SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર જઘન્ય બે હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. તે સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ અને સાધિક આઠ અંગુલની હોય છે, તેવું સર્વજ્ઞોનું કથન છે.ાણા સિદ્ધ, અંતિમ ભવની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહનાથી યુક્ત હોય છે. સિદ્ધ ભગવાન જરા અને મૃત્યુથી મુક્ત હોવાથી તેનું અનિત્યંઘ સંસ્થાન હોય છે અર્થાત્ તેમનું સંસ્થાન પરિમંડલાદિ લૌકિક સંસ્થાનની સમાન નથી.II) ૧૭૩ વિવેચન : સિદ્ધોની અવગાહના– સિદ્ધ ભગવાન અશરીરી છે, તેથી તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત અરૂપી હોય છે પરંતુ તેના આત્મપ્રદેશો અસંખ્યાત આકાશ પ્રદેશમાં સ્થિત થાય છે, તે અપેક્ષાએ તેઓની અવગાહનાનું કથન છે. જીવ જે અંતિમ શરીર છોડીને સિદ્ધ થાય, તે શરીરનો ત્રીજો ભાગ ન્યૂન તેઓની અવગાહના રહે છે. શૈલેશીકરણના સમયે આત્મપ્રદેશો ઘનીભૂત થાય, ત્યારે શરીરનો પોલાણનો ભાગ ઘટી જાય છે. શરીરમાં પોલાણ ભાગ લગભગ શરીરના ત્રીજા ભાગ પ્રમાણ હોય છે. તેથી સિદ્ધોની અવગાહના અંતિમ શરીરની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન હોય છે. જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તેનો ત્રીજો ભાગ ચૂન કરતાં સિદ્ધોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ અને ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ ૩ર અંગુલ હોય છે. તેની વચ્ચેની મધ્યમ અવગાહના વિવિધ પ્રકારની થાય છે. અંતિમ ચોવીસમા તીર્થંકરની અપેક્ષાએ સિદ્ધોની મધ્યમ અવગાહના આગમમાં ચાર હાથ સોળ અંગુલની પણ કહેવામાં આવે છે, તે મધ્યમ અવગાહના એકાંતિક નથી પણ સાપેક્ષ(અપેક્ષાથી) છે, તેમ સમજવું. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું બધું મધ્યમ કહેવાય છે. મધ્યમમાં કોઈ એક નિશ્ચિત સંખ્યા સંભવિત નથી. સિદ્ધોનું સંસ્થાન – સમચતુરસ્ર આદિ છ એ સંસ્થાન, જીવને સંસ્થાન નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. સિદ્ધ ભગવાન સર્વ કર્મોથી મુક્ત છે. તેથી તેમના આત્મપ્રદેશોનું કોઈ ચોક્કસ સંસ્થાન હોતું નથી. પ્રાસંગિક સંસ્થાનોમાંથી એક પણ સંસ્થાન ન હોય તેના માટે સૂત્રકારે અનિત્થસ્થ સંસ્થાનનું કથન કર્યું છે. જીવ જે શરીરમાંથી સિદ્ધ થાય છે તે અંતિમ શરીરમાંથી ત્રીજો ભાગ ન્યૂન થઈને તે જ આકારમાં આત્મપ્રદેશો અનંતકાલ પર્યંત સ્મિત રહે છે. સિદ્ધોની સ્પર્શના ઃ ९१ जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अणोणसमोगाढा, पुट्ठा सव्वे य लोगंते ॥ ९ ॥ फुसइ अणंते सिद्धे, सव्वपएसेहिं णियमसो सिद्धो । ते वि असंखेज्जगुणा, देसपएसेहिं जे पुट्ठा ॥ १०॥ ભાવાર્થ:- જે ક્ષેત્રમાં એક સિદ્ધ બિરાજમાન છે, ત્યાં જન્મ મરણરૂપ ભવભ્રમણથી મુક્ત થયેલા અનંત સિદ્ધો છે તે (ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ) પરસ્પર અવગાઢ છે. તેઓ લોકના અગ્ર ભાગનો સ્પર્શ કરે છે અર્થાત્ લોકાગ્રે રહે છે.હા
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy