SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા | १२५ अणुजाणेज्जाह, पडि- हारिएणं पीढ-फलग जाव उवणिमंतिज्जाह, एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणेज्जाह । तए णं ते उज्जाणपालगा चित्तेणं सारहिणा एवं वुत्ता समाणा हट्ठ-तुट्ठ जाव आणाए विणएणं वयणं पडिसुणंति । ભાવાર્થ - હે દેવાનુપ્રિય! જ્યારે પાર્થાપત્ય, કેશી નામના કુમાર શ્રમણ અનુક્રમથી વિચરતાં-વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં-કરતાં અહીં પધારે ત્યારે હે દેવાનુપ્રિય! તમે કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કરીને, તેઓને યથાપ્રતિરૂપ-સાધુના કલ્પાનુરૂપ ઉધાનમાં ઉતરવાની આજ્ઞા આપજો તથા પાઢીયારા પાટ, બાજોઠ વગેરે માટે નિમંત્રણ કરજો અને ત્યાર પછી કેશીકુમાર શ્રમણના આગમનની મને તુરંત જાણ કરજો. ચિત્ત સારથિએ આ પ્રમાણે આજ્ઞા કરી ત્યારે ઉદ્યાન પાલકોએ હર્ષિત હૃદયે તે આજ્ઞાને માથે ચડાવી. २८ तए णं चित्ते सारही जेणेव सेयविया णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सेयवियं णयरिं मज्झमज्झेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव पएसी रण्णो गिहे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, तुरए णिगिण्हइ, रह ठवेइ, रहाओ पच्चोरुहइ, तं महत्थं जाव गेण्हइ, जेणेव पएसी राया तेणेव उवागच्छइ, पएर्सि रायं करयल जाव वद्धावेत्ता तं महत्थं जाव उवणेइ । तए णं से पएसी राया चित्तस्स सारहिस्स तं महत्थं जाव पडिच्छइ चित्तं सारहिं सक्कारेइ सम्माणेइ पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યાર પછી ચિત્ત સારથિ શ્વેતાંબિકાની નજદીક આવીને, તેના રાજમાર્ગથી નગરીમાં પ્રવેશ્યા અને પ્રદેશ રાજાના રાજમહેલની બાહ્ય ઉપસ્થાન શાળામાં આવીને, ઘોડાની લગામ ખેંચીને રથને ઊભો રાખ્યો. ભેટ લઈને રથમાંથી નીચે ઉતર્યા. રાજસભામાં પ્રદેશ રાજા પાસે આવીને, હાથ જોડી પ્રણામ કરી, જય-વિજય શબ્દથી વધાવ્યા અને તે ભેટ રાજાને આપી. પ્રદેશી રાજાએ ચિત્ત સારથિ પાસેથી તે મૂલ્યવાન ભેટ ગ્રહણ કરીને, ચિત્ત સારથિનો સત્કાર, સન્માન કરીને તેને ઘેર જવા વિદાય આપી. २९ तए णं से चित्ते सारही पएसिणा रण्णा विसज्जिए समाणे हट्ट जाव हियए पए सिस्स रण्णो अतियाओ पडिणिक्खमइ, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, चाउग्घंटं आसरहं दुरुहइ, सेयवियं णगरिं मझमज्झेणं जेणेव सए गिहे तेणेव उवागच्छइ, तुरए णिगिण्हइ, रहं ठवेइ, रहाओ पच्चोरुहइ ण्हाए जावउप्पिपासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसइबद्धएहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवणच्चिज्जमाणे उवगाइज्जमाणे उवलालिज्जमाणे इढे सहफरिस जाव विहरइ । ભાવાર્થ – પ્રદેશી રાજાએ ચિત્ત સારથિને ઘેર જવાની રજા આપી ત્યારે તે હર્ષિત હૃદયે પ્રદેશ રાજા પાસેથી નીકળી, પોતાના ચારઘંટવાળા રથમાં બેસીને, શ્વેતાંબિકા નગરીમાંથી પસાર થઈને પોતાના ઘેર આવ્યા, ઘોડાની લગામ ખેંચી રથ ઊભો રાખ્યો યાવતુ પોતાના મહેલમાં આવી સ્નાન કરીને વાવત પોતાના શ્રેષ્ઠ મહેલના ઉપરના માળે ઊર્ધ્વમુખી મૃદંગોના ધ્વનિને સાંભળતા, શ્રેષ્ઠ તરુણીઓના અભિનય યુક્ત બત્રીસ પ્રકારના નાટકો જોતાં, ક્રિીડાઓ કરતાં, મનોજ્ઞ શબ્દ, સ્પર્શ વગેરે પાંચ ઇન્દ્રિયોના સુખો
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy