SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી [ ૬૭ ] કમળોના રસનો પરિભોગ કરતા ભમરાઓ તેની ઉપર ગુંજારવ કરી રહ્યા છે; તેમાં સ્વચ્છ અને નિર્મળ જળ હિલોળા લઈ રહ્યું છે તે જળાશયોમાં કિલ્લોલ કરતાં મલ્યો અને કાચબાઓ ફરી રહ્યા છે અને તેના ઉપર અનેક પ્રકારના પક્ષી યુગલો ઉડી રહ્યા છે; તે જળાશયો એક-એક પદ્મવરવેદિકા અને એક-એક વનખંડથી પરિવેષ્ટિત છે. તે જળાશયોમાંથી કેટલાક જળાશયોમાં આસવ જેવું, કેટલાકમાં વારુણોદક જેવું, કેટલાકમાં ક્ષીરોદક-દૂધ જેવું, કેટલાકમાં વૃતોદક–ધી જેવું, કેટલાકમાં ઇક્ષુકોદક–શેરડીના રસ જેવું અને કેટલાકમાં પ્રાકૃતિક-સ્વાભાવિક પાણી જેવું પાણી ભરેલું છે. તે સર્વ જળાશયો મનને પ્રસન્ન કરનારા, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. १२४ तासि णं खुड्डाखुडियाणं वावीणं जाव बिलपतियाणं पत्तेयंपत्तेयं चउद्दिसिं चत्तारि तिसोपाण-पडिरूवगा पण्णत्ता । तेसि णं तिसोपाण-पडिरूवगाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- वइरामया णेमा जावअट्ठट्ठमगलगा, चामरज्झया, छत्ताइछत्ता यणेयव्वा। ભાવાર્થ - વાવડીથી કુવા સુધીના સર્વ જળસ્થાનોની ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયા છે. તે સોપાન શ્રેણીનો નમભાગ-ઊંચોભાગ વજ રત્નનો છે વગેરે ત્રણ પગથિયા, તેની ઉપરના ભાગમાં રહેલા આઠ-આઠ મંગલો, તોરણો, ચામર, ધ્વજા, છત્રાતિછત્રનું વર્ણન સૂત્ર ૨૦ થી ૨૫ પ્રમાણે જાણવું. વિવેચન : પ્રસ્તતમાં સુર્યાભવિમાનના જળાશયનું વર્ણન છે. સુર્યાભવિમાન પ્રથમ દેવલોકના ૩રલાખ વિમાનોમાંનું એક વિમાન છે. ૧૨ દેવલોક પર્યત વાવડીઓ અર્થાતુ અપ્લાય-પાણી સંભવિત છે પરંતુ ત્યાં વનસ્પતિ અને વિકસેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય જીવો નથી. માટે ત્યાં કમળો-કમળપત્રો, ભમરાઓ, પક્ષીઓ વગેરે સર્વ પૃથ્વીકાયમય છે, તેમ સમજવું. વિશિષ્ટ આકારવાળું લોખંડ પાણીમાં તરે છે તેમ વિશિષ્ટ પ્રકારના પૃથ્વીમય મસ્યાદિ પાણીમાં તરે છે અને ભ્રમરાદિ હવામાં ઊડે છે, તેમ સમજવું. જળાશયોમાં સ્થિત પર્વતો:१२५ तासि णं खुड्डाखुड्डियाणं वावीणं जाव बिलपंतियाणं तत्थ-तत्थ देसे, तहि-तहिं बहवे उप्पायपव्वयगा णियइपव्वयगा जगईपव्वयगा दारुइज्जपव्वयगा दगमंडवा दगमंचगा दगमालगा दगपासायगा उसड्डा खुडखुडगा अदोलगा पक्खदोलगा सव्वरयणामया अच्छा जाव पडिरूवा । ભાવાર્થ :- વાવડીથી કુવા સુધીના સર્વ જલસ્થાનોમાં અને તેની આસ-પાસ ઘણા પર્વતો છે. જે પર્વત ઉપર દેવ-દેવીઓ ક્રીડા માટે વૈક્રિય શરીર બનાવે છે, તેવા ઉત્પાત પર્વતો, જે પર્વત ઉપર પોતાના ભવધારણીય-મૂળ વૈક્રિય શરીરથી ક્રિીડા કરે છે, તેવા નિયતિ પર્વતો, કિલ્લા જેવા આકારવાળા જગતી પર્વતો, લાકડાથી બનાવેલા અને પર્વત જેવા આકારવાળા દારૂ પર્વતો તે જળાશયોની વચ્ચે છે તથા સ્ફટિક મણિઓથી નિર્મિત ઉદક(જળ)મંડપો, દકમંચો, દકમાલક(જેડા) અને દક પ્રાસાદો છે, નાના-મોટા હિંડોળાઓ છે. તે પર્વતાદિ સર્વે રત્નનિર્મિત, નિર્મળ યાવત્ મનોહર છે. १२६ तेसुणं उप्पायपव्वएसु पक्खंदोलएसुबहूई हसासणाई, कोंचासणाइंगरुलासणाई उण्णयासणाइ पणयासणाइदीहासणाई भद्दासणाई पक्खासणाई मगरासणाई उसभासणाई
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy