SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ | ७० શ્રી રાયપસણીય સૂત્ર सोलस सहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसंच धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलं च किंचिविसेसूणं परिक्खेवेणं, जोयणं बाहल्लेणं, सव्वजंबूणयामए अच्छे जाव पडिरूवे । ભાવાર્થ:- તે સૂર્યાભદેવના વિમાનની અંદરની ભૂમિ સમતલ અને રમણીય છે. સૂર્યાભવિમાનવાસી ઘણા દેવ-દેવીઓ ત્યાં આરામ કરે છે, બેસે છે તથા આનંદ કરતાં વિચરે છે. તે સમતલ ભૂમિ ભાગની બરોબર વચ્ચે એક મોટું ઉપકારિકાલયન-પત્થરથી નિર્મિત પ્રાસાદાદિની પીઠિકા છે. તે ઉપકારિકાલયનની લંબાઈ-પહોળાઈ એક લાખ યોજનની છે અને ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્યાવીસ ધનુષ અને દેશોન સાડાતેર અંગુલ(૩, ૧૬ રર૭ યો. ૩ ગાઉ, ૧૨૮ ધનુ. ૧૩ અંગુલ) પ્રમાણ તેની પરિધિ છે. પરિમંડલ(ચૂડી જેવા) આકારવાળી ઉપકારિકા લયનની જાડાઈ એક યોજનાની છે. તે સુવર્ણમય, સ્વચ્છ અને રમણીય છે. १३३ से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। साणं पउमवरवेइया अद्धजोयणं उर्ल्ड उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं, उवकारियलेणसमा परिक्खेवेणं । तीसे णं परमवरवेइयाए इमेयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा-वइरामया णिम्मा रिट्ठामया पइट्ठाणा, वेरुलियामया खंभा, सुवण्णरुप्पमया फलया, लोहियक्खमईयो सुईओ, वइरामया संधी, णाणामणिमया कलेवरा, णाणामणिमया कलेवरसंघाडगा, णाणामणिमया रूवा, णाणमणिमया रूवसंघाडगा, अंकामया पक्खा-पक्खबाहाओ, जोईरसामया वंसा वंसकवेल्लुयाओ, रययामईओ पट्टियाओ, जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुच्छणीओ, सव्व-सेयरययामए अच्छायणे। साणं पउमवरवेइया एगमेगेणं हेमजालेणं एगमेगेणं गवक्खजालेणं एगमेगेणं खिखिणीजालेणं एगमेगेणं घंटाजालेणं एगमेगेणं मुत्ताजालेणं एगमेगेणं मणिजालेणं एगमेगेणं कणगजालेणं एगमेगेणं परमजालेणं सव्वओ समंता संपरिखित्ता । तेणं जाला तवणिज्ज-लंबूसगा जाव उवसोभेमाणा चिटुंति । तीसे णं पउमवरवेइयाए तत्थ-तत्थ देसे तहिं तहिं बहवे हयसंघाडा जाव उसभसंघाडा सव्वरयणामया अच्छा जावपडिरूवा; जाववीहीओ पंतीओ मिहुणाई लयाओ। ભાવાર્થ - તે ઉપકારિકાલયનની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તે પદ્મવરવેદિકા અર્ધા યોજન ઊંચી, પાંચસો યોજન પહોળી છે અને ઉપકારિકાલયન જેટલી જ તેની પરિધિ છે. તે પદ્મવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે. યથા– તે પદ્મવરવેદિકાના નેમભાગ-આત્યંતર આધાર યુક્ત પૃથ્વીતલ વજરત્નનો છે, પ્રતિષ્ઠાન- સ્તંભોનો મૂળ આધાર ભાગ રિષ્ટ રત્નનો છે, સ્તંભ વૈડૂર્ય રત્નના છે, પાટિયા સુવર્ણરજતના છે, ખીલાઓ લોહિતાક્ષ રત્નના છે, સાંધ વજ રત્નની છે, તેના અંદર-બહારના બધા વિભાગો અર્થાત્ તેનું સંપૂર્ણ કલેવર વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત છે, તેના પરના ચિત્રો તથા ચિત્ર સમૂહ
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy