SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા ૧૬૯ ] ભાવાર્થ :- ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! વનખંડ તથા ખળાની જેમ હું પહેલાં રમણીય થઈને પછી અરમણીય બનીશ નહીં. હું મારા તાબામાં રહેલા શ્વેતાંબિકા નગરી આદિ સાત હજાર ગામોના અર્થાત્ સાત હજાર ગામો દ્વારા પ્રાપ્ત સંપતિના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ સેના અને વાહનને માટે રાખીશ, એકભાગ અનાજના કોઠારો માટે રાખીશ, એકભાગ મારા અંતઃપુરાદિ પરિવારના નિર્વાહ માટે અને શેષ એક ભાગમાંથી વિશાળ કૂટાગારશાળા બનાવીશ અને પછી ઘણા પુરુષોને દૈનિક મજૂરી, ભોજન અને વેતન પર નિયુક્ત કરીને, પ્રતિદિન વિપુલ માત્રામાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂ૫ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને અનેક શ્રમણો-માહણો, ભિક્ષુઓ, યાત્રીઓ, મુસાફરોને તે આહારાદિ આપતા, શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ તથા તપ દ્વારા આત્માને ભાવિત કરતાં મારું જીવન યાપન કરીશ. એમ કહીને પ્રદેશી રાજા જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા અર્થાત્ સ્વસ્થાને ગયા. ११० तएणंपएसी राया कल्लं जावतेयसा जलते सेयवियापामोक्खाइंसत्तगामसहस्साई चत्तारि भाए करेइ, एगं भागं बलवाहणस्स दलइ जाव कूडागारसालं करेइ, तत्थ णं बहूहिं पुरिसेहिं जाव उवक्खडावेत्ता बहूणं समणं जाव परिभाएमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી પ્રદેશ રાજાએ બીજા દિવસે તેજથી દેદીપ્યમાન સુર્ય ઉદિત થયો ત્યારે શ્વેતાંબિકા પ્રમુખ સાત હજાર ગામના ચાર ભાગ કર્યા. તેમાંથી એકભાગ સેના અને વાહનોને આપ્યો થાવત ચોથા ભાગમાંથી કૂટાગારશાળાનું નિર્માણ કરાવ્યું. તેમાં ઘણાં પુરુષોને કામે રાખીને ભોજન તૈયાર કરાવીને ઘણા શ્રમણો તથા પથિકોને આપતા રહ્યા. १११ तए णं से पएसी राया समणोवासए जाए अभिगयजीवाजीवे जाव विहरइ । जप्पभिइं च णं पएसी राया समणोवासए जाए तप्पभिइंच णं रज्जंच रटुंच बलं च वाहणं च कोसं च कोट्ठागारं च पुरं च अंतेउरं च जणवयं च अणाढायमाणे यावि विहरइ । ભાવાર્થ - ત્યાર પછી પ્રદેશ રાજા શ્રમણોપાસક થઈ ગયા અને જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા તથા ધાર્મિક આચાર-વિચારપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. પ્રદેશ રાજા જ્યારથી શ્રમણોપાસક થયા ત્યારથી તે રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, ભંડાર, કોઠાર, નગર, અંતઃપુર અને જનપદ તરફ ઉદાસીન રહેવા લાગ્યા. સૂર્યકતા રાણીનું ષડયંત્ર - ११२ तए णं तीसे सूरियकताए देवीए इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था-जप्पभिई च णं पएसी राया समणोवासए जाए तप्पभिई च णं रज्जं च रटुं जाव अंतेउरं च मम च जणवयं च अणाढामाणे विहरइ; तं सेयं खलु मे परसिं रायं केवि सत्थप्पओएण वा अग्गिप्पओएण वा मंतप्पओगेण वा विसप्पओगेण वा उद्दवेत्ता सूरियकत कुमार रज्जे ठवित्ता सयमेव रज्जसिरिं कारेमाणीए पालेमाणीए विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता, सूरियकंतं कुमारं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy