SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર સંક્ષેપમાં આકાશની ઉપર તનુવાત, તેની ઉપર ઘનવાત, તેની ઉપર ઘનોદધિ અને તેની ઉપર નરક પૃથ્વી સ્થિત છે. આ વિષયની સ્પષ્ટતા માટેના બે દષ્ટાંત આ પ્રમાણે છે– ૧૯૪ (૧) કોઈ વ્યક્તિ મશકને હવાથી ફુલાવીને તેના મોઢાને અને વચલા ભાગને દોરીથી બાંધીને પછી મશકનું મોઢું ખોલી ઉપરના ભાગમાં પાણી ભરી, ફરીથી મશકનું મોઢું બાંધી દે અને પછી વચ્ચેનું બંધન ખોલી નાંખે, તો મશકના ઉપરના ભાગમાં જે પાણી છે, તે ઉપરના ભાગમાં જ રહેશે અર્થાત્ નીચે ભરેલી હવા ઉપર જ તે પાણી ટકી રહે છે પરંતુ તે પાણી નીચે જતું નથી. જેમ તે પાણી નીચે ભરેલા વાયુના આધારે જ ટકી રહે છે, એ જ રીતે ઘનવાતની ઉપર ઘનોદધિ ટકી રહે છે. (૨) કોઈ વ્યક્તિ ખાલી ડબલું(હવા ભરેલું) અથવા હવા ભરેલી મશકને કમરે બાંધીને પાણીમાં ઉતરે તો તે વ્યક્તિ પાણીમાં ડૂબતી નથી, તે સપાટી પર જ રહે છે. તે હવાના આધારે, પાણીના ઉ૫૨ રહે છે. તેવી રીતે ઘનવાત ઉપર ઘનોદધિ અને ઘનોદધિ પર પૃથ્વીઓ ટકી શકે છે. સાતે ય નરકભૂમિઓ એક બીજાની નીચે-નીચે છે પરંતુ તે તદ્દન જોડાયેલી નથી. તેની વચ્ચે ઘણુ જ અંતર છે. તે અંતરમાં પ્રત્યેક નરક પૃથ્વીની વચ્ચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને શુદ્ધ આકાશ છે. પ્રથમ નરક પૃથ્વીની નીચે ૨૦,૦૦૦ યોજન સુધી ઘનોદધિ છે, ત્યાર પછી અસંખ્યાત હજાર યોજન સુધી ઘનવાત છે, ત્યાર પછી અસંખ્યાત હજાર યોજન સુધી તનુવાત છે. ત્યાર પછી અસંખ્યાત હજાર યોજન સુધી શુદ્ધ આકાશ છે અને ત્યાર પછી બીજી શર્કરાપ્રભા નરક પૃથ્વી છે, તેની નીચે પણ તે જ ક્રમથી, તેટલી જ જાડાઈમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ દ્રવ્ય છે. આ રીતે સાતે નરક પૃથ્વી પર્યંત જાણવું. ખરકાંડના સોળ વિભાગ છે અને પ્રત્યેક વિભાગની જાડાઈ એક હજાર યોજનની છે. સોળ કાંડોની કુલ જાડાઈ ૧૬,૦૦૦(સોળ હજાર) યોજન છે, બીજા પંકબહુલ કાંડની જાડાઈ૮૪,૦૦૦(ચોરાસી હજાર) યોજન છે અને અઘ્ધહુલ કાંડની જાડાઈ ૮૦,૦૦૦(એંસી હજાર)યોજન છે. આ રીતે રત્નપ્રભાના ત્રણે ય કાંડોની જાડાઈ મેળવવાથી રત્નપ્રભાની જાડાઈ ૧,૮૦,૦૦૦(એક લાખ એંસી હજાર) યોજનની થાય છે. અન્ય નરકપૃથ્વીમાં કોઈ વિભાગ-કાંડ નથી. રત્નપ્રભાદિ પૃથ્વીમાં વર્ણાદિમાં દ્રવ્યોઃ २१ इमीण भंते! रयणप्पभापुढवीए असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए खेत्तच्छेएणं छिज्जमाणीए अत्थि दव्वाइं वण्णओ काल-णील-लोहिय हालिद्द सुक्किलाई, गंधओ सुरभि गंधाइंदुब्भिगंधाई, रसओ तित्तकडुयकसाय अंबिल-महुराई, फासओ कक्खङमउयगरुयलहुय सीय-उसिण- णिद्धलुक्खाई, संठाणओ परिमंडल- वट्ट-तस - चउरस- आयय संठाणपरिणयाई अण्णमण्णबद्धाइं अण्णमण्णपुट्ठाई, अण्ण-मण्णओगाढाई, अण्णमण्णसिणेहपडिबद्धाई अण्णમળપડત્તાવિકૃતિ ? પોયમા ! હતા અસ્થિ । ભાવાર્થ :- પ્રશ્ન-હે ભગવન્! એક લાખ એંસી હજાર યોજન જાડાઈવાળી અને ક્ષેત્રચ્છેદન–બુદ્ધિ દ્વારા પ્રતરકાંડ આદિ રૂપમાં વિભક્ત, આ રત્નપ્રભા પૃથ્વીના વર્ણથી કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ; ગંધથી સુરભિગંધવાળા અને દુરભિગંધવાળા; રસથી તીખા, કડવા, કષાયેલા, ખાટા, મીઠા તથા સ્પર્શથી કઠોર, કોમળ, ભારે, હલકા, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ; સંસ્થાનથી પરિમંડલ(બંગડી સમાનગોળ)
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy