SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ | ११८ । શ્રી શયપણેણીય સૂત્ર उवागच्छित्ता केसिकुमार समणं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे पंजलिउडे विणएणं पज्जुवासइ । ભાવાર્થ :- ત્યાર પછી તે ચિત્ત સારથિએ સ્નાન કર્યું યાવત શુદ્ધ, સભાને યોગ્ય માંગલિક વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું અને ત્યાર પછી તે ચાર ઘંટાવાળા અશ્વરથ પાસે આવીને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયા. કોરંટ પુષ્પોની માળાઓથી સુશોભિત છત્ર ધારણ કરીને સુભટોના વિશાળ સમુદાય સાથે શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી નીકળીને કોષ્ટક ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણ બિરાજિત હતા ત્યાં આવ્યા અને કેશીકુમાર શ્રમણથી ન અતિદૂર ન અતિ નજીક એવા યોગ્ય સ્થાનમાં ઘોડાની લગામ ખેંચીને રથ ઊભો રાખ્યો. રથ ઉપરથી નીચે ઊતરીને, કેશીકુમાર શ્રમણ સમીપે આવીને કેશીકુમાર શ્રમણને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. તેમની ન અતિ નજીક અને ન અતિ દૂર એવા સમુચિત સ્થાન પર સન્મુખ બેસીને ધર્મ ઉપદેશ સાંભળવાની ઇચ્છાથી, નમસ્કાર કરીને વિનયપૂર્વક હાથની અંજલિ કરીને(હાથ જોડી) પર્યાપાસના કરવા લાગ્યા. १७ तए णं से केसिकुमार समणे चित्तस्स सारहिस्स तीसे महइमहालियाए महच्चपरिसाए चाउज्जामं धम्म परिकहेइ। तं जहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायओ वेरमण, सव्वाओ अदिण्णादाणाओ वेरमण, सव्वाओ बहिद्धादाणाओ वेरमणं। तए णं सा महइमहालिया महच्चपरिसा केसिस्स कुमार समणस्स अतिए धम्म सोच्चा णिसम्म जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया। ભાવાર્થ :- ત્યાર પછી કેશીકુમાર શ્રમણે ચિત્તસારથિ આદિ તે વિશાળ પરિષદને ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો કે- સર્વ પ્રકારના પ્રાણાતિપાત-હિંસાથી વિરક્ત થવું જોઈએ અર્થાત્ તેનો ત્યાગ કરવો જોઈએ. સર્વ પ્રકારના મૃષાવાદ-અસત્યથી વિરક્ત થવું જોઈએ. સર્વ પ્રકારના અદત્તાદાન–ચોરીથી વિરક્ત થવું જોઈએ. સર્વ પ્રકારના બહિદ્વાદાન-મૈથુન, પરિગ્રહથી વિરક્ત થવું જોઈએ. ત્યારપછી તે વિશાળ પરિષદ કેશીકુમાર શ્રમણ પાસેથી ધર્મદેશના સાંભળી અને હૃદયમાં ધારણ કરીને, મનન કરીને જે દિશામાંથી આવી હતી. તે દિશામાં પાછી ફરી અર્થાત્ તે આવેલ જનસમૂહ પોતપોતાના ઘરે પાછો ફર્યો. १८ तए णं से चित्ते सारही केसिस्स कुमारसमणस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठ जाव हियए उट्ठाए उढेइ, उद्वेत्ता केसि कुमारसमणं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी __सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं, रोएमि णं भंते ! णिग्गंथं पावयणं, अब्भुटेमि णं भंते! णिग्गंथं पावयणं, एवमेवं भंते! णिग्गंथं पावयणं । तहमेयं भंते! अवितहमेयं भंते! असंदिद्धमेयं भंते! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छियपडिच्छियमेयं भंते ! जणं तुब्भे वयह त्ति कटु
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy