SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ જળ ભરેલું છે, તે મહાભયાનક છે. અપરિમિત ઇચ્છાઓથી કલુષિત થયેલી મનુષ્યોની જે બુદ્ધિ છે, તે જાણે વાયુના વેગથી ઉડતા જલકણો છે અને તેનાથી તે સાગર અંધકારમય બની ગયો છે, અપ્રાપ્ત પદાર્થોને પ્રાપ્ત કરવાની આશા અને ધનાદિની તીવ્ર લાલસા રૂપ પ્રચુર ફીણથી તે ધવલ લાગે છે, મોહરૂપ મહા આવર્તમાં ભોગરૂપી વમળો ઊઠે છે. તેનું જલ વેગપૂર્વક ઉછળે છે, ઉછળીને નીચે પડે છે, તેમાં પ્રમાદરૂપી અત્યંત ક્રોધી અને દુષ્ટ સ્વભાવવાળા હિંસક જીવો છે. તે હિંસકજીવો દ્વારા આઘાત પામીને સંસારી જીવોનો સમૂહ ચારેબાજુ નાસભાગ કરે છે અને તેના ભયંકર આક્રંદના મહાભીષણ પડઘાઓ ચારે બાજુ સંભળાય છે. - તેમાં અજ્ઞાનરૂપી મત્સ્ય અને પરિહસ્ત-જલજંતુ વિશેષ, ચારે બાજુ ફરી રહ્યા છે; અનુપશાંત ઇન્દ્રિયોરૂપી વિકરાળ મગરોની ચંચળ ચેષ્ટાઓથી તે જલસમૂહ ખળભળી રહ્યો છે; અત્યંત ઉછળતો તે જળ સમૂહ જાણે નૃત્ય કરતો હોય, વીજળી વેગે ચક્રની જેમ ફરી રહ્યો હોય તેવું લાગે છે. અરતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વ રૂપ પર્વતોથી આ સંસાર સમુદ્ર અત્યંત વિકટ બની ગયો છે. અનાદિકાલીન પરંપરાથી બંધાઈ રહેલા કર્મબંધનો અને તજ્જન્ય રાગાદિ પરિણામ રૂપ ચીકણા કાદવથી તે દુસ્તર બની ગયો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિ, તે ચાર ગતિમાં જીવનું જે પરિભ્રમણ છે, તે તેના વક્ર અને પરિવર્ધિત, વિશાળ વેલા-કિનારા છે. તે ચાર ગતિ રૂપ ચાર દિશાઓના ચાર વિભાગમાં વિભક્ત છે. તે સંસાર સાગર વિશાળ, પાર પામી ન શકાય તેવો અને વિકરાળ છે. જેને જોતાં જ ભય ઉત્પન્ન થાય તેવો છે. તે સંસાર સમુદ્રને સંયમરૂપ નાવથી જ પાર પામી શકાય છે, તરી શકાય છે. તે નાવ ધૈર્યરૂપ દોરડાના બંધનથી સુદઢપણે બાંધેલી હોવાથી નિપ્રકંપ છે, તેની ગતિ અત્યંત વેગવાળી છે. તેની મધ્યમાં સંવર અને વૈરાગ્ય ભાવરૂપ એક ઊંચો કૂપકતંભ રાખેલો છે. તે સ્તંભ ઉપર જ્ઞાનરૂપી શ્વેત, નિર્મળ સઢ તાણેલો છે. વિશુદ્ધ સમ્યકત્વ રૂપ તેના નિર્ધામક–સુકાની છે. અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર ધીર સાધકો પ્રશસ્ત ધ્યાન અને તપ રૂ૫ વાયુથી પ્રેરિત થતી તે સંયમ રૂપ નાવને આગળ વધારે છે. તેમાં પ્રમાદના પરિત્યાગ રૂપ ઉધમ અને મોક્ષપ્રાપ્તિના દઢ નિશ્ચય રૂપ વ્યવસાયનું મૂલ્ય ચૂકવીને ખરીદેલી નિર્જરાના ઉપાયભૂત યતના, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિશુદ્ધ મહાવ્રતો રૂપ ભાંડ વગેરે વસ્તુઓ ભરેલી છે. તે નાવ જિનેશ્વરોના ઉપદિષ્ટ માર્ગે– સંયમ માર્ગે સરળતાપૂર્વક આગળ વધતી સિદ્ધગતિરૂપ મહાન બંદરની સન્મુખ જઈ રહી છે, શ્રેષ્ઠ શ્રમણો રૂપ સાર્થવાહો છે. ભગવાન મહાવીરના તે શ્રમણો વિશિષ્ટ શુદ્ધિસંપન્ન, સુમધુભાષી, કોઈ પણ પ્રશ્નોના યથોચિત શ્રેષ્ઠ ઉત્તર આપનારા, એક માત્ર મોક્ષની જ આશા-ઇચ્છા રાખનારા હતા. તેઓ ગામમાં એક રાત્રિ એટલે એક અઠવાડિયા સુધી અને નગરમાં પાંચ રાત્રિ એટલે ૨૯ દિવસ પર્યત નિવાસ કરતા હતા. તેઓ જિતેન્દ્રિય હતા, તેઓ ભય મોહનીય કર્મના ઉદયનો નિરોધ કરતા હોવાથી નિર્ભય અને ઉદયમાં આવેલા ભય મોહનીયને નિષ્ફળ બનાવતા હોવાથી ભયરહિત હતા; સચેત, અચેત અને મિશ્ર દ્રવ્યોમાં વૈરાગ્યવાન હતા, તે સંચય- સંગ્રહ વૃત્તિથી નિવૃત્ત હતા. લોભ રહિત હોવાથી મુક્ત, સ્વલ્પ ઉપધિના ધારક હોવાથી લાઘવ સંપન્ન, ઈહલોક અને પરલોકના સુખની અભિલાષાથી રહિત, મોક્ષ સાધક, જાતિ આદિ મદથી રહિત હોવાથી નિભૂત-વિનીત, શ્રુત અને ચારિત્રધર્મની આરાધના કરી રહ્યા હતા. અસુરકુમાર દેવો દ્વારા ભગવાનની પર્થપાસના :७९ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे असुरकुमारा देवा अंतियं पाउब्भवित्था-कालमहाणील-सरिसणीलगुलियगवल- अयसि कुसुमप्पगासा, આપનારા, એક મારમાં પાંચરાત્રિ એટલે કે કોવાથી નિર્ભય અને
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy