SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૨/ઝિતક બીજું અધ્યયન ૨૭ પરિચય : આ અધ્યયનનું નામ 'ઉજ્ઝિતક' છે. આમાં ઉજ્ઞિતક નામના દુઃખી બાળકનું જીવન વૃત્તાંત છે. વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહનો ઉજિઝતક નામનો દીકરો હતો. તે સર્વાંગ સુંદર અને રૂપ સંપન્ન હતો. સંયોગવશાત્ ઉજ્ઝિતકનાં માતાપિતા કાળધર્મ પામ્યા. થોડું ઘણું ધન હતું તે નષ્ટ થઈ ગયું, શેષ ધન રાજકર્મચારીઓએ લઈ લીધું અને ઉઝ્ઝતકને ઘરમાંથી બહાર કાઢી મૂકયો. તે સાર્થવાહ પુત્ર નગરમાં ભટકતો અનેક દુર્વ્યસનોનો ભોગ બન્યો. દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી ઈત્યાદિ પ્રવૃત્તિમાં સમય પસાર કરતાં તે કામજા વેશ્યાના ઘરે પહોંચ્યો અને તેની સાથે ભોગ ભોગવતો ત્યાં જ રહેવા લાગ્યો. વાણિજ્યગ્રામના 'મિત્ર' નામના રાજાની 'શ્રી' નામની રાણીને ઉદરમાં શૂળ રોગ ઉત્પન્ન થયો. રાણી ભોગને યોગ્ય ન રહી તેથી રાજાએ તેનો ત્યાગ કર્યો અને પોતે 'કામધ્વજા' વેશ્યાના ગૃહે જવા લાગ્યા. ત્યાં ઉજ્ઞિતકને જોતાં રાજાએ તેને કાઢી મૂક્યો પરંતુ તે કામધ્વજામાં અતિ આસક્ત હતો તેથી તક મળતાં જ તે ત્યાં પહોંચી જતો. એકદા રાજા તેને જોઈ ગયા અને ઉજ્જિતકને શૂળીએ ચઢાવી દેવાનો આદેશ આપ્યો. રાજાના આદેશ અનુસાર રાજકર્મચારીઓ તેને બાંધી, જુદા જુદા પ્રકારે મારપીટ કરતાં, નગરમાં ફેરવી રહ્યા હતા. તે વખતે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠના પારણે ભિક્ષા માટે વાણિજ્ય ગ્રામમાં પધાર્યા. રસ્તામાં તેઓએ નાક–કાન કાપેલા, હાથને પીઠ પાછળ બાંધેલા, બેડીઓ પહેરાવેલા ઉજ્જિતકને જોયો. રાજકર્મચારીઓ તેના શરીરમાંથી તલ–તલ જેટલું માંસ કાઢી પત્થર તથા ચાબુકનો માર મારતા તેને ખવડાવતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વહોરી ભગવાન પાસે આવ્યા અને રસ્તામાં જોયેલ માણસની દુઃખમય અવસ્થાનું કારણ પૂછ્યું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે આ જંબુદ્રીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા હતો. તેની પાસે ખૂબ વિશાળ ગોશાળા હતી. તે ગોશાળામાં પશુઓ નિર્ભય હતાં અને પ્રચૂર ભોજન-પાણી પામતાં હતાં. તે નગરમાં ભીમ નામનો કોટવાળ રહેતો હતો. જે અધર્મનિષ્ઠ હતો. એક વખત તેની પત્ની ઉત્પલાએ પાપ બુદ્ધિવાળા એક પુત્રને જન્મ દીધો. તેનું નામ ગોત્રાસક રાખવામાં આવ્યું. તે પશુઓને દુઃખ દેતો, મારતો, પીટતો અને અંગહીન કરતો. તે હંમેશાં મધ્ય રાત્રિએ ઊઠી ગોશાળામાં જતો અને પશુઓને સંત્રસ્ત કરી આનંદ માનતો, સાથે જ માંસ-મદિરાનાં સેવનમાં મસ્ત
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy