SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા [ ૧૩૩ ] खलु भो ! णिव्विण्णाणं पज्जुवासंति । से केस णं एस पुरिसे जड़े मुंडे मूढे अपंडिए णिव्विण्णाणे, सिरीए हिरीए उवगए उत्तप्पसरीरे । ___एस णं पुरिसे किमाहारमाहारेइ ? किं परिणामेइ ? किं खाइ, किं पियइ, किं दलइ, किं पयच्छइ? ज णं एस एमहालियाए मणुस्सपरिसाए मज्झगए महयामहया सद्देणं बूयाए? एवं संपेहेइ संपेहित्ता चित्तं सारहिं एवं वयासी- चित्ता ! जड्डा खलु भो ! जड्डे पज्जुवासति जाव बूयाए, साए वि णं उज्जाणभूमीए णो संचाएमि सम्म पवियरित्तए ! ભાવાર્થ - ચિત્ત સારથિએ આ પ્રમાણે કહ્યું ત્યારે પ્રદેશ રાજા રથમાંથી નીચે ઉતર્યા. ચિત્ત સારથિની સાથે ઘોડાઓનો અને પોતાનો થાક દૂર કરતાં-કરતાં તેમની દષ્ટિ કેશીકુમાર શ્રમણ ઉપર પડી. જ્યાં કેશીકુમાર શ્રમણ અતિ વિશાળ મોટી સભાની વચ્ચે બેસીને મોટા અવાજે ધર્મોપદેશ આપતા હતાં, તે દેશ્ય જોઈને રાજાના મનમાં વિચાર આવ્યો કે જડ(આળસુ) લોકો જ જડની ઉપાસના કરે છે, મુંડ(નિર્લજ્જ) લોકો જ મુંડની પૂજા કરે છે, મૂઢ (અવિવેકી) લોકો જ મૂઢની સેવા કરે છે, અપંડિત (તત્ત્વજ્ઞાન રહિત) લોકો જ અપંડિતને સેવે છે, નિર્વિજ્ઞાની–અજ્ઞાની (વિશિષ્ટ જ્ઞાન રહિત) લોકો જ અજ્ઞાનીનું સન્માન કરે છે. એવો તે આ કોણ છે કે જે જડ, મંડ, મૂઢ, અપંડિત અને અજ્ઞાની હોવા છતાં પણ શ્રી-શોભા અને હીં–લજ્જા સંપન્ન છે, શારીરિક કાંતિથી સુશોભિત છે. - આ પુરુષ કેવી જાતનો આહાર કરતો હશે? કરેલા આહારને કેવી રીતે પરિણાવતો હશે? શું ખાતો હશે? શું પીતો હશે ?(શું ખાવા-પીવાથી તેનું શરીર આવું હૃષ્ટ-પુષ્ટ, કાંતિમાન દેખાય છે) આ પુરુષ શું આપતો હશે? શું વહેંચતો હશે(કે આટલી માનવમેદની તેની પાસે ઉમટી છે) અને આવડી મોટી માનવ મેદની વચ્ચે બેઠો-બેઠો મોટેથી બરાડા પાડે છે. આ પ્રમાણે વિચાર આવતા જ તેમણે ચિત્ત સારથિને કહ્યું- હે ચિત્ત! જડ લોકો જ જડની ઉપાસના કરે છે યાવત આ બરાડા પાડે છે અને તેથી જ હું મારી પોતાની જ ઉદ્યાન ભૂમિમાં સારી રીતે હરીફરી શકતો નથી અર્થાત્ વિસામો લેવા અને શાંતિ મેળવવા ઉદ્યાનમાં આવ્યો છું પણ અહીં આના બરાડા જ કાને અથડાય છે. ४६ तए णं से चित्ते सारही पएसीरायं एवं वयासी- एस णं सामी ! पासवच्चिज्जे केसी णाम कुमार-समणे जाइसंपण्णे जाव चउणाणोवगए, आहोहिए, अण्णं जीवे । तए णं से पएसी राया चित्तं सारहिं एवं वयासी- आहोहियं णं वयासि चित्ता ! अण्णजीवियं णं वयासि चित्ता । हंता, सामी ! आहोहियं णं वयामि, अण्णजीवियं णं વયામિ ! अभिगमणिज्जे णं चित्ता ! एस पुरिसे ? हंता सामी ! अभिगमणिज्जे । अभिगच्छामो णं चित्ता ! अम्हे एवं पुरिसं? हंता सामी ! अभिगच्छामो । ભાવાર્થ - ત્યારે ચિત્ત સારથિએ પ્રદેશ રાજાને કહ્યું– સ્વામી ! આ પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy