SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ૧. સમચતુરા સંસ્થાન– જે શરીર સર્વાંગે પ્રમાણોપેત હોય, તે સમચતુરસ સંસ્થાન છે. તેના માટે વ્યાખ્યા ગ્રંથોમાં આ પ્રમાણે વર્ણન છે કે પલાંઠી વાળીને બેસતાં જમણા જાનુ અને ડાબો ખભ્ભો, જમણો ખભો અને ડાબી જંઘાનું અંતર સમાન હોય, આસનથી (બેઠકથી) કપાળ સુધીનું અંતર સમાન હોય તેવી શરીરની આકૃતિને સમચતુરસ સંસ્થાન કહે છે ૨. ત્યગ્રોધ પરિમંડલ સંસ્થાન– ન્યગ્રોધનો આ વટવૃક્ષ છે, વટવૃક્ષની જેમ જે શરીરમાં નાભિથી ઉપરનો ભાગ સુંદર અને નીચેનો ભાગ હીન હોય, તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન છે. ૩. સાદિ સંસ્થાન– અહીં સાદિનો અર્થ નાભિથી નીચેનો ભાગ છે. જે શરીરમાં નાભિથી નીચેનો ભાગ સુંદર હોય અને ઉપરનો ભાગ હીન હોય, તે સાદિ સંસ્થાન છે. ૪. કુબ્જ સંસ્થાન– જે શરીરમાં હાથ, પગ, મસ્તક, ગ્રીવા આદિ અવયવો પ્રમાણોપેત હોય પરંતુ છાતી, પીઠ, પેટ, પ્રમાણોપેત ન હોય, તે કુબ્જ સંસ્થાન છે. ૫. વામન સંસ્થાન– જે શરીરમાં છાતી, પેટ, પીઠ આદિ અવયવ સપ્રમાણ હોય પરંતુ હાથ, પગ આદિ અવયવો સપ્રમાણ ન હોય, તે વામન સંસ્થાન છે. ૬. હુંડ સંસ્થાન– જે શરીરના બધા અવયવ હીનાધિક અશુભ અને વિકૃત હોય તે હુંડ સંસ્થાન છે. હર (૫) કષાય દ્વાર ઃ– કષ એટલે સંસાર, જેના દ્વારા જીવ સંસારને પ્રાપ્ત કરે છે, તે કપાય છે. તેના ચાર પ્રકાર છે— ક્રોધ, માન, માયા અને લોભ. (૬) સંજ્ઞા દ્વાર :– જીવની અભિલાષારૂપ ચેષ્ટાને સંજ્ઞા કહે છે. તેના ચાર પ્રકાર છે—આહાર સંજ્ઞા, મય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. ૧. આહાર સંશા– સુધાવેદનીય કર્મના ઉદયથી આહારની અભિલાષારૂપ આત્મપરિણામોને આહારસંજ્ઞા કહે છે. ૨. ભય સંશા− ભય મોહનીયના ઉદયે ઉત્પન્ન ભય રૂપ પરિણામોને ભયસંજ્ઞા કહે છે. ૩. મૈથુન સંશા– વેદમોહના ઉદયજનિત મૈથુનની અભિલાષાને મૈથુન સંજ્ઞા કહે છે. ૪. પરિગ્રહ સંશા— લોભ મોહના ઉદયથી થતાં આસક્તિના પરિણામ પરિસહ સંજ્ઞા છે. (૭) લેશ્યા દ્વાર ઃ– જેના દ્વારા જીવ કર્મથી લેપાય, તે આત્મ પરિણામને લેશ્યા કહે છે તેમજ કષાય અને યોગથી અનુરોઁજત આત્મ પરિણામને લેશ્યા કહે છે. તેના છ પ્રકાર છે– કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા. તે છે લેશ્યાના પરિણામોને શાસ્ત્રકારોએ જાંબુ ખાનારા છ પુરુષોના દૃષ્ટાંતથી સમજાવ્યા છે. છ પુરુષો જાંબુ ખાવા માટે એક વૃક્ષ નીચે બેઠા. તે સહુની જાંબુ મેળવવા માટેની વિચારધારા ભિન્ન ભિન્ન હતી. તે પુરુષોએ પોતપોતાના વિચારો ક્રમશઃ આ પ્રમાણે પ્રગટ કર્યા— (૧) જાંબુ ખાવા જાંબુના વૃક્ષને જ જડમૂળથી ઉખેડી નાંખીએ (૨) વૃક્ષને મૂળથી ઉખેડવાની જરૂર નથી થડથી જ કાપી લઈએ (૩) મૂળ કે થડને કાપ્યા વિના જે જે ડાળીઓ પર જાંબુ લટકે છે તે ડાળીઓને કાપી લઈએ (૪) કેવળ જાંબુના ગુચ્છને જ તોડી લઈએ (૫) તે ગુચ્છમાંથી પાકી ગયેલા જાંબુને તોડીએ (૬) નીચે પડેલા જાંબુને ભેગા કરીને ખાઈ લઈએ. એક જ પ્રયોજનની સિદ્ધિ માટે છ પુરુષોના પ્રગટ થયેલા પરિણામોમાં ક્રમશઃ હિંસક ભાવમાં મંદતા જણાય છે. તે જ રીતે છ એ વૈશ્યાના આત્મપરિણામોમાં પણ ક્રમશઃ કષાયની મંદતા હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અનુસાર છ વેશ્યાના પરિણામ આ પ્રમાણે છે (૧) પાંચ આશ્રવોનું નિરંતર સેવન કરનાર; મન, વચન, કાયાનો અસંયમી, છ કાયનો હિંસક, આરંભ સમારંભમાં આસક્ત, પાપકાર્યોમાં સાહસિક, ક્ષુદ્ર, ક્રૂર, અજિતેન્દ્રિય, સર્વનું અહિત કરવાની કુટિલ ભાવનાવાળો જીવ કૃષ્ણલેશી છે. (૨) અજ્ઞાની, રસલોલુપી, દ્વેષી, નિર્લજ, લંપટ, ઈર્ષ્યાળુ, શઠ, પ્રમાદી, સ્વાર્થી વગેરે પરિણામવાળો જીવ નીલલેશી છે. (૩) વક્રપરિણામી, માયાવી, અભિમાની, પોતાના દોષને છુપાવનાર, પરિગ્રહી, ચોર, મિથ્યાદષ્ટિ, કઠોરભાષી વગેરે પરિણામવાળો જીવ કાર્પીતલેશી છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy