SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર શ્રમણો વિષયોથી પરાઙમુખ બનીને ચિત્તને સંયમભાવમાં સ્થિર રાખીને પોતાના સામર્થ્ય અનુસાર વિવિધ પ્રકારની તપારાધના કરી રહ્યા હતા. ૩ ભગવાન મહાવીરના સ્થવિરો: २२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे रा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा बलसंपण्णा रूवसंपण्णा विणयसंपण्णा णाणसंपण्णा दंसणसंपण्णा चरित्तसंपण्णा लज्जासंपण्णा लाघवसंपण्णा ओयंसी तेयंसी वच्चंसी जसंसी, जियकोहा जियमाणा जियमाया जियलोभा जिइंदिया जियणिद्दा जियपरीसहा जीवियासमरणभयविप्पमुक्का, वयप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा णिग्गहप्पहाणा णिच्छयप्पहाणा अज्जवप्पहाणा मद्दवप्पहाणा लाघवप्पहाणा खंतिप्पहाणा मुत्तिप्पहाणा विज्जाप्पहाणा मंतप्पहाणा वेयप्पहाणा बंभप्पहाणा णयप्पहाणा णियमप्पहाणा सोयप्पहाणा चारुवण्णा लज्जा तवस्सी जिइंदिया सोही अणियाणा अप्पोसुया अबहिल्लेसा अप्पडिलेस्सा सुसामण्णरया दंता इणमेव णिग्गंथं पावयणं पुरओ काउं विहरंति । ભાવાર્થ :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્યો અનેક સ્થવિર ભગવંતો હતા, તેઓ જાતિ સંપન્ન, કુલ સંપન્ન, ઉત્તમ સંઘયણના ધારક હોવાથી વિશિષ્ટ બલ સંપન્ન, સુંદર સંસ્થાન– આકૃતિના ધારક હોવાથી રૂપ સંપન્ન, વિનય સંપન્ન, વિશિષ્ટ જ્ઞાનના ધારક હોવાથી જ્ઞાન સંપન્ન, અખંડ શ્રદ્ધાવાન હોવાથી દર્શન સંપન્ન, નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોવાથી ચારિત્ર સંપન્ન, સંયમ વિરાધક પ્રવૃત્તિઓમાં ક્ષોભ અનુભવતા હોવાથી લજ્જા સંપન્ન, અલ્પ ઉપધિરૂપ દ્રવ્યલાઘવ અને ઋદ્ધિ, રસ તથા શાતારૂપ ત્રણ પ્રકારના ગર્વ રહિત હોવાથી લાઘવ સંપન્ન, પ્રતિભા સંપન્ન હોવાથી ઓજસ્વી, દેદીપ્યમાન અને કાંતિ યુક્ત હોવાથી તેજસ્વી, આદેય વચનના ધારક હોવાથી વર્ચસ્વી, તપ-સંયમની આરાધનાથી પ્રસિદ્ધિ પામેલા હોવાથી યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભ; તે ચાર કષાય પર વિજય પ્રાપ્ત કરવાથી કષાયવિજેતા, વિષયોમાં પ્રવૃત્ત થતી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાથી ઇન્દ્રિયવિજેતા, અપ્રમત્ત દશા પ્રગટ કરવા નિદ્રાનો ત્યાગ કરતા હોવાથી નિદ્રાવિજેતા, અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહોને સમભાવે સહન કરતા હોવાથી પરીષહવિજેતા, જીવવાની આશા અને મરણના ભયથી મુક્ત, દઢતાપૂર્વક વ્રતપાલન કરતા હોવાથી વ્રતપ્રધાન, ક્ષમાદિ ગુણવાન હોવાથી ગુણ પ્રધાન, પિંડવિશુદ્ધિ આદિ કરણ સિત્તરીનું પાલન કરતા હોવાથી કરણ પ્રધાન, મહાવ્રતાદિ મૂળ ગુણ વગેરે ચરણ સિત્તરીનું પાલન કરતા હોવાથી ચરણ પ્રધાન, ઇન્દ્રિય અને મનનું દમન કરતા હોવાથી નિગ્રહ પ્રધાન, તત્ત્વ નિર્ણય તથા આવશ્યક સમાચારીનું નિશ્ચયપણે પાલન કરતા હોવાથી નિશ્ચય પ્રધાન, માયા-કપટના ત્યાગી હોવાથી આર્જવપ્રધાન, જાતિ આદિ આઠ પ્રકારના માન કષાયના ઉદયને નિષ્ફળ કરતા હોવાથી માર્દવપ્રધાન, દ્રવ્યથી અલ્પોપધિ અને ભાવથી ગર્વ રહિત હોવાથી લાઘવપ્રધાન, ક્રોધના ઉદયનો નિરોધ કરતા હોવાથી ક્ષમાપ્રધાન, લોભના ઉદયનો નિરોધ કરતા હોવાથી મુક્તિપ્રધાન, રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓના ધારક હોવાથી વિદ્યાપ્રધાન, મંત્રોના આરાધક હોવાથી મંત્ર પ્રધાન, આચારાંગાદિ શાસ્ત્રોના જ્ઞાતા હોવાથી વેદપ્રધાન, બ્રહ્મસ્વરૂપી આત્મરમણતા માટે પુરુષાર્થશીલ હોવાથી બ્રહ્મચર્ય પ્રધાન, નૈગમાદિ સાત નયથી વસ્તુનું સ્વરૂપ જાણીને તેનું નિરૂપણ કરતા હોવાથી નયપ્રધાન, દ્રવ્ય, ક્ષેત્ર,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy