SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩ઃ મનુષ્યાધિકાર ૨૮૧ પ્રતિપત્તિ - ૩ મનુષ્યાધિકાર IEEEEEEEEEEEE) મનુષ્યોના ભેદઃ| १ से किं तं भंते ! मणुस्सा ? गोयमा ! मणुस्सा दुविहा पण्णत्ता, तं जहासमुच्छिममणुस्सा यगब्भवक्कतियमणुस्सा य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મનુષ્યના બે પ્રકાર છેસંમૂર્છાિમ મનુષ્ય અને (૨) ગર્ભજ મનુષ્ય. સંમૂર્છાિમ મનુષ્યઃ| २ सेकिंतंभंते !समुच्छिममणुस्सा?गोयमा ! समुच्छिममणुस्सा एगागारापण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સંભૂમિ મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્ય એક જ પ્રકારના છે. | ३ कहि णं भंते ! संमुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतोमणुस्सखेत्ते जहा पण्णवणाए जावसेतं समुच्छिममणुस्सा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ સંમૂર્છાિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યના ૧૪ પ્રકારની અશુચિના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવું કાવત્ સંમૂર્છાિમ મનુષ્યોનું કથન પૂર્ણ થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં મૂર્છાિમ મનુષ્યો સંબંધી સંક્ષિપ્ત કથન છે. ગર્ભજ મનુષ્યોના ચૌદ પ્રકારના અશુચિ સ્થાનમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે જીવો અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે, તેથી તેમાં અપર્યાપ્તનો એક જ પ્રકાર છે. તેનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર તથા પ્રસ્તુત આગમની પ્રથમ પ્રતિપત્તિ અનુસાર જાણવું. ગર્ભજ મનુષ્યો - | ४ से किं तं भंते ! गब्भवक्कंतियमणुस्सा? गोयमा ! गब्भवक्कंतियमणुस्सा तिविहा पण्णत्ता,तंजहा- कम्मभूमगा, अकम्मभूमगा, अंतरदीवगा। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! ગર્ભજ મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ગર્ભજ મનુષ્યના ત્રણ પ્રકાર છે, જેમ કે- (૧) કર્મભૂમિજ– કર્મભૂમિમાં જન્મ ધારણ કરનારા, (૨) અકર્મભૂમિજ– અકર્મભૂમિમાં જન્મ ધારણ કરનારા, (૩) અંતરીપજ- અંતરદ્વીપમાં જન્મ ધારણ કરનારા.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy