SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ—૨ : ઉપપાત ૧૨૭ પાણી ક્રમપૂર્વક પીતા-પીતા સમાપ્ત થઈ ગયું. २३ तए णं से परिव्वायगा झीणोदगा समाणा तण्हाए पारब्भमाणा उदगदातारम पस्समाणा अण्णमण्णं सद्दार्वेति, सद्दावित्ता एवं वयासी एवं खलु देवाणुप्पिया ! अम्हे इमीसे अगामियाए छिण्णावायाए, दीहमद्धाए अडवीए कंचि देसंतरमणुपत्ताणं से पुव्वग्गहिए उदए अणुपुव्वेणं परिभुंजमाणे झीणे । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं इमीसे अगामियाए जाव अडवीए उदगदातारस्स सव्वओ समंता मग्गणगवेसणं करित्तए त्ति कट्टु अण्णमण्णस्स अंतिए एयमट्टं पडिसुर्णेति, पडिणित्ता तीसे अगामियाए जाव अडवीए उदगदातारस्स सव्वओ समंता मग्गणगवेसणं करेंति, करित्ता उदगदातारमलभमाणा दोच्चंपि अण्णमण्णं सद्दार्वेति, सद्दावेत्ता एवं वयासीભાવાર્થ :- પોતાની પાસેનું પાણી સમાપ્ત થઈ ગયું ત્યારે તે સંન્યાસીઓ તૃષાથી વ્યાકુળ બની ગયા. ત્યાં કોઈ પાણી આપનારા દેખાયા નહીં તેથી પરસ્પર એકબીજાને સંબોધન કરીને કહેવા લાગ્યા હે દેવાનુપ્રિયો ! આપણે ગામ રહિત, મનુષ્યોના આવાગમન રહિત નિર્જન, લાંબા અને વિકટ માર્ગવાળા જંગલમાં પહોંચી ગયા છીએ. આપણે હજુ થોડું જંગલ જ પસાર કર્યું છે, ત્યાં જ આપણી પાસે જે પાણી હતું તે ક્રમશઃ પીતા-પીતા સમાપ્ત થઈ ગયું છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે તે જ કલ્યાણ કારક છે કે આપણે ગ્રામ રહિત નિર્જન, આ જંગલમાં ચારે બાજુ જલના દાતાની શોધ કરીએ. તેઓએ પરસ્પર ચર્ચા કરીને આ નિર્ણય કર્યો અને ગામરહિત નિર્જન જંગલમાં ચારે બાજુ જલ આપનાર જલદાતાને શોધવા લાગ્યા. શોધવા છતાં કોઈ જલદાતા મળ્યો નહીં. ત્યારે બીજીવાર એકબીજાને સંબોધન કરીને કહ્યું– २४ इह णं देवाप्पिया ! उदगदातारो णत्थि, तं णो खलु कप्पइ अम्हं अदिण्णं गिण्हित्तए, अदिण्णं साइज्जित्तए, तं मा णं अम्हे इयाणि आवइकालं पि अदिण्णं गिण्हामो, अदिण्णं साइज्जामो, मा णं अम्हं तवलोवे भविस्सइ । तं सेयं खलु अम्हं देवाणुप्पिया ! तिदंडए य, कुंडियाओ य, कंचणियाओ य, करोडियाओ य, भिसियाओ य, छण्णालए य, अंकुस य, केसरियाओ य, पवित्तए य, गणेत्तियाओ य, छत्तए य, वाहणाओ य, पाउयाओ य, धाउरत्ताओ य एगंते एडित्ता गंगं महाणई ओगाहित्ता वालुयासंथारए संथरित्ता संलेहणाझूसियाणं, भत्तपाणपडियाइक्खियाणं, पाओवगयाणं कालं अणवकंखमाणाणं विहरित्तए त्ति कट्टु अण्णमण्णस्स अंतिए एयमठ्ठे पडिसुर्णेति, पडिसुणित्ता तिदंडए य जाव एगंते एडेति, एडित्ता गंग महाणइं ओगार्हेति, ओगाहित्ता वालुयासंथारए संथरंति, संथरित्ता वालुयासंथारयं दुरुहंति, दुरुहित्ता पुरत्थाभिमुहा सपलियंकणिसण्णा करयल जाव कट्टु एवं वयासी – ભાવાર્થ :- હે દેવાનુપ્રિયો ! આ નિર્જન અટવીમાં કોઈ જલ આપનારા નથી અને આપણને અદત્તઆપ્યા વિના લેવું કે તેનું સેવન કરવું કલ્પનીય નથી. તો આ આપત્તિકાળમાં પણ આપણે અદત્ત જલને ગ્રહણ ન કરીએ, તેનું સેવન ન કરીએ અને આપણા તપનો એટલે સ્વીકાર કરેલી પ્રતિજ્ઞાનો નાશ ન થાય તે માટે હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ જ કલ્યાણકારક છે કે આપણે ત્રિદંડ, કમંડલ, કાંચનિકા–રૂદ્રાક્ષ
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy