SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૨: ઉપપાત [ ૧૬૩] ઉત્તર- હે ગૌતમ! જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરી અંકુરિત થતા નથી તેવી રીતે કર્મરૂપી બીજનો ક્ષય થવાથી સિદ્ધોની પણ ફરીથી જન્મોત્પત્તિ થતી નથી. હે ગૌતમ ! તેથી એમ કહ્યું છે કે સિદ્ધો સાદિ અનંત છે યાવતું શાશ્વત કાલ પર્યત ત્યાં સ્થિત રહે છે. સિદ્ધ થનારા જીવોની યોગ્યતા: ७७ जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि संघयणे सिझंति ? गोयमा ! वइरोसभणारायसंघयणे सिज्झति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ થતા જીવો કયા સહનનમાં હોય તો સિદ્ધ થાય છે? ઉત્તર– હે ગૌતમ! વજઋષભનારા સંઘયણવાળા હોય, તે સિદ્ધ થાય છે. ७८ जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि संठाणे सिझंति ? गोयमा ! छण्हं संठाणाणं अण्णयरे संठाणे सिझंति । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! સિદ્ધ થતા જીવો કયા સંસ્થાનવાળા હોય તો સિદ્ધ થાય છે? ઉત્તર-હે ગૌતમ! છ સંસ્થાનોમાંથી કોઈપણ સંસ્થાનમાં સિદ્ધ થાય છે. ७९ जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि उच्चत्ते सिझंति ? गोयमा ! जहण्णेणं सत्तरयणीए, उक्कोसेणं पंचधणुसइए सिझंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ થતા જીવો કેટલી ઊંચાઈવાળા હોય તો સિદ્ધ થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો(૫૦૦) ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. | ८० जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि आउए सिझंति ? गोयमा ! जहण्णेणं साइरेगट्ठवासाउए, उक्कोसेणं पुव्वकोडियाउए सिझंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ થતા જીવો કેટલા આયુષ્યવાળા હોય તો સિદ્ધ થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય આઠ વર્ષથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ કોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સિદ્ધ થનારા જીવોના મનુષ્ય અવસ્થાના સંઘયણ આદિ ચાર તત્ત્વોનું નિરૂપણ છે. (૧) સંઘયણ :- મોક્ષ પ્રાપ્તિની સાધના માટે શરીરની મજબૂતાઈ જરૂરી છે. તેથી જ એક વજઋષભનારાચ સંઘયણવાળા જીવો જ મોક્ષે જઈ શકે છે. શેષ પાંચ સંઘયણવાળા સાધક-આરાધક દેવગતિમાં જાય છે. (૨) સંસ્થાનઃ-મોક્ષ પ્રાપ્તિની સાધનામાં દેહાકૃતિનું કોઈ મહત્ત્વ નથી. તેથી છ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાનવાળા જીવો મોક્ષે જઈ શકે છે. (૩) અવગાહના :- જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા જીવો મોક્ષે જઈ શકે છે. તેનાથી અધિક અવગાહના યુગલિક મનુષ્યોમાં જ હોય છે અને યુગલિકો રત્નત્રયની સાધના કરી મોક્ષે જઈ શકતા નથી.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy