SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે શીધ્ર અભિષિક ઉત્તમ હસ્તિરત્ન સુસજ્જિત કરો. તેની સાથે ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો. સુભદ્રા વગેરે રાણીઓને માટે પણ યાત્રાભિમુખ– સરળતાથી ચાલી શકે તેવા શ્રેષ્ઠ બળદો જોડેલા પ્રત્યેકને માટે અલગ અલગ ધાર્મિક રથો પણ બાહ્ય સભાભવનમાં ઉપસ્થિત કરો. ચંપાનગરીની અંદર અને બહાર, તેના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ તથા સામાન્ય માર્ગ, તે દરેક સ્થાનની સફાઈ કરાવો. ત્યાં થોડા અને વિશેષ પાણીનો છંટકાવ કરાવો; છાણ આદિથી લીંપાવો; નગરની શેરીઓ, મધ્યભાગો, બજારના રસ્તાઓની સફાઈ કરી તેને સ્વચ્છ અને સુંદર બનાવો; તેની આજુબાજુ લોકોને બેસવા માટે મંચાતિમંચ-સીડીઓ સહિતના પ્રેક્ષાગૃહની રચના કરાવો; વિવિધ રંગની ઊંચી-ઊંચી ધ્વજાઓ, પતાકાઓ, અતિપતાકાઓ ફરકાવો; નગરને અત્યંત ઉલ્લોકનીય–જોવા યોગ્ય બનાવો, તેના પર ગોશીર્ષ ચંદન તથા સરસ(ભીના) રક્ત ચંદનના પાંચ આંગળી અને હથેળી સહિતના છાપા મારેલા અને ચંદન ચર્ચિત(ચંદન છાંટેલા) મંગલ કળશો સજાવો; નગરના પ્રત્યેક દ્વારભાગ ઉપર ચંદન કળશોના તોરણો બંધાવો; ભૂમિભાગથી કંઈક ઉપર સુધીની મોટી, ગોળ અને લાંબી અનેક પુષ્પ-માળાઓ લટકાવો; પાંચ રંગના સરસ તાજા પુષ્પગુંજથી નગરને સજાવો; કાલાગુરુ ઉત્તમ કુંદરુષ્ક, લોબાન, ધૂપની સુગંધથી વાતાવરણને મઘમઘાયમાન કરાવો; સમગ્ર નગરને સુગંધની ગુટિકા જેવું કરો અને કરાવો. આ કાર્ય સંપન્નતાની મને જાણ કરો. ત્યાર પછી હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે નીકળીશ. ८८ तए णं से बलवाउए कूणिएणं रण्णा एवं वुत्ते समाणे हद्वतु? जाव हियए करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं सामि त्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणित्ता एवं हत्थिवाउयं आमंतेइ, आमंतेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! कूणियस्सरण्णो भंभसारपुत्तस्स आभिसेक्कं हत्थिरयणंपडिकप्पेहि, हयगयरह पवरजोहकलियं चाउरंगिणिं सेणं सण्णाहेहि, सण्णाहेत्ता एयमाणत्तियं पच्चपिणाहि। ભાવાર્થ - કોણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે સેનાપતિ હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે પ્રસન્નતાપૂર્વક હાથ જોડીને પોતાના મસ્તકને નમાવ્યું. બંને હાથ જોડી વિનયપૂર્વક રાજાનો આદેશ સ્વીકારીને કહ્યું, હે સ્વામી ! જેવી આપની આજ્ઞા. આ રીતે રાજ આજ્ઞાનો સ્વીકાર કરીને, મહાવતને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય ! ભંભસાર(શ્રેણિક રાજા)ના પુત્ર કોણિક મહારાજાને માટે, અભિષિકત ઉત્તમ હાથીને શીધ્ર તૈયાર કરો. ઘોડા, હાથી, રથ તથા શ્રેષ્ઠ યોદ્ધાઓથી ચતુરંગિણી સેનાને સજ્જ કરીને મને આજ્ઞા પાલનના સમાચાર આપો. | ८९ तए णं से हत्थिवाउए बलवाउयस्स एयमढे आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणित्ता आभिसेक्कं हत्थिरयणं छेयायरियउवएसम्मकप्पणा-विकप्पेहिं सुणिउणेहि उज्जलणेवत्थहत्थपरिवत्थियं, सुसज्जं धम्मियसण्णद्ध बद्ध कवइय उप्पीलियकच्छवच्छ गेवेज्जबद्ध गलवर-भूसणविरायंतं, अहियतेयजुत्तं, सललिय-वरकण्णपूरविराइयं, पलंबओचूल महुयस्कयंधयारं, चित्तपरिच्छेय पच्छयं, पहरणावरण-भरियजुद्धसज्ज, सच्छत्तं, सज्झयं, सघंट, सपडागं, पंचामेलय परिमंडियाभिरामं, ओसारियजमलजुयलघंट,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy