SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા | १७७ । કરશે અને મુંડિત થઈને, ગૃહ ત્યાગ કરીને અણગારપણાને-પ્રવ્રજ્યાને અંગીકાર કરશે. તે દઢપ્રતિજ્ઞા અણગાર ધર્મનું પાલન કરીને, ઈર્યાસમિતિ આદિ અણગાર ગુણોથી સંપન્ન અને અનેક ઉપમાઓને યોગ્ય બનશે યાવતુ પ્રજ્વલિત અગ્નિની જેમ પોતાના તેજથી ચમકવા લાગશે. કેવળજ્ઞાન અને મુક્તિ - १३० तस्स णं भगवओ अणुत्तरेणं णाणेणं एवं दसणेणं चरित्तेणं आलएणं विहारेण अज्जवेणं मद्दवेणं लाघवेणं खंतीए गुत्तीए मुत्तीए अणुत्तरेणं सव्वसंजमसुचरियतव-फलणिव्वाणमग्गेण अप्पाणं भावेमाणस्स अणंते अणुत्तरे कसिणे पडिपुण्णे णिरावरणे णिव्वाघाए केवलवरणाणदंसणे समुप्पज्जिहिइ । ભાવાર્થ :- દઢપ્રતિજ્ઞ અણગાર, સર્વોત્તમ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, અપ્રતિબદ્ધવિહાર, સરળ તા, નિરભિમાનતા, લઘુતા, ક્ષમા, ગુપ્તિ, નિર્લોભતા તથા સુઆચરિત સંયમ અને તપના ફળ સ્વરૂપી નિર્વાણ માર્ગ(મોક્ષમાર્ગ)માં આત્માને ભાવિત કરતા અનંત, અનુત્તર, સકલ, પરિપૂર્ણ, નિરાવરણ, નિર્વાઘાત- અપ્રતિહત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરશે. १३१ तए णं से भगवं अरहा जिणे केवली भविस्सइ सदेवमणुयासुरस्स लोगस्स परियायं जाणिहिइ तं जहा- आगई गई ठिई चवणं उववायं तक्कं कडं मणोमाणसियं खइयं भुत्तं पडिसेवियं आवीकम्मं रहोकम्मं अरहा अरहस्सभागी तं तं मणवयकायजोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विहरिस्सइ । ભાવાર્થ :- ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ અણગાર ભગવંત અહંત જિન અને કેવળી બની જશે. તેઓ દેવ, મનુષ્ય તથા અસુરાદિ સહિત સમસ્ત લોકને અને તેની સર્વ પર્યાયોને જાણવા લાગશે અર્થાત્ તે પ્રાણી માત્રની અન્ય ગતિમાંથી આવવા રૂપ આગતિ, અન્યગતિમાં જવા રૂપ ગતિ, તે તે ગતિમાં રહેવા રૂપ સ્થિતિ, દેવોનું આયુષ્ય પૂર્ણ થવા રૂપ ચ્યવન, દેવ-નારકીમાં ઉત્પન્ન થવા રૂપ ઉપપાત; તર્ક, ક્રિયા, મનોભાવ, તેઓના પ્રગટકર્મ કે ગુપ્તકર્મ તથા ખાધેલું, પીધેલું અને ભોગવેલું વગેરે સર્વ પર્યાયોને જાણશે. જેમને માટે કોઈ વસ્તુ રહસ્યભૂત(ગુપ્ત) નથી તેવા તે દઢપ્રતિજ્ઞ અહંત મન, વચન, કાયાના યોગમાં વર્તતા સર્વ લોકના સર્વ જીવોના સર્વભાવોને જાણતાં, જોતાં વિચરશે. १३२ तए णं दढपइण्णे केवली एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाई केवलिपरियागं पाउणित्ता अप्पणो आउसेसं आभोएत्ता बहूई भत्ताई पच्चक्खाइस्सइ, बहूई भत्ताई अणसणाए छेइस्सइ, जस्सट्ठाए कीरइ णग्गभावे मुंडभावे केसलोए बंभचेरवासे अण्हाणगं अदंतवणं अणुवहाणगं भूमिसेज्जाओ फलहसेज्जाओ परघरपवेसो लद्धावलद्धाई माणावमाणाई परेसिं हीलणाओ जिंदणाओ खिसणाओ तज्जणाओ ताडणाओ गरहणाओ उच्चावया विरूवरूवा बावीसं परीसहोवसग्गा गामकंटगा अहियासिज्जति तमटुं आराहेइ, चरिमेहिं उस्सास-णिस्सासेहिं सिण्झिहिइ
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy