SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ–૨: ઉપપાત ૧૩૯ से जहाणामए उप्पले इ वा पउमे इ वा कुमुदे इ वा णलिणे इ वा सुभगे इ वा सुगंधे इ वा पोंडरीए इ वा महापोंडरीए इ वा सयपत्ते इ वा सहस्सपत्ते इ वा सयसहस्सपत्ते इ वा पंके जाए, जले संवुड्डे णोवलिप्पइ पंकरएणं णोवलिप्पइ जलरएणं, एवामेव दढपइण्णे वि दारए कामेहिं जाए भोगेहिं संवुड्ढे णोवलिप्पिहिइ कामरएणं, णोवलिप्पिहिइ भोगरएणं, णोवलिप्पिहिइ मित्तणाइणियग-सयण-संबंधि-परिजणेणं। ભાવાર્થ - ત્યારે તે દઢપ્રતિજ્ઞકુમાર તે વિપુલ ભોજન, પાણી, શય્યા આદિ કામભોગોમાં આસક્ત થશે નહીં, તેમાં અનુરક્ત, વૃદ્ધ, મોહિત કે અત્યંત તલ્લીન થશે નહીં. જેવી રીતે રક્તકમળ, પદ્મકમળ, ચંદ્ર વિકાસી કમળ, નલિનકમળ, સુભગકમળ, સુગધીકમળ, શ્વેતકમળ, વિશાળ શ્વેતકમળ, સો પાંખડીવાળા કમળ, હજાર પાંખડીવાળા કમળ, લાખ પાંખડીવાળા કમળ કીચડમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં મોટા થાય છે પણ તે કીચડથી કે જળ રૂપરજથી લિપ્ત થતાં નથી. તેવી રીતે આ દઢપ્રતિશ કુમાર કામ સેવનથી ઉત્પન્ન થયેલો અને ભોગમય જગતમાં મોટો થવા છતાં તે કામ(શબ્દ, રૂ૫) અને ભોગ(ગંધ, રસ, સ્પર્શ)ની કામાસકિત કે ભોગાસકિતથી લેવાશે નહીં. મિત્ર, જ્ઞાતિ, ભાઈ, બહેનો આદિ, પારિવારિક સ્વજનો, તથા બીજા અન્ય સંબંધીઓમાં પણ આસક્ત બનશે નહીં. |४४ से णं तहारूवाणं थेराणं अंतिए केवलं बोहिं बुज्झिहिइ, बुज्झित्ता अगाराओ अणगारियं पव्वइहिइ। ભાવાર્થ - તે તથારૂપના સ્થવિર ભગવંતો પાસે ધર્મબોધ પામશે અને ગૃહસ્થવાસનો ત્યાગ કરી અણગાર ધર્મમાં દીક્ષા લઈ શ્રમણ જીવનનો સ્વીકાર કરશે. |४५ से णं भविस्सइ अणगारे भगवंते ईरियासमिए भासासमिए, एसणासमिए, आयाणभंडमत्तणिक्खेवणासमिए, उच्चारपासवणखेलसिंघाणजल्लपरिट्ठावणियासमिए, मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुत्ते, गुत्तिदिए गुत्तबंभयारी । ભાવાર્થ :- દઢપ્રતિજ્ઞ અણગાર ઉપયોગપૂર્વક ગમનાગમનરૂપ ઈર્યાસમિતિ, ભાષાશુદ્ધિરૂપ ભાષાસમિતિ, નિર્દોષ રીતે આહારાદિની ગવેષણારૂપ એષણાસમિતિ, યતનાપૂર્વક ભંડોપકરણ લેવા મૂકવારૂપ આદાનનિક્ષેપ સમિતિ, શરીરના મલાદિનો નિર્દોષ ભૂમિમાં ત્યાગ કરવારૂપ ઉચ્ચાર પ્રશ્રવણ ખેલજલ્લ સિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, આ પાંચે સમિતિઓના પાલનમાં પુરુષાર્થશીલ; મનગુપ્ત, વચન ગુપ્ત, કાયગુપ્ત– મન, વચન અને કાયની પ્રવૃત્તિઓમાં સંયમી; ગુપ્ત-અંતર્મુખ અને ગુપ્ત બ્રહ્મચારી થશે. |४६ तस्स णं भगवंतस्स एएणं विहारेणं विहरमाणस्स अणंते, अणुत्तरे, णिव्वाघाए, णिरावरणे, कसिणे, पडिपुण्णे केवलवरणाणदंसणे समुप्पज्जहिइ ।। ભાવાર્થ:- આ પ્રકારની સંયમી જીવનચર્યામાં વિચરણ કરતા દઢપ્રતિજ્ઞ અણગારને અનંત (અનંત પદાર્થોના વિષયભૂત), સર્વોત્તમ, ભીંત આદિના વ્યાઘાતરહિત, ક્ષાયિક ભાવથી પ્રગટ થયેલું હોવાથી નિરાવરણ, સમસ્ત પદાર્થોને જાણનારું, પદાર્થોને પૂર્ણપણે જાણનારું એવું શ્રેષ્ઠ કેવલજ્ઞાન, કેવલ દર્શન પ્રગટ થશે. |४७ तए णं से दढपइण्णे केवली बहूई वासाई केवलिपरियागं पाउणिहिइ, पाउणित्ता
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy