SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ ભાવાર્થ:તે ચૈત્યવૃક્ષોનું વર્ણન આ પ્રમાણે છે– તેના મૂળ વજરત્નમય છે, તેની સુપ્રતિષ્ઠિત શાખાઓ રૂષ્યમય છે, તેના વિશાળ કંદ અરિષ્ટ રત્નમય અને થડ વૈસૂર્ય રત્નમય છે, તેની મુખ્ય શાખાઓ ઉત્તમ જાતીય સુવર્ણમય છે, તેની પ્રશાખાઓ વિવિધ મણિરત્નમય છે, તેના પાંદડા વૈડૂર્ય રત્નમય, વૃત્ત–ડીંટીયા રક્ત સુવર્ણમય, સુકોમળ પ્રવાલ–પલ્લવ–અંકુરો જંબૂનદ(લાલ) સુવર્ણમય છે. તેની શાખાઓ અનેક પ્રકારના મણિરત્નોથી નિર્મિત સુગંધી પુષ્પો અને ફળોથી નમેલી છે, તેના ફળો અમૃતરસ જેવા રસમય છે. તે વૃક્ષો છાયાયુક્ત, પ્રભાયુક્ત, શોભાયુક્ત, ઉદ્યોતયુક્ત નયન અને મનને અત્યંત આનંદપ્રદ છે યાવત્ મનોહર છે. માહેન્દ્ર ધ્વજ : ૭૭ १४९ तेसि णं चेइयरुक्खाणं पुरओ पत्तेयं-पत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ । ओ णं मणिपेढियाओ अट्ठ जोयणाई आयामविक्खभेणं, चत्तारि जोयणाइं बाहल्लेणं, सव्वमणिमईओ अच्छाओ जाव पडिरूवाओ । ભાવાર્થ :- તે પ્રત્યેક ચૈત્યવૃક્ષોની સામે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, મણિમય, નિર્મળ રમણીય એક-એક મણિપીઠિકા છે. १५० तासि णं मणिपेढियाणं उवरिं पत्तेयं-पत्तेयं महिंदज्झए पण्णत्ते । ते णं महिंदज्झया सट्ठि जोयणाई उड्डुं उच्चत्तेणं अद्धकोसं उव्वेहेणं, अद्धकोसं विक्खंभेणं वइरामय-वट्टलट्ठ- संठिय-सुसिलिट्ठ-परिघट्ट-मट्ठ-सुपइट्ठिए-विसिट्टे अणेगवर-पंचवण्णकुडभीसहस्सुस्सिए परिमंडियाभिरामे वाउयविजय- वेजयंती-पडागच्छत्ताइच्छत्त-कलिए तुंगे गगणतल- मणुलिहंत- सिहरा जाव पडिरूवा । ભાવાર્થ :- તે દરેક મણિપીઠિકાઓની ઉપર એક-એક માહેન્દ્ર ધ્વજ(ઇંદ્રના ધ્વજ જેવા વિશાળ ધ્વજો) લહેરાઈ રહ્યા છે. તે માહેન્દ્ર જો સાઠ યોજન ઊંચા, અર્ધ ગાઉ જમીનમાં ઊંડા અને અર્ધ ગાઉ પહોળા છે. તે(ધ્વજો) વજ્રમય, ગોળ, લીસા, કમનીય, મુલાયમ, ચકચકતા દંડ ઉપર સુપ્રતિષ્ઠિત છે. તે વિશેષ પ્રકારની શ્રેષ્ઠ પંચરંગી લહેરાતી અન્ય હજારો નાની-નાની પતાકાઓથી સુશોભિત છે. તે પવનથી હાલતી વિજયવૈજયંતિ પતાકાઓ ઉપર છત્રાતિછત્રથી શોભી રહ્યા છે. તે માહેન્દ્ર ધ્વજાઓનો ઊંચો શિખરભાગઊર્ધ્વભાગ ગગન તલને સ્પર્શી રહ્યો છે યાવત્ તે અત્યંત મનોરમ છે. |१५१ तेसि णं महिंदज्झयाणं पुरओ पत्तेयं-पत्तेयं णंदा पुक्खरिणीओ पण्णत्ताओ । ताओ णं पुक्खरिणीओ एगं जोयणसयं आयामेणं, पण्णासं जोयणाइं विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छाओ जाव पगईए उदगरसेणं पण्णत्ताओ । पत्तेयं-पत्तेयं पउमवरवेइया- परिक्खित्ताओ, पत्तेयं-पत्तेयं वणसंड-परिक्खित्ताओ । तासि णं णंदा पुक्खरिणीणं तिंदिसिं तिसोवाणपडिरूवगा पण्णत्ता । तिसोवाण- पडिरूवगाणं वण्णओતોરળા, જ્ઞા, છત્તાÐત્તા/ ભાવાર્થ :- તે માહેન્દ્ર ધ્વજાઓની આગળ એક-એક નંદા નામની પુષ્કરિણી વાવ છે. આ પુષ્કરિણીઓ સો યોજન લાંબી, પચાશ યોજન પહોળી, દસ યોજન ઊંડી છે. તે સ્વચ્છ-નિર્મળ છે યાવત્ તે પુષ્કરિણીમાં
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy