SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ _. [ ૮૫ ] १६७ तत्थ णं सूरियाभस्स देवस्स, एत्थ महेगे पोत्थयरयणे सण्णिक्खित्ते चिट्ठइ । तस्स णं पोत्थयरयणस्स इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- रयणामयाई पत्तगाइं रिट्ठमईओ कंबिआओ, तवणिज्जमए दोरे, णाणामणिमए गंठी, वेरुलियमए लिप्पासणे, रिट्ठामए छंदणे, तवणिज्जमई संकला, रिट्ठामई मसी, वइरामई लेहणी, रिट्ठामयाइं अक्खराई, धम्मिए लेक्खे । ववसायसभाए णं उवरि अट्ठट्ठमंगलगा । तीसे णं ववसायसभाए उत्तर- पुरत्थिमेणं, एत्थ णं णंदा पुक्खरिणी पण्णत्ता हरयसरिसा। तीसे णं णंदाए पुक्खरिणीए उत्तरपुरथिमेणं महेगे बलिपीढे पण्णत्ते सव्वरयणामए अच्छे जाव पडिरूवे । ભાવાર્થ:- તે વ્યવસાય સભામાં સૂર્યાભદેવનું એક મોટું પુસ્તક રત્ન છે. તે પુસ્તક રત્નનું વર્ણન આ પ્રમાણે છે- તે પુસ્તકના પાના રત્નમય છે, પૂંઠા રિષ્ટ રત્નમય છે, દોરા સુવર્ણમય છે, વિવિધ મણિમય ગાંઠો છે, વૈર્ય રત્નમય ખડિયો છે, રિષ્ટ રત્નમય તેનું ઢાંકણું છે, તપનીય સુવર્ણની તેની શૃંખલા(સાંકળ) છે, રિષ્ટ રત્નમયી શાહી છે, વજરત્નની કલમ છે અને રિષ્ટ રત્નમય અક્ષરો છે. તેમાં ધાર્મિક લેખ લખેલા છે. તે વ્યવસાયસભાનો ઉપરી ભાગ આઠ-આઠ મંગલાદિથી શોભી રહ્યો છે. તે વ્યવસાય સભાના ઈશાનકોણમાં ઉપપાત સભાના હૃદ જેવી એક નંદાપુષ્કરિણી છે. તે નંદાપુષ્કરિણીના ઈશાનકોણમાં સંપૂર્ણ રત્નમય તથા રમણીય એવી એક વિશાળ બલિપીઠ(આસન વિશેષ) છે. સૂર્યાભદેવની દેવરૂપે ઉત્પત્તિ - १६८ तेणं कालेणं तेणं समएणं सूरियाभे देवे सूरियाभे विमाणे उववायसभाए देवसयणिज्जसि देवदूसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए ओगाहणाए उववण्णे । तए णं से सूरियाभे देवे अहुणोववण्णमित्तए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छइ, तं जहा- आहारपज्जत्तीए सरीरपज्जत्तीए इंदियपज्जत्तीए आणपाणपज्जत्तीए भासमणपज्जत्तीए । ભાવાર્થ :- કાળે ચોથા આરાના અંતિમકાળમાં, તે સમયે-સૂર્યાભદેવના ઉપપાત–ઉત્પત્તિ સમયે સૂર્યાભવિમાનની ઉપપાતસભાની દેવદૂષ્યથી ઢંકાયેલી દેવશય્યામાં સૂર્યાભદેવ અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાએ ઉત્પન્ન થયા. ત્યાર પછી તત્કાલ ઉત્પન્ન થયેલા સૂર્યાભદેવ (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને (૫) ભાષા–મન પર્યાપ્તિ, આ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થયા. વિવેચન :પવિતા પણds :- પાંચ પ્રકારની પર્યાપ્તિ. જીવની આહારાદિ ગ્રહણ કરવાની અને તે તે રૂપે પરિણત કરવાની શક્તિને પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિ છ છે. કોઈ પણ યોનિ-ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થયેલો જીવ અંતર્મુહૂર્તમાં સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરે છે અર્થાત્ આહારાદિ ગ્રહણ–પરિણત કરવાની શક્તિથી પરિપૂર્ણ થઈ જાય છે. તે છ પર્યાપ્તિ આ પ્રમાણે છે– (૧) આહારના પુલો અર્થાત્ શરીર યોગ્ય પગલોને ગ્રહણ કરવાની અને તે રૂપે પરિણાવવાની શક્તિને આહાર પર્યાપ્તિ કહે છે. (૨)
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy