SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી | ૫ | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરના વાયરા વાય છે ત્યારે મંદ-મંદ હલતા, કંપતા, ચલિત, ક્ષભિત, પ્રેરિત અને પરસ્પર અથડાતા તે તૃણો અને મણિઓનો કેવો અવાજ થાય છે? ઉત્તર- હે ગૌતમ! જેમ કે કોઈ પાલખી, શિબિકા કે રથ હોય, જે છત્ર, ધ્વજા, ઘંટ, પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત; નંદીઘોષ સહિત રણકાર કરતી ઘંટડીઓ અને સુવર્ણની માળાઓથી પરિવેષ્ટિત; હિમાલયમાં ઉગેલા તિનિશના ઉત્તમ કાષ્ઠમાંથી નિર્મિત; સુવ્યવસ્થિત રીતે લગાવેલા આરાઓથી યુક્ત પૈડા અને ધોંસરાથી સુસજ્જિત; સુદઢ લોખંડના પટ્ટાથી મજબૂત, કુલીન–શ્રેષ્ઠ ઘોડાઓથી યુક્ત; કુશળ, દક્ષ સારથિ દ્વારા સંચાલિત; સો બાણોના બત્રીસ તુણીરો–ભાથાથી પરિમંડિત; કવચથી આચ્છાદિત અગ્ર ભાગવાળો; ધનુષ્ય, બાણ, પ્રહરણ, કવચ વગેરે યુદ્ધોપકરણોથી ભરેલો(એવો તે રથ) મણિ જડિત રાજપ્રાંગણ, અંતઃપુર કે રમણીય પ્રદેશમાં વારંવાર ચાલે, આવાગમન કરે ત્યારે તેનો મધુર, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આનંદદાયી ધ્વનિ સંભળાય છે. હે ભગવાન! શું તે તુણ અને મણિઓનો ધ્વનિ તે રથના રણકાર જેવો હોય છે? હે ગૌતમ! તેનો ધ્વનિ તેવો ન હોય. તેનો ધ્વનિ તેનાથી પણ વિશેષ મધુ હોય છે. १२१ से जहाणामए वेयालियवीणाए उत्तरमंदामुच्छियाए अंके सुपइट्ठियाए कुसलणरणारिसु-संपरिग्गहियाए चंदण-सार-णिम्मिय-कोण-परिघट्टियाए पुव्वरत्तावरत्तकालसमयंमि मंदायं मंदायं एइयाए वेइयाए पवेइयाए चलियाए घट्टियाए खोभियाए उदीरियाए ओराला मणुण्णा मणहरा कण्णमणणिव्वुइकरा सद्दा सव्वओ समता अभिणिस्सवति, भवेयारूवे सिया? णो इणद्वे समढे । ભાવાર્થ :- હે ભગવાન ! જેમ કે કોઈ કુશળ વાદક નર કે નારી રાત્રિના છેલ્લા પહોરે ચંદનકાષ્ઠથી નિર્મિત અને દાંડીના સ્પર્શથી મંદ-મંદ તાડિત, કંપિત, ચલિત, ઘર્ષિત, શ્રુભિત, ઉદીરિત વીણાનો જે મધુર, મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય અને મનમોહક ધ્વનિ ફેલાવે છે, તેવો ધ્વનિ શું તે તુણ-મણિઓનો હોય છે? હે ગૌતમ! તેનો ધ્વનિ તેવો નથી. તેનો ધ્વનિ તેના કરતાં પણ વિશેષ મધુર હોય છે. १२२ से जहाणामए किण्णराण वा किंपुरिसाण वा महोरगाण वा गंधव्वाण वा भहसाल- वणगयाण वा णंदणवणगयाण वा सोमणसवणगयाण वा पंडगवणगयाण वा हिमवंत-मलय-मंदरगिरि-गुहासमण्णागयाण वा एगओ सहियाणं समागयाणं सण्णिसण्णाणं समुवविट्ठाणं पमुइयपक्कीलियाणं गीयरइ गंधव्वहरिसियमणाणं गज्ज पज्ज कत्थं गेयं पायबद्धं उक्खित्तायं पायत्तायं मंदायं रोइयावसाणं सत्तसरसमण्णागयं छद्दोसविप्पमुक्कं एक्कारसालंकारं अट्ठगुणोववेयं, गुंजावंककुहरोवगूढं रत्तं तिट्ठाणकरणसुद्धं पगीयाणं, भवेयारूवे ? हंता सिया। ભાવાર્થ - હે ભગવન્! જેમ કે– ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન, પંડગવન, હિમવાન, મલય કે મંદર ગિરિની ગુફામાં રહેતા, સમૂહ સાથે(ત્યારે ઉપસ્થિત થયેલા, હર્ષોલ્લાસ પૂર્વક ક્રીડામાં તત્પર, સંગીતપ્રિય, ગાનતાનમાં મશગૂલ કિન્નરો, જિંપુરુષો, મહોરગો કે ગાંધર્વોનો ગદ્ય-પદ્યમય, કથનીય, ગેય, પદબદ્ધ, ઉસ્લિપ્ત, પદાંત, મંદ ઘોલનાત્મક, સુખાંત, સપ્ત સ્વરથી યુક્ત, છ દોષ રહિત, અગિયાર અલંકાર અને આઠ ગુણોથી યુક્ત, ત્રિકરણ શુદ્ધ, દૂર સુદૂર ક્ષેત્રને વ્યાપ્ત કરતો તે મધુર ગીતોનો ધ્વનિ ચોતરફ ગૂંજે છે, તેવો ધ્વનિ શું તણમણિઓનો હોય છે? હા ગૌતમ! તેવો ધ્વનિ તે તૃણ-મણિઓનો હોય છે.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy