SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિપાક સૂત્ર ભાવાર્થ :- ત્યાર પછી તે ઉત્પલા નામની કૂટગ્રાહિણીએ નવ માસ પરિપૂર્ણ થતાં પુત્રને જન્મ આપ્યો. જન્મતાંની સાથે જ તે બાળકે અત્યંત કર્કશ તેમજ ચિત્કારપૂર્ણ ભયંકર શબ્દ કર્યો. તે બાળકના કઠોર ચિત્કારપૂર્ણ શબ્દોને સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને હસ્તિનાપુરનગરનાં ઘણાં નગરના પશુ, ગાય, વાછરડાં યાવત્ બળદાદિ ભયભીત તેમજ ઉદ્વેગને પામીને ચારે દિશામાં ભાગવાં લાગ્યાં. તેથી તે બાળકના માતાપિતાએ તેનો નામકરણ સંસ્કાર કરતા કહ્યું કે જન્મ લેતાં જ આ બાળકે ''વિન્ના'' અત્યંત કર્ણકટુ ચીત્કાર કરીને ભીષણ અવાજ–આક્રંદ કર્યું છે, તે સાંભળીને તથા અવધારણ કરીને હસ્તિનાપુરનાં ગાય આદિ નાગરિક પશુઓ ભયભીત તથા ઉદ્વિગ્ન બની ચારે તરફ ભાગવાં લાગ્યાં, તેથી આ બાળકનું નામ "ગોત્રાસક" (ગાય આદિ પશુઓને ત્રાસ આપનાર) રાખવામાં આવે છે. ત્યાર પછી ગોત્રાસક બાળકે બાલ્યાવસ્થા છોડીને યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. ३८ १४ तणं से भी कूडग्गाहे अण्णया कयाइ कालधम्मुणा संजुत्ते । तए णं से गोत्तासए दारए बहूणं मित्त - णाइ - णियग-सयण संबंधि- परियणेणं सद्धिं संपरिवुडे रोयमाणे कंदमाणे विलवमाणे भीमस्स कूडग्गाहस्स णीहरणं करेइ, करेत्ता बहूहिं लोइयमयकिच्चाई करेइ । तए णं से सुगंदे राया गोत्तासं दारयं अण्णया कयाइ सयमेव कूडग्गाहत्ताए ठावेइ । तए णं से गोत्तासे दारए कूडग्गाहे जाए यावि होत्था अहम्मिए जाव दुप्पडियाणंदे । ભાવાર્થ :- ત્યાર પછી એકદા ભીમ ફૂટગ્રાહ મૃત્યુ પામ્યો. ત્યારે તે બાળક ગોત્રાસકે પોતાના મિત્ર, જ્ઞાતિજનો, આપ્તજનો, સ્વજનો(કાકાદિ), સંબંધી(શ્વસુરાદિ)અને પરિજનો(નોકરવર્ગથી) ઘેરાઈને રુદન, આક્રંદ અને વિલાપ કરતાં ભીમ કૂટગ્રાહનો અગ્નિસંસ્કાર કર્યો અને કેટલીક લૌકિક મૃતકની ક્રિયાઓ પણ કરી. ત્યાર પછી સુનંદ રાજાએ ગોત્રાસકને જ કોટવાળના પદ પર નિયુક્ત કર્યો ત્યારે ગોત્રાસક પણ પોતાના પિતાની જેમ જ મહાન અધર્મી યાવત્ દુષ્પ્રત્યાનંદી(ઘણી મુશ્કેલીથી પ્રસન્ન થનાર) બન્યો. ગોત્રાસકનું પાપિષ્ટ જીવન અને દુર્ગતિ : १५ तए णं गोत्तासे कूडग्गाहे कल्लाकल्लि अद्धरत्तियकालसमयंसि एगे अबीए सण्णद्धबद्धकवए जाव गहियाउहप्पहरणे सयाओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेवगोमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बहूणं णगरगोरूवाणं सणाहाण य अणाहाण य जाव वियंगेइ, वियंगेत्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ । तए णं से गोत्तासे कूडग्गाहे तेहिं बहूहिं गोमंसेहि य सोल्लेहि य जाव परिभुंजमाणे विहरइ । तए णं से गोत्तासए कूडग्गाहे ए
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy