SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૨ | શ્રી વિવાઈસૂત્ર અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓનો પૂર્ણતઃ ક્ષય કરી અનંત જ્ઞાન, દર્શન પ્રગટ કરી તેમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકને ધ્યાન તપની આવશ્યકતા રહેતી નથી. સર્વજ્ઞ સર્વદર્શી તે કેવળી ભગવાન ધ્યાનાંતરિત ધ્યાનમુક્ત અવસ્થામાં, અવસ્થિત પરિણામમાં રહે છે. (૩) સૂમક્રિયા અપ્રતિપાત શુક્લધ્યાન - તેરમાં ગુણસ્થાનવર્તી સયોગી કેવળીનું આયુષ્ય અંતર્મુહૂર્તનું શેષ રહે, ત્યારે કેવળી ભગવાન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનમાં સ્થિત થાય છે. તેમાં યોગ નિરોધની પ્રક્રિયા થાય છે. યોગ નિરોધ પછી શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ શેષ રહે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી પતન થવાનું નથી, તે ધ્યાનને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કહે છે. (૪) સમુચ્છિન્ન કિયા અનિવૃત્તિ શુક્લધ્યાન :- આ શુક્લ ધ્યાનનું ચોથું ચરણ છે. તેમાં ગુણસ્થાને યોગનિરોધ થયા પછી તે સાધક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તે અયોગી અવસ્થામાં સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું શુક્લ ધ્યાન હોય છે. તે અવસ્થામાં પ્રવેશ કરતાં સાધક અઘાતી કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિસમય અસંખ્યાત ગુણિતક્રમથી નિર્જરા કરે છે અને અંતિમ સમયે કર્મલેપથી સર્વથા વિમુક્ત થઈ સિદ્ધ થઈ સિદ્ધાલયમાં બિરાજે છે. શુક્લધ્યાનના ચોથા ભેદથી યોગક્રિયા સમુચ્છિન્ન = સર્વથા વિનષ્ટ થઈ જાય છે અને ત્યાંથી પાછા ફરતા નથી. તેથી તેનું સાર્થક નામ “સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ છે. શુક્લધ્યાનના ચાર લક્ષણ :- ૧. અવ્યથા- વ્યથાનો અભાવ; ૨. અસમ્મોહ– પદાર્થ વિષયક સૂક્ષ્મ મૂઢતાનો અભાવ; ૩. વિવેક- શરીર અને આત્માના ભેદનું જ્ઞાન અને ૪. વ્યુત્સર્ગ– શરીર અને ઉપધિ પર અનાસક્તિ ભાવ. શુક્લધ્યાનના ચાર આલંબન - ક્ષમા, મુક્તિ (નિર્લોભતા), મૃદુતા અને ઋજુતા. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઃ - (૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા– અનંત સંસાર પરંપરાનું ચિંતન (૨) વિપરિણામ અનુપ્રેક્ષા- વસ્તુઓના વિવિધ પરિણામો ઉપર ચિંતન (૩) અશુભ અનુપ્રેક્ષા- પદાર્થોની અશુભતાનું ચિંતન અને (૪) અપાય અનુપ્રેક્ષા– અપાયો-દોષોનું ચિંતન. આ પ્રકારના આત્માનુલક્ષી ચિંતનથી સંવેગભાવ આદિની વૃદ્ધિ થતાં આત્મા ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ પરિણામોને પ્રાપ્ત કરે છે. આ રીતે ચારે ધ્યાનનું સ્વરૂપ યથાર્થ રીતે જાણીને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સર્વથા ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિત થવું તે જ આત્યંતર ધ્યાન તપ છે. ધર્મધ્યાનથી આત્માની બહિર્મુખી ચિત્તવૃત્તિ અંતર્મુખી બની જાય છે અને શુક્લધ્યાનથી આત્મા આત્મભાવોમાં સ્થિત થતો જાય છે. તેથી કર્મબંધ અટકી જાય અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે ધ્યાન તપ દ્વારા આત્મા કર્મક્ષયની સાધનામાં સફળ થઈ મુક્તિ પ્રાપ્ત કરે છે. આવ્યંતર તપઃ વ્યુત્સર્ગ - ७१ से किं तं विउस्सग्गे ? विउस्सग्गे दुविहे पण्णत्ते, तं जहा- दव्वविउस्सग्गे, भावविउस्सग्गे य । ભાવાર્થ -પ્રશ્ન- વ્યુત્સર્ગતપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-વ્યત્સર્ગતપના બે ભેદ છે. (૧) દ્રવ્યવ્યત્સર્ગ, (૨) ભાવ-બુત્સર્ગ. ७२ से किं तंदव्वविउस्सग्गे?दव्वविउस्सग्गे चठविहे पण्णत्ते, तंजहा- सरीरविउस्सग्गे,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy