SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૬ | શ્રી વિપાકે સૂત્ર ઈકાઈ રાઠોડનો અત્યાચાર :| २१ तए णं से इक्काई रट्ठकूडे विजयवद्धमाणस्स खेडस्स पंच गामसयाई बहूहिं करेहि य भरेहि य विद्धीहि य उक्कोडाहि य पराभवेहि य देज्जेहि य भेज्जेहि य कुंतेहि य लंछपोसेहि य आलीवणेहि य पंथकोद्देहि य ओवीलेमाणे ओवीलेमाणे, विहम्मेमाणे विहम्मेमाणे, तज्जेमाणे तज्जेमाणे, तालेमाणे तालेमाणे, णिद्धणे करेमाणे करेमाणे विहरइ । तए णं से इक्काई रट्ठकूडे विजयवद्धमाणस्स खेडस्स बहूणं राईसरतलवर- माडंबिय-कोडुंबिय-इब्भ-सेट्ठि-सेणावइ-सत्थवाहाणं अण्णेसिंच बहूणं गामेल्लग- पुरिसाणं बहुसु कज्जेसु य कारणेसु य मंतेसु य गुज्झेसु य णिच्छएसु य ववहारेसु य सुणमाणे भणइ ण सुणेमि, असुणमाणे भणइ सुणेमि एवं पस्समाणे, भासमाणे, गिण्हमाणे जाणेमाणे । तए णं से इक्काई रट्ठकूडे एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे सुबहु पावकम्म कलिकलुसं समज्जिणमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે ઈકાઈ રાઠોડ વિજયવર્ધમાન પેટનાં પાંચસો ગામોને, કરમહેસૂલો દ્વારા, વધુ કર લઈને, ખેડૂત આદિના ધાન્ય પર દ્વિગુણા કર વસુલ કરીને, લાંચ લઈને પ્રજાજનોનું દમન કરીને, વધુ વ્યાજ લઈને હત્યા આદિ અપરાધોના ખોટા આરોપ મૂકીને, ગ્રામ્યજનો પાસેથી ધન લઈને, ધન માટે દુઃખી કરીને, ચોર આદિ દુરાચારી પુરુષોનું પોષણ કરીને, ગામ આદિને બાળીને, પથિકોનો ઘાત કરીને, લોકોને પોતાના આચારથી ભ્રષ્ટ કરીને દુઃખિત, તિરસ્કૃત, તાડિત અને નિર્ધન કરતો જીવન વ્યતીત કરતો હતો. ત્યાર પછી તે રાજ પ્રતિનિધિ ઈકાઈ રાઠોડ વિજયવર્ધમાન પેટના અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર-રાજાના કૃપાપાત્ર, રાજા તરફથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરનાર, માંડલિક- જે પ્રદેશની ચોમેર બે—બે યોજન સુધી કોઈ ગામ ન હોય, તે મંડલ અને તેના અધિપતિ, કૌટુંબિક-મોટા કુટુંબોના સ્વામી, ઈમ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ–સાર્થનાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કાર્યોમાં, કારણોમાં, ગુપ્ત મંત્રણાઓમાં, નિર્ણયોમાં અથવા વ્યવહારિક વાતોમાં સાંભળેલાને ન સાંભળ્યું અને ન સાંભળેલાને સાંભળેલું કહે તે જ ન સાંભળ્યું હોય તો કહે મેં સાંભળ્યું છે. આ પ્રમાણે જોયું હોય, બોલ્યો હોય, ગ્રહણ કર્યું હોય અને જાણ્યું હોય છતાં કહે કે મેં જોયું નથી, હું બોલ્યો નથી, મેં ગ્રહણ કર્યું નથી અને હું જાણતો નથી. આ પ્રકારના વંચનામય(છેતરપીંડી ભરેલા) વ્યવહારને, માયાચારને જ તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું અને પ્રજાને પીડિત કરવી તે જ તેનું ધ્યેય હતું. મનનું ધાર્યું કરવું એ જ એક તેનો આચાર હતો. તે ઈકાઈ રાઠોડ દુઃખના કારણભૂત અત્યંત મલિન પાપકર્મોનું આચરણ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો.
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy