SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] શ્રી રાયપસણીય સૂત્ર आमलकप्पाए णगरीए बहिया अंबसालवणे चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ । तं गच्छह णं तुम्हे देवाणुप्पिया ! जंबुद्दीवं दीवं भारहं वासं आमलकप्पं णयरिं अंबसालवणं चेइयं समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेह, करेत्ता वंदह णमंसह, वंदित्ता णमंसित्ता साइं साई णामगोयाइं साहेह, साहित्ता समणस्स भगवओ महावीरस्स सव्वओ समंता जोयणपरिमंडलं जं किंचि तणं वा पत्तं वा कटु वा सक्करं वा असुई वा अचोक्खं वा पूइयं वा दुब्भिगंधं वा तं सव्वं आहुणिय-आहुणिय एगंते एडेह, एडित्ता णच्चोदगंणाइमट्टियं पविरलफुसियं रयरेणुविणासणं दिव्वं सुरभिगंधोदयवासं वासह, वासित्ता णिहयरयं णहरयं भट्ठरयं उवसंतरयं पसंतरयं करेह, करित्ता जलयथलय भासुरप्प भूयस्स बिटट्ठाइस्स दसद्धवण्णस्स कुसुमस्स जाणुस्सेहपमाणमेत्तं ओहिं वासं वासह, वासित्ता कालागुरु-पवरकुंदुरुक्क-तुरुक्क- धूव- मघमघंत- गंधुद्धयाभिरामं सुगंध-वरगंधियं गंधवट्टिभूयं दिव्वं सुरवराभिगमणजोग्गं करेह, कारवेह, करित्ता य कारवेत्ता य खिप्पामेव एयमाणत्तियं पच्चप्पिणह। ભાવાર્થ:- હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રવર્તી આમલકલ્પા નગરીની બહાર આમ્રપાલવન ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં બિરાજે છે. તો હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જંબુદ્વીપ નામક દ્વીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર આપ્રશાલવન ઉદ્યાનમાં બિરાજમાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદનનમસ્કાર કરીને, તમારા નામ-ગોત્ર કહીને અર્થાત્ તમારો પરિચય આપીને પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ચારેબાજુની યોજન પ્રમાણ ગોળાકાર ભૂમિમાં ઘાસ, પાંદડાં, લાકડાં, અશુચિ, મલિન, સડેલા દુર્ગધી પદાર્થો વગેરે જે કાંઈ પડ્યું હોય તેને ત્યાંથી ઉઠાવી, દૂર એકાંત સ્થાનમાં નાખીને તે ભૂમિને એકદમ સ્વચ્છ કરો; પછી સુગંધી પાણીની એવી રીતે ઝરમર વર્ષા કરો કે જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ બેસી જાય પણ જમીન બહુપાણીવાળી, કીચડવાળી ન થાય. આ પ્રકારની જલવૃષ્ટિ દ્વારા તે ભૂમિને નિહત રજ, નષ્ટ રજ, ભ્રષ્ટ રજ, ઉપશાંત રજ અને પ્રશાંત રજ બનાવો અર્થાત્ તે ભૂમિ પર જરામાત્ર રજ ન ઉડે તેવી બનાવો; પછી તે ભૂમિ પર જલના-સ્થળના વિકસિત, વૃત સહિતના પાંચ વર્ણવાળા પુષ્પોની, ઘૂંટણ સુધીના પ્રમાણવાળી, પુષ્પના ડીંટીયા નીચે રહે તે રીતે વૃષ્ટિ કરો અને ત્યાર પછી કાલાગુરુ, ઉત્તમ કુંદરુષ્ક, તુરુષ્ક-લોબાનની સુગંધથી તેને સુગંધિત બનાવો; જાણે તે ભૂમિ સુગંધની અગરબત્તી હોય તેવી મઘમઘતી અને રમણીય બનાવીને, દેવોના આગમન-અવતરણ યોગ્ય કરો, કરાવો અને કાર્ય પૂર્ણ થઈ જાય, ત્યારે તેની મને જાણ કરો. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પ્રભુદર્શન અને ધર્મશ્રવણનું મહાન ફળ, સૂર્યાભદેવનો પ્રભુદર્શન માટેનો વિચાર અને તેની પૂર્વ તૈયારીરૂપે આભિયોગિક દેવોને કરેલા આદેશનું વિધાન છે.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy