SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ | ૮૭ | મનોગત વિચારોને જાણીને તેમની સેવામાં હાજર થયા અને હાથ જોડી આવર્તનપૂર્વક અંજલીને મસ્તક પર સ્થાપીને“જયથાઓ-વિજય થાઓ”, આ શબ્દોથી અભિવાદન કરીને સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આપના આ સૂર્યાભવિમાનના(સિદ્ધાયતનમાં જિનની ઊંચાઈ જેટલી ઊંચી એવી એકસો આઠ જિનપ્રતિમાઓ બિરાજીત છે) સુધર્માસભાના માણવકચૈત્ય સ્તંભ ઉપર વજમય ગોળ ડબ્બીમાં જિનના અસ્થિઓ રાખેલા છે. તે આપને માટે અને અમારા સહુ માટે અર્ચનીય તથા ઉપાસનીય છે. તેની પર્યાપાસના કરવી, તે આપ દેવાનુપ્રિયનું પ્રથમ કર્તવ્ય છે. પછી પણ નિરંતર કરવા યોગ્ય તે જ કાર્ય છે. પહેલા કે પછી તે જ કાર્ય આપ દેવાનુપ્રિય માટે શ્રેયકારી છે. પહેલા કે પછી તે જ કાર્ય આપ દેવાનુપ્રિય માટે હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી અને પરંપરાએ શુભબંધાનુકારી છે. १७१ तए णं से सूरियाभे देवे तेसिं सामाणियपरिसोववण्णगाणं देवाणं अंतिए एयमढं सोच्चा णिसम्म हट्ठतट्ट चित्तमाणदिए पीइमणे परसोमणस्सिए हरिसवसविसप्पमाण हियएसयणिज्जाओ अब्भदेइ, अब्भटठेत्ता उववायसभाओ परथिमिल्लेणं दारेणं निग्गच्छइ, णिगच्छित्ता जेणेव हरए तेणेव उवागच्छइ, उवागच्छित्ता हरयं अणुपयाहिणीकरेमाणे पुरथिमिल्लेणं तोरणेणं अणुपविसइ, अणुपविसित्ता पुरथिमिल्लेणं तिसोवाण-पडिरूवएणं पच्चोरुहइ, पच्चोरुहित्ता जलावगाहं करेइ, करेत्ता जलमज्जणं करेइ, करेत्ता जलकिड्ड करेइ, करेत्ता जलाभिसेयं करेइ, करेत्ता आयते चोक्खे परमसूईभूए हरयाओ पच्चोत्तरित्ता जेणेव अभिसेयसभा तेणेव उवागच्छइ, उवागच्छित्ता अभिसेयसभं अणुपयाहिणीकरेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे ખિસખે ! ભાવાર્થ:- ત્યાર પછી સૂર્યાભદેવ તે સામાનિક પરિષદના દેવો પાસેથી પોતાના કૃત્ય વિષયક સૂચના સાંભળીને હર્ષિત, સંતુષ્ટિ અને પ્રફુલ્લિત હૃદયવાળા થઈ દેવશય્યા પરથી ઊભા થયા અને ઉપપાત સભાના પૂર્વી દ્વારથી બહાર નીકળી હૃદ પાસે આવીને, હૃદને પ્રદક્ષિણા ફરીને, પૂર્વી તોરણમાં પ્રવેશીને પૂર્વી ત્રિસોપાન સીડી દ્વારા હૃદમાં ઉતર્યા, પાણીમાં ડૂબકી મારીને સ્નાન કર્યું, જલક્રીડા કરી, અત્યંત સ્વચ્છ, પરમ શૂચિભૂત થઈને હદમાંથી બહાર નીકળી, અભિષેક સભા સમીપે આવ્યા. ત્યારપછી અભિષેક સભાને પ્રદક્ષિણા કરતાં તેના પૂર્વી દ્વારથી પ્રવેશ કરી ત્યાં રહેલા શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. સૂર્યાભદેવનો જન્માભિષેક: ઇન્દ્રાભિષેક - १७२ तए णं सूरियाभस्स देवस्स सामाणियपरिसोवण्णगा देवा आभिओगिए देवे सद्दार्वेति, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो ! देवाणुप्पिया ! सूरियाभस्स देवस्स महत्थं महग्धं महरिहं विउलं इंदाभिसेयं उवट्ठवेह । ભાવાર્થ:- ત્યાર પછી સુર્યાભદેવના સામાનિક પરિષદના દેવોએ આભિયોગિક(કર્મચારી) દેવોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયો ! આપણા સ્વામી આ સૂર્યાભદેવના મહાઅર્થવાળા, મહામૂલ્યવાન અને મહાપુરુષને યોગ્ય ઇન્દ્રાભિષેક(જન્માભિષેક)ની સામગ્રી તૈયાર કરો.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy