SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૪] શ્રી શયપણેણીય સત્ર કરી નાંખ્યા અને તે બધા ટુકડાને બરાબર જોયા પણ એકે ય ટુકડામાં આગ જોઈ નહીં. ८१ तए णं से पुरिसे तंसि कटुंसि दुहाफालिए वा जाव संखेज्जफालिए वा जोई अपासमाणे संते तंते परिसंते णिव्विण्णे समाणे परसुं एगंते एडेइ, परियरं मुयइ एवं वयासी- अहो ! मए तेसिं पुरिसाणं असणे णो साहिए त्ति कटु ओहयमणसंकप्पे चिंता-सोगसागरसंपविढे करयलपल्हत्थमुहे अट्टज्झाणोवगए भूमिगयदिट्ठिए झियाइ । ભાવાર્થ:- આ પ્રમાણે તે લાકડાના બે, ત્રણ તથા સંખ્યાત ટુકડાઓમાંથી એક પણ ટુકડામાંથી આગ જોવા ન મળી ત્યારે તે પુરુષ થાકી ગયો, કંટાળી ગયો, ખિન્ન બની ગયો અને દુઃખિત થઈને તેણે કુહાડી એક બાજુ મૂકી દીધી, કમરનું બંધન ખોલી નાખ્યું અને વિચારવા લાગ્યો કે મારા સાથીઓ માટે હું ભોજન બનાવી શક્યો નથી તો હવે શું કરું? આવા વિચારોથી તે ઉદાસ, ચિંતિત, શોકાતુર થઈને નીચી નજરે લમણે હાથ દઈને બેસી ગયો અને આર્તધ્યાન(અફસોસ) કરવા લાગ્યો. ८२ तए णं ते पुरिसा कट्ठाई छिदति, जेणेव से पुरिसे तेणेव उवागच्छति । तं पुरिसं ओहयमणसंकप्पं जाव झियायमाणं पासंति एवं वयासी- किं णं तुम देवाणुप्पिया ! ओहयमणसंकप्पे जाव झियायसि ? तएणं से पुरिसे एवं वयासी- तुझेणं देवाणुप्पिया !कट्ठाणं अडविं अणुपविसमाणा मम एवं वयासी- अम्हे णं देवाणुप्पिया ! कट्ठाणं अडविं जाव पविट्ठा, तए णं अहं तत्तो मुहुत्तंतरस्स तुझं असणं साहेमि त्ति कटु जेणेव जोइभायणे जाव झियामि । ભાવાર્થ :- એટલામાં લાકડાના ભારા લેવા ગયેલા તે કઠિયારાઓ લાકડા કાપી, ભારા લઈને આવ્યા અને તે પુરુષને ઉદાસ, ચિંતાતુર તથા આર્તધ્યાન કરતો જોઈને પૂછ્યું- હે દેવાનુપ્રિય! શા માટે તું ઉદાસ, ચિંતાતુર તથા આર્તધ્યાન કરતો બેઠો છે?(અમારા માટે રસોઈ કેમ બનાવી રાખી નથી ?) ત્યારે તે પુરુષે કહ્યું – તમે લાકડા લેવા અટવીમાં ગયા પછી થોડીવારે હું રસોઈ બનાવવા ગયો. ત્યાં તો અગ્નિ ઓલવાઈ ગયેલો જોયો. અગ્નિ મેળવવા માટે મેં લાકડના ટુકડે ટુકડા કરીને તેને જોયા પણ અગ્નિ ક્યાંય દેખાયો નહીં. અગ્નિ વિના રસોઈ ક્યાંથી બનાવું? તેથી ઉદાસ, ચિંતાતુર તથા આર્તધ્યાન કરતો બેઠો છું. ८३ तए णं तेसिं पुरिसाणं एगे पुरिसे छेए, दक्खे, पत्तढे जाव उवएसलद्धे, ते पुरिसे वयासी- गच्छह णं तुज्झे देवाणुप्पिया ! बहाया जाव हव्वमागच्छेह, जा णं अहं असणं साहेमि त्ति कटु परियरं बंधइ, परसुं गिण्हइ, सरं करेइ, सरेण अरणिं महेइ, जोई पाडेइ, जोई संधुक्खेइ, तेसिं पुरिसाणं असणं साहेइ । ભાવાર્થ - ત્યારે તેમાંથી સમયજ્ઞ, દક્ષ અને પોતાની કુશળતાથી કાર્ય સિદ્ધ કરનાર તથા ગુરુના ઉપદેશને પ્રાપ્ત એક પુરુષે અન્ય પુરુષોને કહ્યું કે- હે દેવાનુપ્રિયો! તમે નાહી ધોઈને, તૈયાર થઈને આવો. ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી લઉં છું, તેમ કહીને તેણે કમર કસી, કુહાડી લઈને લાકડાને છોલીને બાણ જેવી અણીયાળી શલાકા(શર) બનાવી, તેનાથી અરણીના લાકડાનું મથન કરીને(અરણીના લાકડા ઉપર શરની લાકડીને ઘસીને) અગ્નિ ઉત્પન્ન કર્યો, પવનથી ફૂંકીને અગ્નિને પ્રજવલિત કર્યો અને તે પુરુષો માટે રસોઈ બનાવી.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy