________________
૩૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સમુદ્રઘાત થાય છે. તે જીવ આત્મપ્રદેશોને ફેલાવીને લંબાઈમાં સંખ્યાત યોજન અને પહોળાઈ તેમજ જાડાઈમાં શરીર પ્રમાણ દંડ બનાવે છે. આ સ્થિતિમાં પૂર્વે બાંધેલા વૈક્રિય નામ કર્મના દલિકોનો નાશ કરે અને વૈક્રિય શરીર બનાવવા યોગ્ય નવા દલિકોને ગ્રહણ કરે છે. આ ક્રિયાને વૈક્રિય સમુઘાત કહે છે.
૫. તૈજસ સમુઘાત- તેજોલબ્ધિના પ્રયોગ સમયે તૈજસ શરીર નામકર્મના ઉદયથી પૂર્વવત્ આ સમુદ્યાત થાય છે. તેમાં તૈજસ શરીર નામકર્મના દલિકોની નિર્જરા થાય છે.
૬. આહારક સમઘાતઆહારક લબ્ધિના પ્રયોગ સમયે આહારક શરીર નામકર્મના ઉદયથી આ સમુઘાત થાય છે. તેમાં આહારક શરીર નામકર્મના દલિકોની નિર્જરા થાય છે.
૭. કેવળી સમઘાત- આ સમુદ્યાત કેવળી ભગવાન મોક્ષગમનના અંતર્મુહૂર્ત પહેલા કરે છે. જ્યારે તેમના આયુષ્યની સ્થિતિ અલ્પ હોય અને વેદનીય, નામ, ગોત્રકર્મની સ્થિતિ અધિક હોય ત્યારે જ કેવળી ભગવાન, કેવળી સમુઘાત કરે છે. તેમાં વેદનીયાદિ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સમાન થઈ જાય છે. ત્યાર પછી તે આત્મપ્રદેશોનો સંકોચ કરીને સ્વશરીરમાં સ્થિત થઈ જાય છે. તેમાં કુલ આઠ સમય વ્યતીત થાય છે. [સમુઠ્ઠાતના વિશેષ વર્ણન માટે જુઓ શ્રી ભગવતી સૂત્ર ભાગ-૧, શતક-ર/૨, પેજ-ર૮૦, ૨૮૧, ૨૮૨ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩] (૧) સંજી દ્વાર :- ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળને સમજવાની શક્તિરૂપ સંજ્ઞા જેને હોય તે સંજ્ઞી છે. વિશિષ્ટ સ્મરણાદિ રૂપ મનોવિજ્ઞાનવાળા જીવ સંજ્ઞી છે, મનોવિજ્ઞાનથી રહિત જીવ અસંજ્ઞી છે. (૧૧) વેદ દ્વારઃ- વેદ મોહનીય કર્મના ઉદયથી થતી મૈથુનજન્ય અભિલાષાને વેદ કહે છે. તેના ત્રણ ભેદ છે. (૧) જે વેદના ઉદયથી પુરુષ સાથે સંભોગની અભિલાષા થાય તે, સ્ત્રી વેદ છે. (૨) જે વેદના ઉદયથી સ્ત્રી સાથે સંભોગની અભિલાષા થાય, તે પુરુષ વેદ છે અને (૩) જે વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંને સાથે સંભોગની અભિલાષા થાય, તે નપુંસક વેદ છે. (૧૨) પર્યાપ્તિ દ્વારઃ- પર્યાપ્તિ એટલે યોગ્યતા, શક્તિ વિશેષ. ઉત્પત્તિ સ્થાનમાં આવીને પ્રથમ સમયે ગ્રહણ કરેલા પુદ્ગલો અને ત્યાર પછી પ્રતિ સમયે ગ્રહણ થતાં પુગલોને શરીરાદિરૂપે પરિણાવવાની જીવની શક્તિ વિશેષને પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિના છ પ્રકાર છે- (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ.
૧. આહાર પર્યાપ્તિ આહાર યોગ્ય પગલોને ગ્રહણ કરી, રસ અને ખલરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને આહાર પર્યાપ્તિ કહે છે. ૨. શરીર પર્યાતિ– આહારરૂપે પરિણત થયેલા પુગલોને રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર, આ સાત ધાતુરૂપે પરિણાવવાની શક્તિ વિશેષને શરીર પર્યાપ્તિ કહે છે.(સપ્તધાતુમાં) મેદની જગ્યાએ કયાંક ચામડીની ગણના થાય છે. ૩. ઇન્દ્રિય પર્યાતિસપ્તધાતુરૂપે પરિણત પુદ્ગલોને ઇન્દ્રિયરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે અથવા પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઇન્દ્રિયરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે. ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ શ્વાસોશ્વાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી, શ્વાસોશ્વાસરૂપે પરિણાવી, કાયયોગનું અવલંબન લઈ શ્વાસોશ્વાસરૂપે છોડવાની યોગ્યતાને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કહે છે. ૫. ભાષા પતિ - ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણાવી, વચનયોગનું અવલંબન લઈ ભાષારૂપે છોડવાની યોગ્યતાને ભાષા પર્યાપ્તિ કહે છે. ૬. મન પર્યાપ્તિ-મનોવર્ગણાના પગલોને ગ્રહણ