્થાન શાશ્વત છે, આજુ-બાજુથી ધૂળ,રજ વગેરે ઊડીને તેને મલિન બનાવતા નથી, તેથી તે નિર્મલ છે. fપપ્પા - કોઈપણ પ્રકારની કાલિમાથી રહિત હોવાથી નિષ્પક છે. કિંજરડછાયા- કોઈપણ પ્રકારના ઉપઘાત રહિત. પ્રકાશિત દીપકની જેમ તેનું તેજ પણ ઉપઘાત અને આવરણ રહિત (ચમકતું) છે. સખા - સ્ફટિક રત્નમય હોવાથી પોતાના સ્વરૂપથી જ પ્રભાસંપન્ન છે. સરિયા- તેના કિરણો બહાર નીકળતા હોવાથી તે સમરીચિ-કિરણો સહિત છે. સોયા- બહાર રહેલી વસ્તુઓને પ્રકાશિત કરતી હોવાથી સોધોતા–ઉદ્યોત સહિત છે. પાસાયા- મનને પ્રસન્નતાજનકહોવાથી પ્રાસાદીય છે. રિસનિષ્ણા- તેને જોતાં આંખોને શ્રમ લાગતો નથી તેથી દર્શન યોગ્ય દર્શનીય છે. બહવા- તેનું રૂપ જોનારાના મનને પ્રસન્નતાજનક અને અનુકૂળ હોવાથી અભિરૂપ છે અર્થાત્ અત્યંત કમનીય-અભિલષણીય છે. પડવા- તેનું રૂપ અસાધારણ વિશિષ્ટ જબૂઢીપ જગતી પ્રમાણ:હોવાથી અથવા પ્રતિક્ષણ નવું-નવું જ પ્રતીત| M ટ થતું હોવાથી પ્રતિરૂપ છે, અતિસુંદર છે. તે જગતી ઉપરોક્ત વિશેષણોથી વિશિષ્ટ છે. પદ્મવર વેદિકા, વનખંડ આદિના વર્ણનમાં| પણ છે નાપતિને પાઠનો પ્રયોગ છે. દરેક સ્થાને તે શબ્દોના અર્થ ઉપર પ્રમાણે જ સમજવા. જંબૂદ્વીપની જગતીનું માપ:- આ જગતી આઠ યોજન ઊંચી અને પૃથ્વીના મૂળ ભાગમાં બાર યોજન પહોળી છે. ઉપર-ઉપર તેની પહોળાઈ ઘટતી જાય છે. એક યોજનની ઊંચાઈ પર તે ૧૧ યોજન પહોળી છે. બે યોજનની ઊંચાઈ પર ૧૦ યોજન પહોળી છે. આ રીતે ક્રમશઃ ઘટતા આઠ યોજનની ઊંચાઈ પર ચાર યોજના —૧૨ ચો. મૂર્ખમાં પહોળાઈ === I mith & Maiyકોને , પદ્મવર વાદક છે. , ' ' 8 8 & w 26 જે Aww
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy