SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા [ ૧૧૫ ] . થવાના કારણે તેઓ જિતપરીષહી હતા, તેઓ જીવવાની આકાંક્ષા અને મૃત્યુના ભયથી રહિત હતા અર્થાત્ જીવન-મરણમાં સમભાવી હતા. તેઓ ઉત્કૃષ્ટ તપ કરતા હોવાથી તપપ્રધાન, ઉત્કૃષ્ટ સંયમ ગુણના ધારક હોવાથી ગુણપ્રધાન હતા, પિંડવિશુદ્ધિ આદિ કરણ સિત્તેરીનું સમ્યક્ પાલન કરતા હોવાથી કરણપ્રધાન, મહાવ્રતાદિ ચરણ સિત્તેરીનું સમ્યક પાલન કરતા હોવાથી ચરણ પ્રધાન હતા, મન અને ઇન્દ્રિયોને અસદાચારમાં જતી રોકતા હોવાથી નિગ્રહ પ્રધાન હતા, તત્ત્વ નિર્ણય અને સ્વીકૃત અનુષ્ઠાનોમાં દઢ મનવાળા હોવાથી નિશ્ચય પ્રધાન હતા, તેઓ ત્રદજ-સરળ હોવાથી આર્જવ પ્રધાન, અભિમાન રહિત હોવાથી માર્દવ પ્રધાન, દ્રવ્ય-ભાવ રૂપે લઘુ હોવાથી લાઘવ પ્રધાન, ક્ષમાવાન હોવાથી ક્ષાંતિ પ્રધાન, મન, વચન અને કાયાને સંયમિત રાખતા હોવાથી ગુપ્તિપ્રધાન, નિર્લોભતાના કારણે તેઓ મુક્તિ પ્રધાન હતા. રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે દેવી અધિષ્ઠિત વિદ્યા અને દેવાધિષ્ઠિત મંત્રો સિદ્ધ કર્યા હોવાથી વિદ્યા પ્રધાન અને મંત્ર પ્રધાન હતા, તેઓ મૈથુન વિરમણ રૂપ બ્રહ્મ અને કુશળ અનુષ્ઠાનરૂપ બ્રહ્મનું આચરણ કરતા હોવાથી બ્રહ્મપ્રધાન હતા, લૌકિક-લોકોત્તર આગમોના નિષ્ણાત હોવાથી વેદ પ્રધાન, નૈગમાદિ નિયોના જ્ઞાતા હોવાથી નયપ્રધાન, વિવિધ અભિગ્રહોને ધારણ કરતા હોવાથી નિયમ પ્રધાન, સર્વ પ્રાણીઓને હિતકારી વચન કહેતા હોવાથી સત્ય પ્રધાન, દ્રવ્ય-ભાવથી મમત્વ રહિત હોવાથી શૌચ પ્રધાન હતા, તેમજ જ્ઞાનપ્રધાન, દર્શન પ્રધાન અને ચારિત્ર પ્રધાન હતા. તેઓ ઉદાર, પરીષહ તથા ઇદ્રિય પર વિજય પ્રાપ્ત કરવામાં કઠોર અને સાતિશય દીપ્તિ યુક્ત હોવાથી ઘોર, સર્વોત્કૃષ્ટ ગુણયુક્ત હોવાથી ઘોર ગુણસંપન્ન, સામર્થ્યવાન જ આચરી શકે તેવું તપ કરતા હોવાથી ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર સંસ્કારના સદંતર ત્યાગી હોવાથી ઉછૂઢ શરીરી હતા, વિપુલ તેજલેશ્યાને પોતાના શરીરમાં જ સમાવીને રાખનારા હોવાથી સંક્ષિપ્ત તેજોલેશી, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનના ધારક એવા કેશીકુમાર શ્રમણ પોતાના પાંચસો શિષ્યો સાથે અનુક્રમે ગામેગામ વિચરતા, સુખપૂર્વક વિહાર કરતા શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના ઉધાનમાં પધાર્યા અને યથોચિત સ્થાનમાં રહેવાની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ત્યાં રહ્યા. વિવેચન :Rપ્રદા-ચRMદા :- સાધુઓએ કરણના ૭૦ ગુણ અને ચરણના ૭૦ ગુણોનું નિરંતર આચરણ કરવું જોઈએ. તે ૭૦-૭૦ ગુણ કરણ સિત્તેરી અને ચરણ સિત્તેરીના નામે પ્રખ્યાત છે. યથા पिंड विसोही समिइ, भावण पडिमा य इंदियणिरोहो । હિને રો મહિ વ શરણં તુ | ઓઘનિર્યુક્તિ- ગા. ૩ પિંડવિશદ્ધિ– આહાર, વસ્ત્ર, પાત્ર અને શય્યાની શુદ્ધ ગવેષણા, પાંચ સમિતિ, અનિત્યાદિ ૧૨ ભાવના, બારભિક્ષુ પ્રતિમા, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચીસ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારના અભિગ્રહ (૪+૫+૧૨+૧+૫+૨૫+૩+૪ = ૭૦ કરણ ગુણો છે.) वय समणधम्म संजम, वेयावच्चं च बंभगुत्तीओ । णाणाइतियं तवं, कोहणिग्गहाई चरणमेयं ॥४॥ પાંચ મહાવ્રત, ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારે વૈયાવૃત્ય, નવ
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy